Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.1400માં ટ્રેક્ટરના ડીઝલ અને બિયારણનો ખર્ચ પણ ન નીકળે:સરકારે દુષ્કાળના નામે વીઘે જાહેર કરેલા રૂ.1400ને ખેડૂતોએ મશ્કરી સમાન ગણાવ્યા

    1 day ago

    પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ સરકારે જાહેર કરેલી સહાય સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂત આગેવાન મેરૂભાઈ ઓડેદરાએ વીઘે રૂ.1400ની સહાયને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. મેરૂભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે આખા વર્ષની ખેતી, બિયારણ, ખાતર, ડીઝલ અને અન્ય ખર્ચ કર્યા બાદ કુદરતી આફતનો સામનો કરતા ખેડૂતોને મળતી સહાય અપૂરતી છે. વીઘે રૂ.1400ની રકમમાં ટ્રેક્ટરના ડીઝલ અને બિયારણનો ખર્ચ પણ નીકળતો નથી. ખેડૂતદીઠ મહત્તમ રૂ.17 હજારની સહાયથી પરિવારનું ગુજરાન અને ખેતીનો ખર્ચ ચલાવવો મુશ્કેલ છે. તેમણે પશુઓના નિભાવ માટે બે મહિના સુધી પ્રતિ પશુ રૂ.80ની સહાય જાહેર કરવાના નિર્ણય સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. બે મહિના બાદ પશુઓના ઘાસચારા અને નિભાવનો ખર્ચ કેવી રીતે પૂરો થશે તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો. ગત અતિવૃષ્ટિમાં રૂ.44 હજાર અને દુષ્કાળમાં માત્ર રૂ.17 હજાર ! ગત વર્ષે પાછોતરો વરસાદ થયો હતો ત્યારે ખેડૂતોના ખેતરો ધોવાયા હતા અને અતિવૃષ્ટિ જાહેર થતા ગત વર્ષે 1 હેક્ટર દીઠ રૂ.22 હજાર અને 2 હેક્ટરે રૂ.44 હજાર સરકારે સહાય આપી હતી જ્યારે આ વખતે દુષ્કાળ હોવા છતાં સરકારે મહતમ રૂ.17 હજાર જાહેર કર્યા છે. 1 વિધે 40 કિલો બિયારણ, ખાતર, ડીઝલનો હિસાબ કરીએ તો પણ પર વિધે રૂ.8 થી 9 હજારનો ખર્ચ થયેલ છે. સરકારની આ સહાય ખેડૂતો માટે લોલીપોપ સમાન કહેવાય. > હિતેશ મોઢવાડીયા, ખેડૂત આગેવાન, મોઢવાડા સંપૂર્ણ દેવું માફ કરો‎નહીતો આંદોલન‎ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા, પશુઓની નિભાવ સહાય નવી સીઝન આવે ત્યાં સુધી ચાલુ રાખવા અને વાસ્તવિક નુકસાન મુજબ વળતર આપવાની ખેડૂતો વતી મારી માગ છે. માંગણીઓ નહીં સંતોષાય તો ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચેતવણી પણ તેમણે આપી છે. >મેરુભાઈ ઓડેદરા, ખેડૂત આગેવાન, ઠોયાણા ‎દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા ભાસ્કરે પણ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો‎ જિલ્લામાં ઓછા વરસાદથી ખેતી, પીવાના પાણી અને પશુઓના ઘાસચારાની સર્જાયેલી કટોકટી‎અંગે પોરબંદર દિવ્ય ભાસ્કર દ્વારા સતત અહેવાલો પ્રકાશિત કર્યા હતા. ચોમાસું પૂર્ણ થવા છતાં‎વરસાદની ઘટ અને પાક નિષ્ફળ જવાની સ્થિતિને ઉજાગર કરવામાં આવી હતી.‎
    Click here to Read More
    Previous Article
    મેંદરડાના વ્રજ મેડિકલમાં નશાનો કારોબાર:પોલીસે સીરપની 30 બોટલ સાથે જોષીપરાનો યુવક ઝડપાયો
    Next Article
    પોરબંદરમાં ફરસાણના 24 વેપારીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા:5 ધંધાર્થીનું 16 કિલો દાઝેલું તેલ સ્થળ પર જ નષ્ટ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment