Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓડિશાથી ટ્રેન મારફતે લેવાયેલું 1.40 લાખનું બ્રાઉન સુગર ઝડપાયું:સચિન પોલીસે ITIના વિદ્યાર્થી સહિત 3 યુવકોને દબોચ્યા, કમિશનરની લાલચે ડ્રગ્સ હેરાફેરી

    1 day ago

    સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ વચ્ચે સચિન પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સચિન પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સચિન દૂરદર્શન ટાવરથી વાંઝ તરફ જતા રોડ પર આવેલા રામાધણી ટી-સ્ટોલ નજીકથી ત્રણ શંકાસ્પદ શખ્સોને ઘેરી લેવામાં આવ્યા હતા. પોલીસે તલાશી લેતાં તેમની પાસેથી 1,40,400ની કિંમતનું 7.02 ગ્રામ માદક પદાર્થ ‘બ્રાઉન સુગર’ મળી આવ્યું હતું. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઓડિશાના વતની એવા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નોકરી કરતો યુવક અને ઓડિશાથી આવેલા બે કેરિયર પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપીઓમાં 22 વર્ષીય કરણ મનોજકુમાર સ્વાંઈ (રહે. ઉમિયાનગર, ગુ.હા.બોર્ડ, કનકપુર-કનસાડ, સચિન, સુરત; મૂળ ગંજામ, ઓડિશા), 19 વર્ષીય ચંદ્રશેખર પદ્મનાભ પંચાનન મહારાણા (રહે. દ્વારગામ, ગંજામ, ઓડિશા) અને 21 વર્ષીય જીબાન જ્યોતી ઉર્ફે વિક્કી અજયકુમાર શાહુ (રહે. ઠાકુર પટના, કેન્દ્રપાડા, ઓડિશા)નો સમાવેશ થાય છે. કરણ સચિન વિસ્તારમાં ભાડે રહી નોકરી કરતો હતો, જ્યારે અન્ય બે યુવાનો ટ્રેન મારફતે આ પ્રતિબંધિત જથ્થો લઈને સુરત પહોંચ્યા હતા અને કરણને ડિલિવરી આપવા ઊભા હતા. ચીનમય શેટ્ટીએ મોકલ્યો હતો ડ્રગ્સનો કન્સાઇનમેન્ટ પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સચિનમાં રહેતા કરણ સ્વાંઈએ ઓડિશામાં રહેતા મુખ્ય સપ્લાયર ચીનમય શેટ્ટી પાસેથી આ બ્રાઉન સુગર મંગાવ્યું હતું. ચીનમય શેટ્ટીએ ચંદ્રશેખર અને જીબાન જ્યોતીને સુરત જઈને કરણને માલ સોંપવા સૂચના આપી હતી. બંને આરોપીઓ રેલવે માર્ગે માદક દ્રવ્યોનો જથ્થો છુપાવીને સુરત સ્ટેશને ઉતર્યા બાદ સચિન પહોંચ્યા હતા, જ્યાં ડિલિવરી થાય તે પહેલાં જ બાતમી મળતાં સચિન પોલીસે ત્રણેયને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સુરતમાં છૂટક વેચાણનું નેટવર્ક ઊભું કરવાનો કારસો તપાસમાં સામે આવ્યું છે કે કરણ સ્વાંઈ સુરત અને સચિન ઔદ્યોગિક વિસ્તારના સ્થાનિક ગ્રાહકો તથા શ્રમિકોને ઊંચા ભાવે છૂટક વેચાણ કરવા માટે આ બ્રાઉન સુગર મંગાવતો હતો. અત્યાર સુધી પોલીસ તપાસમાં ઓડિશાથી મોટાપાયે ગાંજાની દાણચોરી થતી હોવાના કિસ્સા સામે આવતા હતા, પરંતુ હવે ઓડિશાથી સુરતમાં સીધું બ્રાઉન સુગર મોકલવાનું શરૂ થયું હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય સ્થાનિક ખરીદદારોની પણ વિગતો મેળવવામાં આવી રહી છે. આઈટીઆઈ કરતો યુવાન બન્યો ડ્રગ્સ પેડલર પોલીસ તપાસમાં વધુ એક દુઃખદ પાસું એ બહાર આવ્યું છે કે ઝડપાયેલો 21 વર્ષીય જીબાન જ્યોતી ઉર્ફે વિક્કી આઈટીઆઈ (ITI)નો અભ્યાસ કરી રહ્યો છે. બંને કેરિયર યુવાનો આર્થિક જરૂરિયાત અને ઝડપી પૈસા કમાવવાની લાલચમાં ફસાયા હતા. મુખ્ય સૂત્રધાર ચીનમય શેટ્ટીએ તેમને માત્ર સુરત સુધી માલ પહોંચાડવા બદલ ₹10,000થી ₹15,000ના રોકડ કમિશનની લાલચ આપી હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ફરાર મુખ્ય સૂત્રધાર ચીનમય શેટ્ટીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ત્રણ અલગ-અલગ ગુનામાં વોન્ટેડ ત્રણ આરોપીઓ ઝડપાયા:SOG, LCB અને પેરોલ-ફર્લો સ્કવોર્ડે જુગાર, દારૂબંધી અને રાયોટિંગના કેસમાં પકડ્યા
    Next Article
    રૂ.6 લાખથી વધુના કામોના ટેન્ડરિંગથી સરપંચો નારાજ:હિંમતનગરમાં સાબરકાંઠા જિ.સરપંચ એસોસિએશનની બેઠક, વહીવટી સ્વાયત્તતા છીનવાઈ રહી હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment