Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી યુનિવર્સિટીઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર:કોલેજોમાં 15 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ, પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 1 જુલાઈથી

    11 hours ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક વર્ષ 2026-27નું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય તમામ અભ્યાસક્રમો માટે આ કેલેન્ડર અમલી રહેશે. યુજીમાં સેમેસ્ટર 3 અને 5 તથા પીજીમાં સેમેસ્ટર 3 ના શૈક્ષણિક સત્રનો 15 જુનથી આરંભ થશે. જ્યારે યુજી સેમેસ્ટર 1 અને 7 તથા પીજી સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓ માટે 1 જુલાઈથી સત્ર શરૂ થશે. ખાસ જણાવાયું છે કે, યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ દરમિયાન ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને પરીક્ષાની કામગીરીમાં અચૂક હાજર રહેવાનું રહેશે. તમામ આંતરિક પરીક્ષાઓ યુનિવર્સિટીના નિર્ધારિત માળખા અને ધારાધોરણો મુજબ લેવામાં આવશે. યુજીસીના 18 જુલાઈ 2018ના જાહેરનામા મુજબ, તમામ યુનિવર્સિટીઓએ અઠવાડિયામાં 6 દિવસ શૈક્ષણિક કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ સમગ્ર કેલેન્ડર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યુજીસીના નિયમોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. પ્રથમ સત્રનો થશે 15 જુનથી આરંભ શૈક્ષણિક કાર્ય : 15 જૂનથી 2 ડિસેમ્બર સુધી 120 દિવસનું શૈક્ષણિક કાર્ય (ટીચિંગ સહિત) હાથ ધરવામાં આવશે. પરીક્ષા : યુનિવર્સિટી/કોલેજોની આંતરિક મૂલ્યાંકન સહિતની પરીક્ષાઓ 8 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર 2026 દરમિયાન પૂર્ણ કરવાની રહેશે. દિવાળી વેકેશન : 5 થી 25 નવેમ્બર 21 દિવસ સુધી દિવાળી વેકેશન રહેશે, જે તમામ ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણની યુનિવર્સિટી માટે સમાન રહેશે. સત્ર સમાપ્તિ : પ્રથમ સત્ર 2 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. દ્વિતીય સત્રની 3 ડિસેમ્બરથી શરૂઆત શૈક્ષણિક કાર્ય : 3 ડિસેમ્બર 2026થી 26 એપ્રિલ 2027 સુધી 113 દિવસનું શૈક્ષણિક કાર્ય ચાલશે. પરીક્ષા : આંતરિક અને યુનિવર્સિટી પરીક્ષાઓ 25 માર્ચથી 26 એપ્રિલ દરમિયાન પૂર્ણ કરવાની રહેશે. ઉનાળું વેકેશન : કોલેજો માટે 27 એપ્રિલથી 14 જૂન (49 દિવસ) અને યુનિવર્સિટીઓ માટે 11 મે થી 14 જૂન (35દિવસ) સુધી વેકેશન રહેશે. સત્ર સમાપ્તિ : દ્વિતીય સત્ર 26 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. નવું સત્ર : આગામી શૈક્ષણિક વર્ષ 2027-28 નો પ્રારંભ 15 જૂન 2027 થી થશે.
    Click here to Read More
    Previous Article
    જનજાગૃતિનો પ્રયાસ‎:વિશ્વ તંબાકુ નિષેધ દિવસે ડાંગના 17 પરિવારે વ્યસન છોડવાના-ચોમાસામાં વૃક્ષારોપણ કરવાના સંકલ્પ લીધા
    Next Article
    Free Indian Mango Party In San Francisco Draws Hundreds: "Incredible Vibes"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment