Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડળીના મંત્રીએ 147 ખેડૂતોના નામે રૂ. 4.43 કરોડ ઉપાડી લીધા:સાત વર્ષ સુધી કૌભાંડ આચરતો રહ્યો છતા બેંક અજાણ,પાટણના ખેડૂતો પાસે ઉઘરાણી કરાતા ભાંડો ફૂટ્યો

    14 hours ago

    પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ધી બંધવડ ગ્રુપ સેવા સહકારી મંડળીના મંત્રી રાયમલભાઈ વાલાભાઈ રબારી સામે ખેડૂત સભાસદોના નામે બોગસ દસ્તાવેજો બનાવી રૂ. 4,43,10,000 નું પાકધિરાણ મેળવી ઉચાપત કરવાનો ગુનો નોંધાયો છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની રાધનપુર શાખાના સીનિયર ઇન્સ્પેક્ટર દ્વારા આ અંગે રાધનપુર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખેડૂતોની જાણ બહાર ધિરાણ મેળવ્યું બંધવડ મંડળીના મંત્રીએ 299 સભાસદો માટે કુલ રૂ. 6.48 કરોડથી વધુના પાકધિરાણની માંગણી કરી હતી. ધિરાણ મંજૂર થયા બાદ કેટલાક ખેડૂતોએ પોતાની જાણ બહાર ધિરાણ લેવાયું હોવાની બેંકમાં રજૂઆત કરી હતી. બેંક દ્વારા ઉઘરાણી કરવા છતાં નાણાં ભરપાઈ ન થતાં હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મંત્રીનું કૌભાંડ સામે આવ્યું હતું. બોગસ દસ્તાવેજ અને સેડો એકાઉન્ટનો ઉપયોગ બેંકની તપાસમાં ખુલાસો થયો હતો કે 147 જેટલા સભાસદોના નામે ખોટા માંગણા પત્રકો તૈયાર કરીને બોગસ સહીઓ મારફતે સેડો એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. જમીનની બોજા નોંધ વિના તેમજ અધૂરા દસ્તાવેજોના આધારે વર્ષ 2017થી 2023 દરમિયાન રૂ. 4.43 કરોડથી વધુની રકમ મેળવીને મંત્રીએ પોતાના અંગત ઉપયોગમાં વાપરી લીધી હતી. પીડિત ખેડૂતો અને આગેવાનોના પોલીસ તપાસ અને બેંકના વહીવટ સામે ગંભીર આરોપો બનાસકાંઠા જિલ્લાની બંધવડ જૂથ સેવા સહકારી મંડળીમાં આચરાયેલા કરોડો રૂપિયાના પાકધિરાણ કૌભાંડને લઈને સ્થાનિક ખેડૂતો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક આગેવાન ખેતાભાઈ ચૌધરીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, બનાસ બેંક દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અધૂરી છે. બેંકે માત્ર મંત્રી સામે ફરિયાદ નોંધાવીને પોતાના શાખા અધિકારી, સીનિયર ઇન્સ્પેક્ટર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જેવા જવાબદાર અધિકારીઓનો બચાવ કર્યો છે. બોગસ દસ્તાવેજોથી કૌભાંડમાં 299 સભાસદોમાંથી માત્ર 15 સભાસદો જ સાચા છે. બાકીના કિસ્સાઓમાં બોગસ સહીઓ, ખોટા વારસાઈ કાગળો, જૂની ૭/૧૨ની નકલો અને ખોટી બોજા નોંધના આધારે રૂ. 4 કરોડ 43 લાખથી વધુની રકમ મંત્રી અને તેમના સગાંઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ છે. ખેડૂતોની માંગ છે કે, પોલીસે તમામ 299 ખેડૂતોના વિગતે નિવેદનો લેવા જોઈએ અને શાખપત્રકની યોગ્ય તપાસ કરવી જોઈએ. આ કૌભાંડની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT) અથવા CID ક્રાઈમ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. જો પોલીસ ખેડૂતોની સુનાવણી નહીં કરે તો તેઓ વડી અદાલત (હાઈકોર્ટ) ના દ્વાર ખખડાવશે. અમાભાઈ નામના ખેડૂતે આપવીતી જણાવતા કહ્યું હતું કે, મંત્રી રાયમલે તેમના નામે કોઈ પણ જાતની સહી કે ચેક વગર બારોબાર રૂ. 2,47,000 ની રકમ ઉપાડીને ઉચાપત કરી છે. જ્યારે તેઓ રાધનપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે તેમની ફરિયાદ લેવાને બદલે માત્ર બેંકની ફરિયાદ નોંધીને ખેડૂતોની રજૂઆત ધ્યાને લીધી નથી. કોલાપુરના રહેવાસી રાયમલભાઈ રબારી એ કહ્યું હતું કે, જે વર્ષની આ ઘટના છે ત્યારે તેઓ ખેડૂત પણ નહોતા અને આ બેંકમાં તેમનું કોઈ ખાતું જ નથી. 2006 માં વારસાઈ નોંધ થયા બાદ પણ તેમના નામે ખોટી રીતે નાણાં ઉપાડી લેવાયા છે. બંધવડના એક પીડિત મહિલા ખેડૂતે કહ્યું હતું કે,તેમની જમીન વેચાઈ ગયાને 40 વર્ષ થયા છે અને પતિના અવસાનને 12 વર્ષ વિતી ગયા હોવા છતાં, તેમને અંધારામાં રાખીને તેમના નામે રૂ. 18 લાખની રકમ ઉપાડી લેવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મંડળીના મંત્રી દ્વારા ખોટા દસ્તાવેજોને સાચા તરીકે દર્શાવી આચરેલા વિશ્વાસઘાત અને છેતરપિંડી બદલ રાધનપુર પોલીસે આરોપી રાયમલભાઈ રબારી સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા પોલીસે ગણેશ વિસર્જન માટે આયોજકો સાથે બેઠક કરી:કૃત્રિમ તળાવમાં જ વિસર્જન થશે, 10 ફૂટથી ઊંચી મૂર્તિઓને આવતા વર્ષે પરવાનગી નહીં મળે
    Next Article
    UPI Charges To Be 0.4% For Some Payments Above Rs 2,000. Free For Consumers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment