Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાગબારા જંગલ જમીન વિવાદનો શનિવારે ઉકેલ:ત્રણ મંત્રીઓ ખેડૂતો સાથે બેઠક કરી પારણા કરાવશે; 15 ગામોની 100 મહિલાઓને જમીનનો હક મળવાની શક્યતા

    1 day ago

    નર્મદા જિલ્લાના સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના જંગલ જમીન સંબંધિત પ્રશ્નો અંગે સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સાગબારામાં ચાલી રહેલા ધરણા અને પેન્ડિંગ દાવાઓ અંગે ચર્ચા થઈ હતી. હવે ત્રણ મંત્રીઓ શનિવારે સાગબારા પહોંચી ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને આંદોલનનો સુખદ અંત લાવશે. ત્રણ મંત્રીઓ ખેડૂતો સાથે યોજશે બેઠક આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વન-પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અને પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ શનિવારે સાગબારાની મુલાકાત લેશે. તેઓ સાંસદ મનસુખ વસાવા સાથે ખેડૂતોને રૂબરૂ મળી તેમની રજૂઆતો સાંભળશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને જંગલ જમીન ખેડવાનો અધિકાર સોંપાય તેવી પૂરતી શક્યતાઓ છે. ગાંધીનગરમાં યોજાઈ હતી ઉચ્ચ સ્તરીય બેઠક ગત બુધવારે ગાંધીનગર ખાતે મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મંત્રીઓ અને સ્થાનિક નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાગબારા સહિતના વિસ્તારોના વર્ષોથી પેન્ડિંગ રહેલા અંદાજે 80,000 જેટલા જમીન દાવાઓ અંગે ચર્ચા કરાઈ હતી. સરકારે ખેડૂતોના પુરાવાના આધારે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી. સ્થળ પર જ પ્રશ્નોનું કરાશે નિવારણ સાંસદ અને મંત્રીઓની આ મુલાકાત દરમિયાન ખેડૂતોના જૂના પુરાવા અને પેન્ડિંગ દાવાઓ અંગે સ્થળ પર જ નિર્ણય લેવાશે. શનિવારે સાગબારાના 15 જેટલા ગામોની 100 જેટલી મહિલાઓને જંગલ જમીનનો હક સોંપીને આંદોલન સમેટી લેવાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણ માસ નિમિત્તે કલાત્મક હિંડોળાના દર્શન:અટલાદરા BAPS મંદિરે એફિલ ટાવરની ભવ્ય પ્રતિકૃતિ નીચે હિંડોળા પર્વની ઉજવણી
    Next Article
    Hindu Priest Tells Canada Woman She Is "Possessed", Then Sexually Assaults Her

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment