Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોર્ડ્સમાં 142 વર્ષમાં પહેલી મહિલા ટેસ્ટ રમાશે:ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી મુકાબલો; 31 વર્ષથી ઇંગ્લિશ ટીમ ભારતને હરાવી શકી નથી

    1 day ago

    ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા લોર્ડ્સ પર પહેલીવાર મહિલા ટેસ્ટ રમાશે. 21-23 જુલાઈ 1884ના રોજ અહીં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેન્સ ટેસ્ટ મેચ રમાઈ હતી. તેના 142 વર્ષ પછી હવે આ મેદાન પર વુમન્લાસ ટેસ્ટ મેચ રમાશે, જેમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આમને-સામને હશે. આ મહિલા ક્રિકેટ ઇતિહાસની 153મી ટેસ્ટ મેચ હશે. ઇંગ્લેન્ડની મહિલા ટીમે 1937થી અત્યાર સુધી દેશના 19 મેદાનો પર 55 ટેસ્ટ રમી છે. લોર્ડ્સ આ યાદીમાં સામેલ થનારું 20મું મેદાન બનશે. ભારત 1995 પછી ઇંગ્લેન્ડ સામે કોઈ ટેસ્ટ હાર્યું નથી. ઇંગ્લેન્ડની ધરતી પર રમાયેલી 9 ટેસ્ટમાં પણ ભારતને હાર મળી નથી. મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. મહિલા ટેસ્ટ ચાર દિવસની હોય છે અને દરરોજ ઓછામાં ઓછી 100 ઓવર ફેંકવામાં આવે છે. ભારતનું પલડું ભારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 15 મહિલા ટેસ્ટ રમાઈ છે. જેમાંથી ભારતે 3 અને ઇંગ્લેન્ડે 1 મેચ જીતી છે, જ્યારે 11 મેચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ટેસ્ટ ડિસેમ્બર 2023માં નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ત્યારે ભારતે ઇંગ્લેન્ડને 347 રનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડમાં બંને ટીમ છેલ્લીવાર જૂન 2021માં બ્રિસ્ટલમાં ટકરાઈ હતી. તે મેચ ડ્રો રહી હતી. ભારતે ઈંગ્લેન્ડ સામેની તેની છેલ્લી ચાર ટેસ્ટમાંથી ત્રણ જીતી છે. હરલીન, શ્રી ચરણી અને નંદની પહેલીવાર ટેસ્ટ ટીમમાં ભારતે હરલીન દેઓલ, સ્પિનર શ્રી ચરણી અને ફાસ્ટ બોલર નંદની શર્માને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ કર્યા છે. જોકે, ઓપનર પ્રતિકા રાવલ ઘૂંટણની ઈજાને કારણે આ મેચ રમી શકશે નહીં. મંધાના અને સ્નેહ રાણા પર રહેશે નજર સ્મૃતિ મંધાના ભારતીય બેટિંગની સૌથી મોટી આશા હશે. તેણે 8 ટેસ્ટમાં 48.84ની સરેરાશથી 635 રન બનાવ્યા છે. બોલિંગમાં સ્નેહ રાણા ટીમની સૌથી અનુભવી સ્પિનર ​​છે. તેણે 5 ટેસ્ટમાં 24 વિકેટ લીધી છે. ટેમી બ્યુમોન્ટ રમશે કારકિર્દીની છેલ્લી ટેસ્ટ લોર્ડ્સ ટેસ્ટ ટેમી બ્યુમોન્ટની કારકિર્દીનો છેલ્લો મુકાબલો હશે. તેણે આ મેચ પછી 17 વર્ષ લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. બ્યુમોન્ટ ઇંગ્લેન્ડની એકમાત્ર મહિલા ક્રિકેટર છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. બ્યુમોન્ટે 2023માં ઓસ્ટ્રેલિયા સામે 208 રનની ઇનિંગ રમી હતી. તેણે અત્યાર સુધી 11 ટેસ્ટની 18 ઇનિંગ્સમાં 34.00ની સરેરાશથી 612 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડે પણ ઘણા નવા ચહેરાઓને તક આપી ઇંગ્લેન્ડે એલિસ કેપ્સી, વિકેટકીપર એલી થ્રેલકેલ્ડ, ગ્રેસ પોટ્સ, મેડી વિલિયર્સ અને 18 વર્ષીય સ્પિનર ટિલી કોર્ટિન-કોલમેનને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કર્યા છે. ઓફ સ્પિનર ​​ચાર્લી ડીનને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપ્યો છે. હેથર નાઈટ ઇંગ્લેન્ડની સૌથી અનુભવી બેટર્સમાંની એક છે. તેણે 14 ટેસ્ટમાં 42.17ની સરેરાશથી 970 રન બનાવ્યા છે. જ્યારે ડાબા હાથની સ્પિનર સોફી એક્લેસ્ટોન 9 ટેસ્ટમાં 40 વિકેટ લઈને ટીમની સૌથી સફળ બોલર છે. લોર્ડ્સમાં 150 મેન્સ ટેસ્ટ રમાઈ ચૂકી છે લોર્ડ્સમાં અત્યાર સુધીમાં 150 મેન્સ ટેસ્ટ રમાઈ ચૂક્યા છે. ઇંગ્લેન્ડમાં સૌથી વધુ 9 મહિલા ટેસ્ટ વોર્સેસ્ટરના ન્યૂ રોડ મેદાન પર રમાઈ છે. ધ ઓવલમાં 6, જ્યારે ટોન્ટન અને સ્કારબોરોમાં 5-5 મહિલા ટેસ્ટ રમાઈ છે. 2023માં ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો લોર્ડ્સમાં મહિલા ટેસ્ટ કરાવવાનો નિર્ણય 2023ના એક રિપોર્ટ બાદ લેવામાં આવ્યો હતો. જૂન 2023માં ઇન્ડિપેન્ડન્ટ કમિશન ફોર ઇક્વિટી ઇન ક્રિકેટ (ICEC)એ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે લોર્ડ્સ પર ક્યારેય મહિલા ટેસ્ટ ન થવો એ લિંગ અસમાનતા દર્શાવે છે. રિપોર્ટમાં તેને ખૂબ જ ખરાબ સ્થિતિ ગણાવવામાં આવી હતી. 1976માં રમાયો હતો પ્રથમ મહિલા વન-ડે લોર્ડ્સમાં પ્રથમ મહિલા વન-ડે 4 ઑગસ્ટ 1976ના રોજ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઇંગ્લેન્ડે આ મુકાબલો 8 વિકેટે જીત્યો હતો. તે સમયે ટીમની કેપ્ટન રેચલ હેહો ફ્લિન્ટ હતી. તેના સન્માનમાં લોર્ડ્સના એક ગેટનું નામ રાખવામાં આવ્યું છે. તે સમયે મહિલા ક્રિકેટરો સ્કર્ટ પહેરીને રમતી હતી. તે મેચમાં ઇંગ્લેન્ડની ખેલાડી મેગન લિયરે બાદમાં કહ્યું હતું કે લોર્ડ્સના ઘાસ પર પગ મૂકવો એ મહિલા ક્રિકેટરો માટે ચંદ્ર પર ઉતરવા જેવો અનુભવ હતો. બંને ટીમની સ્ક્વોડ ભારત (IND): હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરણી, રેણુકા સિંહ, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, સયાલી સતઘારે, પ્રિયા પુનિયા. ઇંગ્લેન્ડ (ENG): નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), ટેમી બ્યુમોન્ટ, હીથર નાઇટ, સોફી એક્લેસ્ટોન, એમી જોન્સ (વિકેટકીપર), લૌરેન બેલ, માઇયા બુશિયર, એમ્મા લેમ્બ, એલિસ કેપ્સી, ગ્રેસ પોટ્સ, લૌરેન ફિલર, એલી થ્રેલકેલ્ડ, મેડી વિલિયર્સ, ટિલી કોર્ટિન-કોલમેન, ઇસી વોન્ગ.
    Click here to Read More
    Previous Article
    Just 3 shots a year: Questions you must ask doctor before switching to cholesterol injections
    Next Article
    સેન્સેક્સ 828 પોઈન્ટ વધીને 77,569 પર બંધ:નિફ્ટીમાં 244 પોઈન્ટનો ઉછાળો રહ્યો; બેંક અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment