Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.48 કરોડના કૌભાંડમાં ચીટિંગનો આંક 5 કરોડે પહોંચેનો અંદાજ:દુબઈની કંપનીમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપીને ફસાવતા, ઝડપાયેલી બેલડી રિમાન્ડ પર

    8 hours ago

    દુબઈમાં ખોલેલી ટ્રેડિંગ કંપનીમાં દર મહિને ચારથી પાંચ ટકાના વળતરની લાલચ આપી રોકાણકારો સાથે અંદાજે રૂપિયા દોઢ કરોડનું કૌભાંડ આચરવાના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે આરોપીઓ ગૌરાંગ મનસુખ ખુંટ (ઉ.વ.38) અને અરવિંદ લાલજીભાઈ ખૂંટ (ઉ.વ.61)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અરવિંદને સુરતથી અને ગૌરાંગને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ બંને આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર છે. જયારે આ કેસમાં હજૂ બે આરોપીઓ સાગર અરવિંદ ખુંટ અને જયોત્સનાબેન અરવિંદ ખુંટ વોન્ટેડ છે. જેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. 1.48 કરોડથી વધુની છેતરપિંડી, 2ની ધરપકડને 2 વોન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે રાજકોટ રહેતા ચાર મિત્રો સાથે 1.48 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ નોકરી કરતા વિરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.28) દ્વારા રાજકોટ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 316 (5), 3(5) તેમજ ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સની કલમ 3 મુજબ સાગર ખુંટ, અરવિંદ ખુંટ, જ્યોત્સના ખુંટ તેમજ ગૌરાંગ ખુંટ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી. જેને લઇ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા ગૌરાંગ ખુંટ અને અરવિંદ ખુંટની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી સાગર ખુંટ તેમજ તેની માતા જ્યોત્સના ખુંટની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દુબઈની કંપનીમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપી વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા માયાણી ચોક ખાતે ગેમ ઝોનમાં ગેમ રમવા જતો હતો તે સમયે સાગર ખુંટ સંપર્ક સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. વર્ષ 2023માં સાગર ખુંટએ જણાવ્યું હતું કે પોતે દુબઈ ખાતે ટ્રેડિંગનું કામકાજ શરૂ કર્યું છે તેમજ રોકાણ કરવાથી સારો એવો નફો પણ મળે છે અને તે કંપનીનું નામ NISHA INVESTMENT CONSULTANTS - FZCO જણાવ્યું હતું. જો તેમાં રોકાણ કરશો તો રોકાણ કરેલ રૂપિયા પર 4-5 ટકાનું વળતર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. વળતર પેટે દર મહિને 4થી 4.50 ટકા જેટલી રકમ આરોપીઓ દ્વારા ચૂકવવામાં આવતી ભારતમાં રાજકોટ ખાતે રહેતા પોતાના પિતા માતા તેમજ પોતાનો પિતરાઈ ભાઈ સહિતના વ્યક્તિઓ કંપનીના રૂપિયાની લેતીદેતીનો વ્યવહાર સંભાળતા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા કટકે કટકે મળીને કુલ 56,43,500 રૂપિયા જેટલી રકમનું રોકાણ કર્યું હતું. જેની સામે માર્ચ 2025 સુધી આરોપીઓ દ્વારા વળતર પેટે દર મહિને 4થી 4.50 ટકા જેટલી રકમ આરોપીઓ દ્વારા ચૂકવવામાં પણ આવતી હતી. તેમજ અંદાજિત 11,53,200 રૂપિયા જેટલી રકમ વળતર પેટે આપવામાં આવી હતી. આમ આજ દિવસ સુધી 44,90,300 રૂપિયા જેટલી રકમ આરોપીઓ દ્વારા પરત આપવામાં આવી ન હતી. 1.48 કરોડથી પણ વધુની રકમ પરત નહીં આપી છેતરપિંડી આચરી વિરેન્દ્રસિંહ પરમારને દર મહિને રોકાણ કરેલ રૂપિયા ઉપર 4થી 4.5 ટકા જેટલું વળતર મળતું હોવાથી તેમના અન્ય મિત્રો દ્વારા પણ આરોપીઓની કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું. કુલ મળીને 1,74,93,500 રૂપિયા જેટલી રકમનું રોકાણ સાગર ખુંટની કંપનીમાં કરવામાં આવ્યું હતું. જેની સામે સાગર ખુંટ દ્વારા વિરેન્દ્રસિંહ પરમાર તેમજ તેના મિત્રોને વળતર પેટે 26,77,400 રૂપિયા જેટલી રકમ પરત આપી હતી. પરંતુ આજ દિવસ સુધી 1.48 કરોડથી પણ વધુની રકમ પરત નહીં આપી છેતરપિંડી આચરવામાં આવી છે. 15 વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું પોલીસ તપાસમાં ખુંટ પરિવારના સભ્યો દ્વારા ઇન્વેસ્ટમેન્ટના નામે અન્ય 15 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ છેતરપિંડીનો આંક 5 કરોડથી પણ વધુનો હોવાનો પોલીસને અંદાજ છે. આ ઉપરાંત આરોપીઓના બેન્ક એકાઉન્ટની માહિતી પણ મંગાવવામાં આવી છે. તેમજ આરોપીઓ દ્વારા છેતરપિંડી દ્વારા મેળવવામાં આવેલ કરોડો રૂપિયાની રકમમાંથી કોઈ મિલકત વસાવી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    IMD Weather Today, Rain Forecast Live Updates: IMD issues orange alert for Delhi
    Next Article
    સાબરકાંઠામાં ખોદકામ વેળાએ દીવાલ ધરાશાયી:હિંમતનગરના દલપુરમાં ખોદકામ સમયે દુર્ઘટનાથી મકાન માલિકનું મોત, 2 શ્રમિક ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment