Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંકડાની માયાજાળ રચવા દરેક શાળાની ફરજિયાત એન્ટ્રીનો ફતવો:આણંદની 1450 શાળામાં માત્ર 220 વ્યાયામ શિક્ષક, અડધીમાં મેદાન નથી છતાં ખેલ કુંભમાં ભાગ ફરજિયાત

    18 hours ago

    આણંદ જિલ્લાની શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી નવા વ્યાયામ શિક્ષકોની ભરતી કરાતી નથી. 50 ટકા શાળાઓ પાસે પોતાના મેદાન નથી. બાળકો એથ્લેટિક્સ રમતોથી અજાણ છે, છતાં રાજ્ય સ્પોટર્સ ઓથોરિટી દ્વારા દરેક શાળાઓમાંથી ખેલ મહાકુંભમાં ફરજિયાત એન્ટ્રી કરવાની સુચના અપાતા આચાર્યો મુંઝવણ અનુભવી રહ્યાં છે. સરકારે માત્ર એન્ટ્રી થકી ખેલ મહાકુંભમાં બાળકોના આંકડાની માયાજાળ રચવા ફતવો જારી કરાયો છે. આણંદ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓ 984, નગરપાલિકા સંચાલિત 126 શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ મળીને કુલ 1450 જેટલી શાળાઓ આવેલી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં માત્ર 220 જેટલા સીપીએડ શિક્ષકો છે. પીટી ટીચર્સના અભાવે દર શનિવારે દરેક શાળામાં વ્યાયામના પિરીયડમાં બાળકોને ઇત્તર પ્રવૃતિ કરાવવામાં આવે છે. જિલ્લામાં અભ્યાસ કરતાં 2.80 લાખ બાળકો એથ્લેટિક્સ રમતોથી અજાણ છે. બાળકો માત્ર લાંબીકુદ, દોડ કે કોથળા દોડ જેવી સામાન્ય રમતો અંગેની જાણકારી ધરાવે છે. તેમ છતાં રાજ્ય સરકારના સ્પોટર્સ ઓથોરિટી દ્વારા દરેક શાળામાં ખેલ મહાકુંભમાં ફરજિયાત એન્ટ્રી કરવાની સૂચના આપી છે. જેમાં અન્ડર 9, 11, 14 અને 17 એમ ચાર ગૃપમાં એન્ટ્રી કરવા સૂચના આપી છે. જેને લઇને આચાર્યો મૂંઝવણમાં મુકાઇ ગયા છે. હાલમાં એન્ટ્રી કરી દે પણ બાળકોને કઇ રમતમાં ભાગ લેવડાવવો તે પ્રશ્ન થઇ પડ્યો છે. પીટી શિક્ષકોને અભાવે બાળકો કસરત સહિતની રમતો ભૂલી ગયા છે. જિલ્લાની કોઇ પણ શાળામાં સ્વિમિંગ પૂલ, સ્કેટિંગ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન સહિતની રમતો માટેની કોઇ જ વ્યવસ્થા નથી. જ્યારે વ્યવસ્થા જ નથી તો બાળકો કેવી રીતે ટ્રેનિંગ આપવી તે પ્રશ્ન ઉઠ્યો છે, અને વગર ટ્રેનિંગે બાળકોને ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે કેવી રીતે મોકલવા તે પ્રશ્ન થઇ પડયો છે. 300થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓમાં માત્ર 24 ખેલ સહાયકની ભરતી છેલ્લા કેટલાય વર્ષોથી પીટી શિક્ષકોની ભરતી ન કરતાં ગત વર્ષે ભારે હોબાળો થયો હતો. તેમાંય ખેલ મહાકુંભના ભવ્ય પ્રચાર-પ્રસાર સામે શાળાઓમાં વ્યાયામ શિક્ષકો જ ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી સરકારે જ્ઞાન સહાયકની જેમ કોન્ટ્રાક્ટ બેઝ પર ખેલ સહાયક શિક્ષકોની ભરતી માટે મંજૂરી આપી હતી, પરંતુ શિક્ષક માટે ટેટની જેમ ખેલ સહાયક માટે સેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવ્યું હતું. જેના કારણે જિલ્લામાં માત્ર 24 ખેલ સહાયકો પસંદગી કરવામાં આવી હતી. પેચીદો પ્રશ્ન . શાળાઓમાં 70 ટકા રમતો રમાતી નથી, તો ભાગ કઇ રીતે લેવો ખેલ મહાકુંભ સ્વિમિંગ, સ્કેટિંગ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, જુડો, કુસ્તી, આર્ચરી, બાસ્કેટ બોલ, હોકી, શુટીંગ બોલ, જિમ્નાસ્ટીકસ જેવી રમતોનું આયોજન કરાય છે, પરંતુ જિલ્લાની 70 ટકા શાળામાં આવી એક પણ રમત રમાડાતી નથી. ત્યારે બાળકોને એવી રમતોમાં ભાગ લેવા માટે એન્ટ્રી કેવી રીતે કરાવવી તે પ્રશ્ન થઇ પડ્યો છે. સરખામણી . ગતવર્ષે 2.7 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું ખેલ મહાકુંભમાં ગતવર્ષે 2.7 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતુંઆણંદ જિલ્લામાં દર વર્ષે ખેલ મહાકુંભમાં પ્રાથમિક, હાઇસ્કૂલ સહિત માધ્યમિક વિભાગ મળીને સરેરાશ 2 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય છે. તેમાંથી 70 ટકા બાળકો ભાગ લે છે. બેંક એકાઉન્ટ કે આધાર કાર્ડ નંબર ખોટો હોય તો પણ ઈનામની રકમ જમા થતી નથી. ખેલ મહાકુંભમાં તમામ શાળાની એન્ટ્રીનો આદેશ ઉપરથી આવ્યો છે : ડીપીઇઓ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં દરેક શાળાને એન્ટ્રી કરવાના આદેશ ઉપરથી આવ્યો છે. જેથી તમામ શાળાને જાણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોડેલની રાજકોટમાં દુષ્કર્મની ફરિયાદ, આરોપીનો વડોદરામાં આત્મહત્યાનો પ્રયાસ:ICUમાંથી કહ્યું-માનસિક ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું, પત્ની બોલી-મારા પતિને ફસાવ્યા, ઘરેણાં-કોસ્મેટિક લેવડાવ્યા
    Next Article
    'ફ્લાઇટને ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી':'ફ્રી પેલેસ્ટાઇન'ની પત્રિકાઓ અને મનમાં ઝેર, જાણો કટ્ટરપંથી કો-પાઇલટ અલ હમામીના ખતરનાક આતંકી કાવતરાનો ખુલાસો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment