Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ યાર્ડમાં 1400 વાહનોનો ખડકલો:દિવાળીનાં તહેવારો બાદ ચાલુ સીઝનમાં સૌથી વધારે 2 લાખ મણ મગફળીની આવક, સોયાબીન અને કપાસની પણ આવક

    8 hours ago

    રાજકોટ યાર્ડમાં દિવાળીના તહેવારોની રજા બાદ હવે કૃષિ જણસીઓ-ખાસ કરીને મગફળીની આવકમાં ધરખમ વધારો શરૂ થયો હોય તેમ આજે સિઝનની સૌથી વધારે બે લાખ મણ મગફળી ઠલવાઈ હતી. જેને લઈને ચારેબાજુ મગફળીનાં ખડકલા જોવા મળ્યા હતા. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 1400થી વધુ વાહનોનો ખડકલો થયો હતો. જેમાં મગફળી, સોયાબીન, કપાસ, જીરૂની સૌથી વધુ આવકો હતી. યાર્ડનાં ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યા મુજબ આજે માત્ર મગફળીમાં બે લાખ મણ જેટલી આવક થઈ છે. જે ચાલુ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ છે. ખેડૂતોને અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ પ્રકારની ગોઠવણ પ્રાપ્ત વિગત મુજબ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડુતોનો માલ યોગ્ય સ્થળે રાખવા અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ ગોઠવણ કરવામાં આવી હતી. ખરીફ સીઝન વખતે ખાસ કરીને દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ આવકો જોર પકડતી હોય છે. આ વખતે પણ દિવાળીના 10 દિવસે આવકને વેગ મળ્યો છે. મગફળીનાં ઉત્પાદનમાં વર્ષે કાપ છે. છતા પાક પ્રમાણમાં નોંધપાત્ર હોવાથી આવકોનું જોર રહ્યું છે. આ ઉપરાંત કપાસની 8000 મણ, સોયાબીનની 15000 મણ, તલની 6500 મણની આવકો મુખ્ય હતી. ઘઉંની આવક 4000 મણ, ચણાની 7200 મણ, જીરૂની 5300 મણ, અડદની 4300 મણ તથા લસણની 4300 મણની આવક હતી. યાર્ડમાં મગફળીની સવા લાખ ગુણીની આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હરરાજીમાં મગફળીના ભાવ રૂ. 1235થી 1771 સુધી રહ્યા હતા. તલના રૂ. 3050થી 3550 હતા. સોયાબીનનાં રૂ. 1390થી 1561, રાયડાના રૂ. 1450થી 1778, જીરૂના રૂ. 4800થી 5250 ચણાના રૂ. 1440થી 1140 તથા કપાસનાં રૂ. 1775 થી 1800 રહ્યા હતા. વેપારીઓનાં કહેવા પ્રમાણે રાજકોટ ઉપરાંત ગોંડલ યાર્ડમાં પણ મગફળીના ઢગલા હતા. સવા લાખ ગુણીની આવક થઈ હતી. રાજકોટ કરતાં ગોંડલમાં મગફળીનાં વેપાર વધુ થતા હોય છે અને આવક પણ વધુ રહેતી હોય છે. ગોંડલમાં મોટાભાગની આવકના વેપાર થઈ જાય છે. જયારે રાજકોટમાં ઘણીવાર એકાદ-બે દિ પડતર રહે છે.
    Click here to Read More
    Previous Article
    લીલી પરિક્રમા પૂર્વે ભવનાથમાં ભાવિકોનો ઘસારો, એસ.ટી,નું આયોજન:ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે જ ભવનાથમાં યાત્રિકો ઉમટ્યા; એસ.ટી. વિભાગ દ્વારા 450 બસોનું સંચાલન અને વિશેષ સુવિધાઓ ગોઠવાઈ
    Next Article
    बिजनौर में बंधन बैंक्विट हॉल को लेकर फैल रही है अफवाहे, आखिर कौन फैला रहा है ऐसी अफवाहे

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment