Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 ઓક્ટોબરનું અંકફળ:અંક 1ના જાતકોને નોકરી આવતી સમસ્યાઓ સમાપ્ત થશે, અંક 6ના લોકોના વેપારમાં અનિશ્ચિતતા રહેશે

    8 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારે અચાનક સફળતાની ટકાવારી વધી શકે છે. સમસ્યાઓ નિયંત્રણમાં રહેશે અને નાણાંની આવક પણ વ્યવસ્થિત જળવાઈ રહેશે. સહયોગ પ્રાપ્ત થશે અને યોજનાઓ સફળ થશે. દિવસ દરમિયાન વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યોમાં વિલંબ થશે. બિનજરૂરી ખર્ચ પણ થશે. ઘણા વિકલ્પો હોવાને કારણે પસંદગી કરવામાં મુશ્કેલી આવી શકે છે. સાંજથી સમય સારો રહેશે. આવકમાં વધારો થશે. પરિવાર સાથે રહેવાની તક પ્રાપ્ત થશે. કરિયર: વેપારમાં કંઈ નવું કરી શકશો નહીં. નોકરીમાં સમસ્યાઓ સમાપ્ત થશે. લવ: પ્રણય સંબંધોમાં નિરાશા મળશે અને વૈવાહિક જીવનમાં સુખ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: દિવસના મધ્ય ભાગમાં માનસિક તણાવ કે થાક અનુભવાઈ શકે છે, સાંજ પછી સ્વાસ્થ્ય સારું રહેશે. લકી નંબર: 3-6-8 લકી કલર: વાદળી શું કરવું: શિવજીને ચંદનનો લેપ કરવો. સવારના સમયે સારી આવક અને સફળતા પ્રાપ્ત થશે. અડચણો સમાપ્ત થશે અને નવી જવાબદારી પણ મળી શકે છે. તમારા સૂચનો પસંદ કરવામાં આવશે અને કાર્યસ્થળ પર વર્ચસ્વ વધશે. બપોરનો સમય પણ સાનુકૂળ રહેશે. આવક વૃદ્ધિ સાથે સહયોગ પણ પ્રાપ્ત થશે. વ્યવહાર શુદ્ધ રહેશે. દિવસના અંતે પરિવારનો સાથ મળશે અને કોઈ મોટું કામ સિદ્ધ થઈ શકે છે. પ્રવાસ પર જવાની તક પ્રાપ્ત થશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે અને નોકરીમાં પ્રમોશનની તકો પ્રાપ્ત થશે. સંસાધનો ઉપલબ્ધ થશે. લવ: પ્રેમ પ્રસ્તાવ અસ્વીકાર્ય થઈ શકે છે અને જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય: શારીરિક અને માનસિક રીતે પૂર્ણ સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવશો. લકી નંબર: 1-5-8 લકી કલર: લાલ શું કરવું: શિવજીને મોગરાના પુષ્પ અર્પણ કરવા. સવારનો સમય આવકમાં ઘટાડો કરશે અને અડચણો ઊભી કરશે. યોજનાઓ બગડી શકે છે. નકામી વાતોમાં સમય વેડફાઈ શકે છે. બપોર પછી કંઈક અંશે સારું રહેશે. આવકમાં વધારો થશે. કાર્યસ્થળ પર સન્માનપૂર્વક રહેશો. અટકેલું કામ બની શકે છે. પરિવારનો સાથ મળશે અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં સામેલ થવાની તક મળશે. સાંજે ફરવા જવાનો અવસર મળશે. સુખની પ્રાપ્તિ થશે. કરિયર: વેપારમાં મંદી રહેશે, સંયમ રાખવો અને નોકરીમાં અધિકારીઓ પરેશાન કરશે. સંસાધનોની કમી અને કામમાંથી મન ઊઠી શકે છે. લવ: જીવનસાથી સાથેનો વિવાદ થમશે અને પ્રેમમાં સકારાત્મકતા રહેશે. સ્વાસ્થ્ય: સવારના ભાગમાં માનસિક અશાંતિ કે શિથિલતા રહી શકે છે, યોગ અને ધ્યાન કરવું. લકી નંબર: 2-8-9 લકી કલર: સફેદ શું કરવું: શિવજીને કાચા દૂધથી સ્નાન કરાવવું. કાલ્પનિક દુનિયામાંથી બહાર આવવું પડશે. માત્ર આશ્વાસનો પર ભરોસો ન રાખવો, સ્વયં પર ભરોસો રાખવો. આવક વ્યવસ્થિત રહેશે. પોતાના પ્રયાસોથી સફળતા મળશે. બપોરે આર્થિક તંગી રહી શકે છે. પેટમાં દુખાવાની સમસ્યા અને સંતાન સાથે વિવાદ થઈ શકે છે. સાંજના સમયે કામનું દબાણ વધુ રહેશે. પ્રવાસો સફળ થશે. મિત્રો સાથે મુલાકાત થશે અને પરિવાર સાથે રહેવાની તક મળશે. નવા વસ્ત્ર-આભૂષણોની પ્રાપ્તિ થશે. કરિયર: વેપારમાં અજાણી વ્યક્તિ પર ભરોસો ન કરવો. નોકરીમાં પ્રગતિની તકો છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અણધારી અડચણો વધુ આવશે. લવ: પ્રેમ મામલાઓમાં દખલગીરી વધુ રહેશે. વૈવાહિક જીવનમાં કલેશ સમાપ્ત થશે. સ્વાસ્થ્ય: બપોરના સમયે પેટ દર્દ કે પાચન સંબંધી તકલીફ થઈ શકે છે, ખાનપાનમાં સાવચેતી રાખવી. લકી નંબર: 1-4-8 લકી કલર: લીલો શું કરવું: શિવજીના ત્રિશૂળ પર ચંદન લગાવવું. સ્થાયી સંપત્તિમાં વધારાની સંભાવના બનશે અને પરાક્રમ પણ શ્રેષ્ઠ રહેશે. ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. સંતાન પણ અનુકૂળ રહેશે. બપોરે નાણાંની કમી રહેશે અને દેવા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કામમાં અડચણ આવી શકે છે. આસપાસના લોકો પરેશાન કરી શકે છે. સાંજથી સમય સાનુકૂળ બની જશે અને રાત્રિ સુધી તમામ તરફથી સફળતા પ્રાપ્ત થશે. સમકક્ષોથી આગળ રહેશો અને નાણાંની આવક પણ સારી બનેલી રહેશે. કરિયર: વેપાર સારો રહેવાની સંભાવના છે. નોકરીમાં લાભ થશે. લવ: જીવનસાથીથી સુખ મળશે. પ્રેમમાં વિરહનો અંત આવશે. સ્વાસ્થ્ય: બપોરના સમયે થોડી સુસ્તી કે તણાવ રહી શકે છે, સાંજ પછી આરોગ્ય સારો સાથ આપશે. લકી નંબર: 2-5-8 લકી કલર: ગુલાબી શું કરવું: ગરીબોને અન્નનું દાન કરવું. સવારના સમયે કોઈ મોટું કામ સફળ થઈ શકે છે. પરાક્રમમાં કમી આવશે. આવક સારી રહેશે. કામમાં સુધારો રહેશે અને યોજનાઓ સફળ થશે, પરંતુ બપોરે તેમાં કમી આવી શકે છે. અણધાર્યો વિવાદ થવાની સંભાવના છે. જોખમ લેવાથી નુકસાન થવાની સંભાવના છે, ધીરજપૂર્વક કામ કરવું. સાંજે વાહનથી સમસ્યા થઈ શકે છે. પારિવારિક વિવાદ થવાની સંભાવના છે. કિંમતી સામાન ખોવાઈ શકે છે. કરિયર: વેપારમાં અનિશ્ચિતતા રહેશે અને નોકરીમાં દ્વિધાની સ્થિતિ રહેશે. લવ: જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમી પંખીડાઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય: સાંજના સમયે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી, શારીરિક ઈજા કે થાકથી બચવું. લકી નંબર: 4-8-9 લકી કલર: કેસરી શું કરવું: લીમડાના વૃક્ષમાં જળ અર્પણ કરવું. આ સમય સંભાળીને રહેવાનો છે. રોકાણ કરવાથી બચવું. અસામાજિક કાર્યો આકર્ષિત કરશે, તેનાથી દૂર રહેવું. આવક જરૂરિયાત મુજબ થઈ જશે. દેવા સંબંધી બાબતો ગૂંચવાયેલી રહેશે. જૂના અટકેલા મામલાઓમાં સુધારાની સંભાવના નહીં હોય. દિવસનો મધ્ય ભાગ સારો રહેશે. કામમાં સફળતા પ્રાપ્ત થશે અને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત કરવાની તક મળશે. દિવસનો અંત સારો જવાની સંભાવના છે. આવકમાં સુધારો થશે અને સહયોગની અપેક્ષા પૂરી થશે. કરિયર: વેપારમાં સતર્ક રહેવું પડશે અને નોકરીમાં અતિશય વ્યસ્તતા રહેશે. લવ: પ્રેમ પ્રસ્તાવ સ્વીકારાશે અને વૈવાહિક જીવનથી ખુશી પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય: માનસિક ચિંતા કે અશાંતિ જળવાઈ શકે છે, સાંજ પછી રાહત અનુભવાશે. લકી નંબર: 3-4-8 લકી કલર: વાદળી શું કરવું: કેળાના છોડમાં પશ્ચિમ મુખ રાખીને જળ અર્પણ કરવું. દિવસની શરૂઆતમાં આવક ઓછી અને કામ વધુ હોઈ શકે છે. કામમાં મન પણ નહીં લાગે. વાહનથી કષ્ટ થશે અને ગુસ્સાનું પ્રમાણ વધુ રહેશે. અનાવશ્યક તણાવ પણ થઈ શકે છે. બપોર પછી સમય સાનુકૂળ બનશે. આવક વધવાની સાથે સફળતા પણ પ્રાપ્ત થશે. અચાનક કોઈ મોટી સફળતા પણ મળી શકે છે. પરિવારનો સહયોગ રહેશે અને સાંજનો સમય ખુશીઓ આપનારો રહેશે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કરિયર: વેપાર સામાન્ય રહેશે અને નોકરીમાં બદલાવની સંભાવના રહેશે. મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે. લવ: પ્રેમનો અતિરેક નુકસાનદાયક બની શકે છે. વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. સ્વાસ્થ્ય: સવારના ભાગમાં ગુસ્સો અને તણાવ વધી શકે છે, વાહન સાવચેતીથી ચલાવવું. લકી નંબર: 2-5-8 લકી કલર: મરૂન શું કરવું: તુલસીના ક્યારામાં જળ અર્પણ કરવું. યોગ્યતા અનુસાર ધન અને સહયોગ બધું જ પ્રાપ્ત થશે. કોઈ પ્રકારની પરેશાની આવવાની સંભાવના નથી. યોજનાઓ સફળ થશે. બપોરનો સમય નિરાશા આપનારો હોઈ શકે છે. મિત્રો પાસેથી સહયોગની અપેક્ષા નકામી જશે. આવકમાં કમી થઈ શકે છે. સરકારી કાર્યોમાં અડચણ આવશે. સાંજથી સમય અનુકૂળ થઈ જશે. નિંદા કરનારા લોકો પણ સહયોગ કરશે અને નાણાંની પ્રાપ્તિ થશે. અગાઉથી સુનિયોજિત રીતે કરેલું રોકાણ મદદ પૂરી પાડશે. કરિયર: વેપાર ધીમો રહેશે અને નોકરીમાં સબઓર્ડિનેટ્સ હેરાન કરશે. લવ: જીવનસાથી સાથેનું મનદુઃખ સમાપ્ત થશે. પ્રણય સંબંધોમાં અડચણો આવી શકે છે. સ્વાસ્થ્ય: બપોરના સમયે માનસિક ચિંતા કે નિરાશા રહી શકે છે, સાંજ સુધીમાં આરોગ્ય સ્વસ્થ બનશે. લકી નંબર: 2-4-8 લકી કલર: કથ્થઈ શું કરવું: ગરીબોને દૂધનું દાન કરવું.
    Click here to Read More
    Previous Article
    248 રનને ચેઝ કર રહેલી ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ:પાંચમી વિકેટ ગુમાવી, અભિષેક શર્મા-નમન ધીર એક જ ઓવરમાં પેવેલિયન ભેગા થયા; ટીમ ઈન્ડિયાનો સ્કોર 132/5
    Next Article
    15 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:મકર રાશિના જાતકોના વ્યવસાયમાં દિવાળી, મીન રાશિના લોકોને જવાબદારી લેવાની તક મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment