Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં રૂ. 1.46 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના 2 સાગરીતો ઝડપાયા:વલસાડના શખસને વધુ નફાની લાલચ આપી ઠગાઈ કરી, પોલીસે ડીસાથી ઝડપ્યા

    7 hours ago

    વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં વધુ નફાની લાલચ આપી રૂ. 1.46 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના બે સાગરીતોને ડીસાથી ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં મેહુલ કછુઆ અને ભાર્ગવ સોલંકીનો સમાવેશ થાય છે, જેઓ બનાસકાંઠાના માલગઢના રહેવાસી છે. ફરિયાદી ખુશરુ ડાલી પેટીગરાને ‘B125-Wealthy Vision VIP Circle’ અને ‘460-Wealthy Vision VIP Circle’ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી આરોપીઓએ ‘WealthyIN Broking Private Limited’ નામની બનાવટી કંપની ઊભી કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. તેમને શેરબજારમાં ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેડિંગ દ્વારા બલ્કમાં શેરની લે-વેચ કરીને મોટો નફો કમાવી આપવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. 1,46,75,000 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. એપ્લિકેશનમાં ખોટો નફો બતાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે ફરિયાદીએ તે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે 15 ટકા કમિશનની માંગણી કરાઈ હતી. આનાથી ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થયો અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. આ ગુનામાં અગાઉ મુખ્ય ખાતાધારક નરેન્દ્ર માળીની ધરપકડ કરાઈ હતી. તેની પૂછપરછમાં અન્ય સાગરીતોના નામ સામે આવ્યા હતા. વલસાડ સાયબર ક્રાઇમના PSI ડી.એસ. પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સોશિયલ મીડિયા એનાલિસિસ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપીઓ ભાદરવા બીજ ઉજવવા તેમના ઘરે માલગઢ આવવાના છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને મેહુલ કછુઆ અને ભાર્ગવ સોલંકીને ઝડપી લીધા હતા. તપાસમાં આરોપી મેહુલ કછુઆના બેંક ખાતામાંથી રૂ. 18.70 લાખના છેતરપિંડીના વ્યવહારો મળી આવ્યા છે. વલસાડ સાયબર ક્રાઇમ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને 1930 હેલ્પલાઇન દ્વારા ફરિયાદીના રૂ. 53,97,797 પરત અપાવવામાં સફળતા મેળવી છે. સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે, વોટ્સએપ, ટેલિગ્રામ કે સોશિયલ મીડિયા પર મળતી 'ગેરંટીડ રિટર્ન' કે 'VIP Trading' જેવી લાલચથી દૂર રહે. કોઈપણ અજાણી વ્યક્તિના કહેવાથી ટ્રેડિંગ એપ ડાઉનલોડ ન કરવી અને રોકાણ કરતા પહેલાં SEBI રજિસ્ટ્રેશન ચકાસવું. જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને, તો તાત્કાલિક 1930 પર કોલ કરવો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી.
    Click here to Read More
    Previous Article
    સિવિલમાં રજાના દિવસે પણ દર્દીઓ ઉમટ્યા:રાજકોટનાં રૈયા ગામમાં ગૅસ લીકેજથી આગ ભભૂકી, ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી જાનહાની ટળી
    Next Article
    'પાક-સોજા થવાથી લગભગ' 30% શ્વાનના મોત:મહેસાણામાં શ્વાન ખસીકરણ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, વિપક્ષી નેતાની આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment