Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસની અછત બાદ હવે ઇન્ડક્શ-સગડીમાં વેઇટિંગ:રાજકોટમાં કોલસાની સગડીમાં 15 દિવસનું વેઇટિંગ, સુરતમાં ઇન્ડક્શન લેવા 10 દિવસ રાહ જોવી પડશે, અમદાવાદમાં L.D. એન્જિ.માં ચૂલા સળગ્યા

    22 hours ago

    રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં કાળાબજારીઓ દ્વારા 3000થી 4000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં L.D. એન્જિ.માં વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં લાકડા અને કોલસાની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે. તો રાજકોટમાં કોલસાથી ચાલતી સગડી લેવામાં 15 દિવસનું વેઇટિંગ થઈ ગયું છે. તો સુરતમાં પણ ઇન્ડક્શન લેવા 10 દિવસ રાહ જોવી પડશે. મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા શરૂ કર્યા અમદાવાદમાં આવેલી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ દૂર-દૂરથી અભ્યાસ કરવા માટે આવે છે, ત્યારે સસ્તુ અને સારું જમવાની વ્યવસ્થા તેમની મેસમાં જ કરવામાં આવે છે. આ મેસમાં 500થી 700 જેટલા વિદ્યાર્થીઓ જમતા હોવાથી બે જેટલા ગેસના સિલિન્ડરની જરૂર પડતી હોય છે. જો કે, તેની સામે હવે બે કે ત્રણ દિવસમાં માત્ર એક જ ગેસ સિલિન્ડરની બોટલ મળી રહી છે. તેમાં પણ 3000થી 4000 રૂપિયા મેસના સંચાલકોને આપવા પડી રહ્યા છે, જેથી મેસના સંચાલકોએ તેનો ઉપાય સીધો કાઢ્યો છે. વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. હાલમાં લાકડા અને કોલસાની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે. હવે રસોઈ બનાવવા બે કલાક વહેલું ઉઠવું પડે છેઃ નરેશ જોશી આ મામલે મેસના સંચાલક નરેશ જોશીએ જણાવ્યું હતું કે, અમારે દરરોજ બે ગેસ સિલિન્ડરની જરૂર પડતી હોય છે, પરંતુ અત્યારે યુદ્ધની સ્થિતિને કારણે તે મળતા નથી, જેથી અમે ઓપ્શન ગોત્યો છે કે ચૂલા પર રસોઈ બનાવીશું. પહેલા 7 વાગ્યે જાગીને રસોઈ બનાવવાની શરૂઆત કરતા હતા, તેના બદલે હવે સવારે 5 વાગ્યે જાગીને રસોઈ બનાવવાની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થીઓને સમયસર જમવાનું મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. ‘જો આવી જ સ્થિતિ રહેશે તો મેસ બંધ કરવી પડશે’ વધુમાં નરેશ જોશીએ જણાવ્યું હતું કે, દરરોજ 300થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા સવાર અને સાંજે જમવા માટે આવે છે. અત્યાર સુધી તેમણે જમવાની કોઈ તકલીફ પડે તેવું નથી થવા દીધું, પરંતુ જો આવી જ સ્થિતિ રહેશે તો તકલીફ થઈ શકે છે. બહાર જમવાનો ખર્ચ વધશે અને અભ્યાસ પર પણ અસર થશેઃ વત્સલ વધુમાં વિદ્યાર્થી વત્સલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. આ કોલેજમાં 6 હોસ્ટેલમાં બ્લોક છે, હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી મોટાભાગના લોકો મેસમાં જ જમવા માટે આવે છે. હોસ્ટેલમાં રહીને મેસમાં જમીએ તો નક્કી હોય છે કે આટલા દિવસના પૈસા આટલા હોય છે, પરંતુ બહાર જઈએ તો પૈસા વધી જાય અને ઘરેથી પૈસા પણ વધારે મંગાવવા પડે, જેથી બીજી તકલીફ પણ ઉભી થઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    જીજ્ઞેશ મેવાણી- મનીષા વકીલ વચ્ચે ઉગ્ર દલીલો:એકલા પંચમહાલમાં જ 20 હજાર બાળકો કુપોષિત; વિધાનસભામાં મેવાણીએ આંકડાના આધારે ચર્ચા શરૂ કરતાં મંત્રી ઘેરાયાં
    Next Article
    ગુજરાતના યુવાનો બનશે હવે 'ગ્લોબલ એક્સપર્ટ':કૌશલ્યબદ્ધ યુવાશક્તિ માટે ગુજરાત સરકાર અને અદાણી સ્કિલ્સ વચ્ચે MoU, સોલાર, વિન્ડ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં મળશે ટ્રેનિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment