Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    149 દિવસ પછી ખૂલ્યા બદ્રીનાથ ધામના કપાટ:-4 ડિગ્રી તાપમાનમાં 7 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન, ઘીમાં લપેટેલો ધાબળો જણાવશે કેવું રહેશે આખું વર્ષ

    11 hours ago

    ચારધામ યાત્રાના પાંચમા દિવસે આજે ચમોલી સ્થિત બદ્રીનાથ ધામના કપાટ વિધિવત રીતે ખોલી દેવામાં આવ્યા છે. સવારે 6 વાગ્યેને 15 મિનિટે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભગવાન બદ્રીવિશાલના દર્શન શરૂ થઈ ગયા છે. સૌથી પહેલા મંદિરમાં રાવલ (મુખ્ય પૂજારી) એ પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા છે. એવું અનુમાન છે કે પહેલા દિવસે -4 ડિગ્રી તાપમાન વચ્ચે આશરે 6-7 હજાર લોકો દર્શન કરશે. કપાટ ખુલ્યા બાદ અંદર પૂજાવિધિ શરૂ થઈ ગઈ છે. અહીં સૌથી પહેલા વિતેલા છ મહિનાથી પ્રજ્વલિત અખંડ જ્યોતિના દર્શન કરવામાં આવી રહ્યા છે. થોડી જ વારમાં ભગવાન બદ્રીવિશાલ પર ચઢાવવામાં આવેલો ઘૃત કંબલ (ઘીમાં લપેટેલો ધાબળો) હટાવવામાં આવશે, જેની સ્થિતિ પરથી આખા વર્ષના ફળનું અનુમાન લગાવાય છે. ધામ સાથે સંબંધિત PHOTOS… રાવલ કરે છે પ્રથમ પ્રવેશ બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની પરંપરા ઘણી વિશેષ છે. મંદિરના દરવાજા ત્રણ અલગ-અલગ ચાવીઓથી ખોલવામાં આવે છે. આ ચાવીઓ ટિહરી રાજપરિવાર સાથે સંકળાયેલા રાજપુરોહિત, હકહકૂકધારી મહેતા અને ભંડારી સમુદાય પાસે સુરક્ષિત રહે છે. નિર્ધારિત મુહૂર્તમાં ત્રણેય ચાવીઓ એકસાથે લગાવવામાં આવે છે. કપાટ ખુલતા જ સૌથી પહેલા રાવલ મંદિરમાં પ્રવેશ કરે છે અને ગર્ભગૃહમાં પૂજાની પ્રક્રિયા શરૂ કરે છે. ધામ સાથે જોડાયેલા પલ-પલના અપડેટ્સ માટે લાઈવ બ્લોગમાંથી પસાર થઈ જાઓ…
    Click here to Read More
    Previous Article
    ધોની આજે ચેન્નઈ માટે રમી શકે છે:વાનખેડેમાં મુંબઈ સામે મેચ; MI માટે રોહિત શર્મા પણ કમબેક કરી શકે; આજે ક્રિકેટની 'એલ-ક્લાસિકો' રમાશે
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પાલનપુર પાલિકામાં 13 અપક્ષોને માઈક, એસી, આઈસ્ક્રીમ જેવા ચિન્હો ફાળવાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment