Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપરની 144 વર્ષ જૂની પ્રાચીન ગરબીનો આજે પણ દબદબો:260 બાળાઓ અને 20 જેટલા રાસ આકર્ષણનું કેન્દ્ર, દેશી વાજિંત્રોના તાલે રજૂ કરે છે માતાજીના રાસ

    1 day ago

    વર્તમાન સમયમાં નવરાત્રી દરમિયાન અર્વાચીન ડાંડિયા રાસ અને આધુનિક આયોજનોનો ક્રેઝ વધી રહ્યો છે. અનેક સ્થળોએ ઝાકઝમાળ, મોંઘા આયોજન અને મોજશોખ વચ્ચે નવરાત્રીની ભક્તિ અને આરાધનાનું મૂળ સ્વરૂપ ક્યાંક પાછળ રહી જતું હોય તેવો માહોલ જોવા મળે છે. જોકે, મોરબીના માધાપર વિસ્તારમાં આજે પણ 144 વર્ષથી વધુ જૂની પ્રાચીન ગરબીની પરંપરા જળવાઈ રહી છે. અહીં માતાજીની આરાધના સાથે પરંપરાગત રાસની રમઝટ બોલાવવામાં આવે છે. આ ગરબીમાં બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવતા વિવિધ રાસ નિહાળવા માટે મોટી સંખ્યામાં મોરબીવાસીઓ ઉમટી પડે છે. 260 બાળાઓ અને 20 જેટલા રાસ આકર્ષણનું કેન્દ્ર માધાપર ગરબી મંડળના પ્રમુખ મોતીભાઈ પરમારના જણાવ્યા અનુસાર, માઁ શક્તિના ચાચર ચોકમાં આશરે 260 બાળાઓ અલગ-અલગ ગ્રુપમાં 20 જેટલા અવનવા રાસ રજૂ કરે છે. આ પ્રાચીન ગરબીની વિશેષતા એ છે કે અહીં આધુનિકતાના નામે ભપકો કે દેખાડાને બદલે પરંપરાગત પદ્ધતિથી માતાજીની આરાધના કરવામાં આવે છે. બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવતા વિવિધ રાસમાં પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો સમન્વય જોવા મળે છે. હિન્દુ અને મુસ્લિમ બાળાઓ સાથે મળીને કરે છે માતાજીની આરાધના આ પ્રાચીન ગરબીની સામાજિક એકતાને ઉજાગર કરતી વિશેષતા એ છે કે તેમાં માત્ર હિન્દુ બાળાઓ જ નહીં, પરંતુ મુસ્લિમ બાળાઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને માતાજીના ગરબા પર વિવિધ રાસ રજૂ કરે છે. ગરબીની આયોજક ટીમનાં સભ્ય નિર્મલાબેન હડિયલના જણાવ્યા અનુસાર, વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ ઉત્સાહભેર જાળવી રાખવામાં આવી છે. ધર્મના ભેદભાવથી ઉપર ઊઠીને બાળાઓ એકસાથે રાસ રજૂ કરે છે, જે સામાજિક સદભાવ અને સાંસ્કૃતિક એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. દેશી વાજિંત્રો સાથે ગરબીની રમઝટ, બહારથી ગાયક કે કલાકારોને બોલાવાતા નથી માધાપરની પ્રાચીન ગરબીમાં તબલાં, હાર્મોનિયમ, ઢોલ, ડોકડ અને મંજિરાં સહિતનાં પરંપરાગત દેશી વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગરબીની ખાસિયત એ છે કે ગરબા ગાવા માટે બહારથી કોઈ ગાયકને બોલાવવામાં આવતા નથી કે વાજિંત્રો વગાડવા માટે પણ બહારના કલાકારોની સેવા લેવામાં આવતી નથી. માધાપર વિસ્તારમાં રહેતા પરિવારોની બહેનો, દીકરીઓ અને પુત્રવધૂઓ જ માતાજીના ગરબા ગાય છે. જ્યારે આ જ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારોના કલાકારો કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર વાજિંત્રો વગાડીને ગરબાને તાલ આપે છે. સ્થાનિક લોકોના સહયોગથી ચાલતી આ પરંપરા ગરબીને વિશિષ્ટ ઓળખ અપાવે છે. એક મહિના અગાઉથી તૈયારીઓ, દાતાઓ પણ આપે છે ખુલ્લા હાથે સહયોગ ગરબીમાં બાળાઓ દ્વારા વિવિધ રાસની રજૂઆત કરવા માટે એક મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. બાળાઓને રાસની તાલીમ આપવાથી લઈને વિવિધ ગ્રુપની રજૂઆતો તૈયાર કરવા સુધીની કામગીરી આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે. ગરબીના આયોજન અને બાળાઓને લહાણી આપવા માટે દાતાઓ પણ ખુલ્લા હાથે દાન આપે છે. સ્થાનિક લોકોનો સહયોગ, બાળાઓનો ઉત્સાહ અને આયોજકોની મહેનતના પરિણામે 144 વર્ષથી વધુ જૂની આ પરંપરા આજે પણ જીવંત રહી છે. ધુણીયો રાસ અને અઘોર નગારા રાસ જોઈને ભાવિકો મંત્રમુગ્ધ આ પ્રાચીન ગરબીમાં બાળાઓ દ્વારા ધુણીયો રાસ, અઘોર નગારા રાસ સહિતના વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે. પરંપરાગત વેશભૂષા, દેશી વાજિંત્રોનો તાલ અને બાળાઓની લયબદ્ધ રજૂઆતથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. આ રાસ નિહાળવા આવેલા લોકો પણ બાળાઓની કલા અને ભક્તિ જોઈને અભિભૂત થઈ જાય છે. ખર્ચાળ આયોજનો વચ્ચે સાચી ભક્તિ અને આરાધનાનો સંદેશ આજના સમયમાં નવરાત્રીના આયોજનોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે માધાપરની પ્રાચીન ગરબી સાદગી, પરંપરા અને ભક્તિનું મહત્ત્વ સમજાવે છે. અહીં કોઈ દેખાડા વગર સ્થાનિક બાળાઓ, ગાયિકાઓ અને શ્રમજીવી કલાકારોના સહયોગથી માતાજીની આરાધના કરવામાં આવે છે. ધુણીયો રાસ અને અઘોર નગારા રાસ જેવી રજૂઆતો નિહાળીને ઉપસ્થિત લોકોના મુખમાંથી સહજ રીતે નીકળી પડે છે કે સાચી નવરાત્રી તો આને કહેવાય, જ્યાં મોજશોખ કરતાં ભક્તિ અને આરાધનાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આમ, મોરબીના માધાપરની 144 વર્ષથી વધુ જૂની પ્રાચીન ગરબી આજની પેઢીને પરંપરા, સંસ્કૃતિ અને સાચી ભક્તિનો વારસો જાળવી રાખવાનો સંદેશ આપી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અજય મોદી ટ્રાવેલ્સની ઓફિસમાં યાત્રાળુઓ માટે ગરબાનું આયોજન, અમદાવાદના વસ્ત્રાપુરમાં અયોધ્યા, ચિત્રકૂટ અને વારાણસી જતા ભક્તો માટે ખાસ વ્યવસ્થા
    Next Article
    નારોલની મીલમાંથી સબસીડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું:ફેક્ટરીમાંથી 119 બોરી ખેતીલાયક નીમ કોટેડ યુરિયા ખાતર જપ્ત, બે સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment