Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા:મુખ્યમંત્રીએ ‘પહિંદ’ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું; પ્રથમ જગન્નાથનો રથ બહાર નીકળ્યો

    2 days ago

    જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. એક બાદ એક એમ ત્રણેય રથ મંદિરથી બહાર નીકળી ગયાં છે. ખલાસી ભાઈઓ રથને ખેંચશે, દેશભરમાંથી સાધુ-સંતો પધાર્યા રથયાત્રામાં સૌથી આગળ ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ અને બેન્ડવાજા જોડાશે. રથને ખેંચવા માટે ખલાસી ભાઈઓ મંદિર પરિસરમાં પહોંચી ગયા છે. આજની રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિત દેશભરમાંથી સાધુ-સંતો પધાર્યા છે.. મંદિર આવતા ભક્તો માટે ફુલ બજાર પાસે પાર્કિંગની વ્યવસ્થા રથયાત્રાને લઈ વહેલી સવારે 3 વાગ્યાથી જ ભક્તો જમાલપુર જગન્નાથ મંદિરે આવતા હોય છે, ત્યારે જે ભક્તો જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે આવે છે તેઓના પાર્કિંગ માટે જમાલપુર ફુલ બજાર પાસે પોલીસ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં નાગરિકો વાહન પાર્ક કરી અને મંદિરે આવી શકશે. 500થી 700 મીટર દૂર નાગરિકોએ વાહન પાર્ક કરવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડ સામે ભારત સતત ચોથી વનડે સિરીઝ જીતવા ઉતરશે:આજે બીજી મેચ; કાર્ડિફમાં 15 વર્ષથી નથી હારી ટીમ ઇન્ડિયા
    Next Article
    Supreme Court Clears UP's Rs 1,500-Crore Kukrail Night Safari Project

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment