Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન ખરીદી કરતા પહેલા ચેતજો:રાજકોટના વેપારીએ ઈન્ડિયા માર્ટ પર ઇન્કવાયરી કરતા અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલ આવ્યો, 14.40 લાખના ટીએમટી સળીયાનો ઓર્ડર આપતા ગઠિયાએ માલ ન મોકલી છેતરપિંડી આચરી

    3 days ago

    ડિજિટલ ઇન્ડિયા તરફ દેશ આગળ તો વધી રહ્યો છે પરંતુ તેની સાથે સાથે સાયબર ગઠિયાઓ દ્વારા તકનો લાભ ઉઠાવી રોજબરોજ અસંખ્ય લોકો સાથે છેતરપિંડીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. રાજકોટમાં વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ નજીક સરધાર ગામે રહેતાં અને RCC રો મટીરીયલ્સના વેપાર સાથે સંકળાયેલા વેપારી સાથે TMT સળીયાના નામે રૂ.14.40 લાખની છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ નજીક સરધાર ગામે સ્વામીનારાયણ મંદિરની બાજુમાં રહેતાં હીરેનભાઈ હરેશભાઈ કાશીપરા (ઉ.વ.28)એ જણાવ્યું હતું કે, તે તેમના ભાગીદાર મીલનભાઈ ચાચડીયા અને ચંદુભાઈ ગમારા સાથે મળી ઉમા શક્તિ એન્ટરપ્રાઇઝ નામે RCC રો-મટીરીયલ્સનો વ્યવસાય કરે છે. ગત ડિસેમ્બર 2025માં ઓનલાઇન ઈન્ડિયા માર્ટ પર 8MM ટીએમટી સળીયા માટે ઇન્કવાયરી કરી હતી. ત્યારબાદ તા.01.01.2026ના રોજ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે કેશવ ઝા, કેશવ એન્ટરપ્રાઇઝમાંથી વાત કરતા હોવાનું અને ટાટા, JSW, દુર્ગાપુર જેવી કંપનીઓના ડીલર હોવાનું જણાવ્યું હતું જેથી તેમની સાથે માલ ખરીદી બાબતે વાતચીત થઇ હતી જેમાં રૂ.14.40 લાખમાં 30 ટન માલ લેવા સોદો નક્કી થયો હતો. આ પછી તા.14.01.2026ના RTGS મારફત તેમના યુનીયન બેંકના એકાઉન્ટમાં રૂ.14.40 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપી સાથે સંપર્ક કરતા તેણે માલ મોકલવા બાબતે અલગ અલગ બહાના બતાવ્યા અને માલ મોકલ્યો ન હતો અને બાદમાં ફોન ઉપાડવાનું પણ બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. જો કે આ પછી તેમની સાથે ફ્રોડ થયાની જાણ થતા 1930 ઓનલાઇન હેલ્પ લાઈનમાં જાણ કરી અરજી કરતા હાલ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોડેલીમાં નકલી બિયારણથી મગનો પાક નિષ્ફળ:મોરખલાની દુકાનમાંથી ખરીદેલું બિયારણ ખામીયુક્ત નીકળ્યું, 60 વીઘામાં નુકસાન
    Next Article
    યશ પીપળીયાએ 99.99 PR મેળવ્યા:SSC બોર્ડ 2026માં ગુજરાતમાં પ્રથમ સ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment