Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ સિલિન્ડર મામલે સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં:14.2Kgનો સિલિન્ડર 10Kgનો થાય એવી શક્યતા; યુદ્ધની સ્થિતિમાં ગેસ ક્રાઇસિસ મામલે 'પ્લાન-B' હોઈ શકે

    1 week ago

    પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલનો પુરવઠો ચુસ્ત બની ગયો છે. આનાથી ભારતમાં તેલ અને ગેસની આયાત ઘટી ગઈ છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, હવે સરકારી કંપનીઓ ઘરમાં ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં એલપીજીની માત્રા ઘટાડવા પર વિચાર કરી રહી છે. 14.2 કિલોના સિલિન્ડરમાં ફક્ત 10 કિલો ગેસ જ આપી શકાય છે. આનો હેતુ એલપીજી બચાવવાનો અને વધુને વધુ ઘરો સુધી પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. ઈટીના એક રિપોર્ટમાં ઉદ્યોગના અધિકારીઓને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો છે. કંપનીઓના અંદાજ મુજબ, મર્યાદિત સભ્યોવાળા પરિવારમાં 14.2 કિલોનો સિલિન્ડર લગભગ 35 થી 40 દિવસ ચાલે છે. આ હિસાબે જોઈએ તો 10 કિલોનો સિલિન્ડર લગભગ એક મહિના માટે પૂરતો છે. આનાથી સંકટના સમયે વધુને વધુ લોકો સુધી ગેસ પહોંચાડી શકાય છે. કેટલા રૂપિયા ભાવ હશે? અધિકારીઓનું કહેવું છે કે જો આ યોજના લાગુ કરવામાં આવે તો સિલિન્ડર પર એક નવું સ્ટીકર લગાવવામાં આવશે. આનાથી ખબર પડશે કે સિલિન્ડરમાં ઓછો ગેસ છે. ગેસની માત્રા મુજબ તેની કિંમત પણ નક્કી થશે. બોટલિંગ પ્લાન્ટને પોતાની વેઇંગ સિસ્ટમ્સમાં ફેરફાર કરવો પડશે અને આ માટે કેટલાક રેગ્યુલેટરી એપ્રુવલ્સની પણ જરૂર પડશે. જોકે કંપનીઓને એ વાતની પણ ચિંતા છે કે સિલિન્ડરના વજનમાં અચાનક ઘટાડો થવાથી ગૂંચવણ ઊભી થઈ શકે છે. લોકો તેનો વિરોધ કરી શકે છે અને ખાસ કરીને એ રાજ્યોમાં મુશ્કેલી થઈ શકે છે જ્યાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ અધિકારીઓએ સાથે જ ચેતવણી પણ આપી છે કે આવતા મહિને સ્થિતિ વધુ વિકટ બની શકે છે. આવા સંજોગોમાં કંપનીઓ પાસે મર્યાદિત વિકલ્પો રહેશે. દેશમાં એલપીજીની સ્થિતિ સતત ચિંતાજનક બની રહી છે. ટાઈટ સપ્લાઈ આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે….
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં થોડીવારમાં PM મોદીનું સંબોધન:મિડલ ઈસ્ટની પરિસ્થિતિ વિશે વાત કરશે: ગઈકાલે કહ્યું હતું- દેશમાં કાળાબજારી ચલાવી દેવામાં આવશે નહીં
    Next Article
    પોલીસ કોન્સ્ટે.નું દારુ પી ડીંગલ, લારી વાળા સાથે ધમાલ મચાવી:લોકોએ લમધારી કપડાં ફાડી નાંખ્યા, કારમાંથી શરાબની 3 બોટલ અને ગંજીફા મળ્યા, અમદાવાદના કણભાના કુહા ગામની ઘટના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment