Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં યુનિયન બેંક સાથે 1.45 કરોડની છેતરપિંડી:બનાવટી દસ્તાવેજો રજૂ કરીને લોન લઈને ધંધાના યુનિટ બંધ રાખ્યા, 6 સામે ગુનો નોંધાયો

    16 hours ago

    વડોદરા શહેરમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બાજવા બ્રાન્ચમાંથી વર્ષ 2020થી 2025 દરમિયાન અલગ-અલગ બિઝનેસ માટે લોન મેળવીને ધંધાના યુનિટ બંધ રાખી સ્ટોક અને મશીનરી સ્થળ પર નહીં રાખવા તેમજ બનાવટી દસ્તાવેજો અને બિલ રજૂ કરી બેંક સાથે છેતરપિંડી આચરી છે. આ સમગ્ર મામલે 6 આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી એકબીજાની મદદથી બેંકને કુલ રૂ.1,45,12,056ની લોનની લેણી રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવટી બિલો રજૂ કરીને લોન લઈ લીધી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પ્રીતી ટ્રેડર્સના પ્રોપરાઈટર પ્રીતી સમીર ખત્રીએ ધંધા માટે 9.80 લાખ રૂપિયાની કેશ ક્રેડિટ લોન મેળવી હતી. જોકે ધંધાનું યુનિટ બંધ રાખી સ્ટોકના સ્ટેટમેન્ટ, ફેબ્રિકેશન સહિતના બનાવટી દસ્તાવેજો રજૂ કરી બેંક સાથેના હાઈપોથીકેશન એગ્રીમેન્ટનો ભંગ કર્યો હતો. લોન માટે દર્શાવવામાં આવેલી વસ્તુઓ સ્થળ પર નહીં રાખી બનાવટી બિલો રજૂ કર્યા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના પગલે બેંકની 11,79,097 રૂપિયાની રકમ વ્યાજ સાથે બાકી છે. યુનિયન બેંક સાથે 1.45 કરોડની છેતરપિંડી આ તમામ આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે ભેગા મળી સ્ટોકના સ્ટેટમેન્ટ, ફેબ્રિકેશનના દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ, પ્રોફોર્મા ઇન્વોઇસ અને બનાવટી બિલો તૈયાર કરી સાચા દસ્તાવેજો તરીકે બેંકમાં રજૂ કર્યા હતા. લોનની રકમ મેળવ્યા બાદ વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી એકબીજાને મદદગારી કરી હોવાનો પણ આક્ષેપ છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બાજવા બ્રાન્ચને કુલ રૂ.1,45,12,056ની લોનની લેણી રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં દ્વારકાધીશ મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન:ટ્રસ્ટીઓ અને મનોરથીઓ દ્વારા દરરોજ અવનવા હિંડોળા મનોરથ સંપન્ન
    Next Article
    વાપીમાં બે મહિનાથી પગાર ન મળતા દંપતીનો આપઘાતનો પ્રયાસ:સોશિયલ મીડિયા પોસ્ટથી ડુંગરા પોલીસે બંનેને બચાવ્યા, બાકી પગાર પણ શેઠ પાસેથી અપાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment