Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં લોકોએ 15 હજાર બીપીની નકલી ગોળીઓ ગળી:મેડીકલ સ્ટોર્સમાંથી દવાની 1200 સ્ટ્રીપ ઝડપાઈ, લખનઉથી 2700 સ્ટ્રીપ સપ્લાય થઈ હતી; 3 ઝડપાયા

    1 day ago

    બ્લડ પ્રેશરના દર્દીઓ સાવધાન થઈ જજો. કારણ કે, તમે જે દવા લઈ રહ્યા છો તે નકલી નથી ને. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બ્લડ પ્રેશરની નકલી દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શહેરભરમાંથી 1200 જેટલી નકલી દવાની સ્ટ્રીપ કબજે કરી છે. ક્રાઈમ બ્રાન્ચે પાર્શ્વ મેડિકલ સ્ટોરના દર્શીલ સંઘવી સહિત 3ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 મહિનામાં 1500 સ્ટ્રીપ શહેરના દર્દીઓને વેચવામાં આવી છે. આરોપીઓ એક સ્ટ્રીપ 112.90 રૂપિયામાં વેચતા હતા. એક સ્ટ્રીપમાં 10 ગોળી હોવાથી કુલ 15 હજાર નકલી ગોળીઓનું લોકોએ સેવન કર્યું. પાર્શ્વ મેડિકલ સ્ટોર દ્વારા 11 જગ્યાએ જથ્થો સપ્લાય કરાયો જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લી. ભરૂચ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની ફરિયાદ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં અલગ અલગ જગ્યાએ દવા વેચાઈ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં પાર્શ્વ મેડિકલ સ્ટોર દ્વારા 11 જેટલા મેડિકલ સ્ટોરમાં જથ્થો સપ્લાય કરાયો હતો. પોલીસે 1200 જેટલી નકલી દવાની સ્ટ્રીપ કબજે કરી હતી. નકલી દવાનો જથ્થો લખનઉથી ગુજરાત સપ્લાય કરાયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરતા ઉત્તર પ્રદેશના લખનઉથી દેવેન્દ્ર યાદવ અને ઉંમગ રસ્તોગી ગુજરાતમાં નકલી દવાનો જથ્થો સપ્લાય કરતા હતા. અમદાવાદમાં પાર્શ્વ મેડિકલના દર્શિલ સંઘવીને નકલી દવાની જાણ હોવા છતાં 18% કમિશનની લાલચમાં જથ્થો ખરીદી 11 મેડિકલ સ્ટોરમાં વેચ્યો હતો. છેલ્લા ચાર મહિનાથી આ નકલી દવા બજારમાં વેચવામાં આવતી હતી. 1500 સ્ટ્રીપ અમદાવાદમાં દર્દીઓને વેચાઈ મૂળ ઉત્તરાખંડથી નકલી દવાનો જથ્થો લખનઉ મોકલાયો હતો. 3600 સ્ટ્રીપમાંથી અમદાવાદમાં 2700 અને મૈસૂરમાં 900 સ્ટ્રીપ સપ્લાય થઈ હતી. જોકે, અમદાવાદ પોલીસે 2700 માંથી 1200 સ્ટ્રીપ જપ્ત કરી છે. જ્યારે 1500 સ્ટ્રીપ બ્લડ પ્રેશરના દર્દીઓને વેચવામાં આવી છે. શહેરના પાર્શ્વ મેડિકલના દર્શીલ સંઘવી સહિત 3ની ધરપકડ અમદાવાદ જ નહીં પરંતુ સુરત, ભાવનગર, નડિયાદ અને ભુજમાં પણ જથ્થો સપ્લાય કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો આ નકલી દવા ક્યાં બની હતી તેની અલગ અલગ રાજ્યોમાં તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે પાર્શ્વ મેડિકલના દર્શીલ સંઘવી, દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિયમિત રીતે તપાસ કરવામાં આવતી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દવાનું વેચાણ થયું છે. આ રીતે ઓળખો... દવા નકલી છે કે અસલી? દવા નકલી હોય તો બીપી વધી જાય, એટેકનું પણ જોખમ કાર્ડિયોલોજિસ્ટ ડો. સમીર દાણીના જણાવ્યા અનુસાર, આ દવા નકલી હોય તો તેના કારણે બ્લડ પ્રેશર અને હૃદય રોગ સામે પ્રોટેક્શન મળતું નથી. આથી બ્લડ પ્રેશર અચાનક વધી શકે અથવા હાર્ટ એટેક આવવાનું જોખમ પણ રહે છે.
    Click here to Read More
    Previous Article
    કાનપુરમાં ટ્રેનિંગ વિમાન ક્રેશમાં વડોદરાના પાયલટ સહિત બેના મોત:પુત્રના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ, સચિન ભાટિયાએ વડોદરામાં ધો.12 સુધી અભ્યાસ કર્યા બાદ અમેરિકા જઈ 2 વર્ષ સુધી પાયલટની તાલીમ મેળવી હતી
    Next Article
    બ્રિટન પર અણુબોમ્બ ઝીંકવાની ફિરાકમાં રશિયા?:લોકોને કહ્યું 'તૈયાર રહો' પુતિન-જિનપિંગ-ટ્રમ્પની ત્રિપુટીથી અંગ્રેજો ફફડ્યાં; 3 કારણે રૂસ લાલઘૂમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment