Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી:વિશ્વનું એકમાત્ર દેરાસર જ્યાં બાહુજીન સ્વામી છે મૂળનાયક, 140 વર્ષ જૂનું; 112 ભગવાનનો પરિવાર

    4 days ago

    આજે ચૈત્ર સુદ-13 એટલે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક. આ પાવન અવસરે ઝાલાવાડના ઐતિહાસિક શહેર લીંબડીમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. લીંબડીમાં આવેલું 140 વર્ષ જૂનું જૈન દેરાસર અને અજરામાર સંપ્રદાયનું હેડક્વાર્ટર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વિશ્વનું અજોડ તીર્થ: બાહુજીન સ્વામી મૂળનાયક લીંબડી આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી કમલેશ શાહના જણાવ્યા અનુસાર, લીંબડીનું આ દેરાસર સમગ્ર વિશ્વમાં અજોડ છે. સામાન્ય રીતે દેરાસરોમાં અન્ય તીર્થંકરો મૂળનાયક હોય છે, પરંતુ આખા વિશ્વમાં આ એકમાત્ર એવું દેરાસર છે જ્યાં 20 વિહરમાન ભગવાન પૈકીના ત્રીજા ક્રમના 'બાહુજીન સ્વામી' મૂળનાયક તરીકે બિરાજમાન છે. 140 વર્ષ જૂના આ જીર્ણોદ્ધાર પામેલા દેરાસરમાં કુલ 112 ભગવાનનો પરિવાર છે અને અહીં મહાવીર સ્વામીની અત્યંત પ્રાચીન મૂર્તિ પણ પ્રસ્થાપિત છે. 'જયંતી' નહીં પણ 'કલ્યાણક': દર્શનચંદ્રજી સ્વામીનો સંદેશ આ અવસરે દર્શનચંદ્ર સ્વામીએ માર્મિક વાત કરતાં જણાવ્યું કે, જૈન શાસનમાં ભગવાનના જન્મને 'જયંતી' કે 'બર્થડે' નહીં પણ 'જન્મ કલ્યાણક' કહેવામાં આવે છે. કારણ કે, તીર્થંકરના પાંચેય પ્રસંગ (ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ) સમગ્ર સંસારના જીવો માટે કલ્યાણકારી હોય છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આજે જ્યારે વિશ્વ યુદ્ધ અને અશાંતિના માર્ગે છે, ત્યારે ભગવાન મહાવીરનો 'અનેકાંતવાદ'નો સિદ્ધાંત વિશ્વશાંતિની ચાવી છે. જો વિશ્વના નેતાઓ આ સિદ્ધાંતને સમજી લે તો શાંતિ હથેળીમાં છે. ભગવાન મહાવીર માત્ર એક વ્યક્તિ નથી, પણ એક વિચાર અને શાશ્વત પરંપરા છે. અજરામાર ગાદી: શ્રદ્ધાનું પ્રતીક સ્થાનકવાસી જૈન પરંપરામાં ગુજરાતના 12 સંપ્રદાય પૈકી 'લીંબડી અજરામાર સંપ્રદાય'નું આ મુખ્ય મથક (હેડક્વાર્ટર) છે. ભરત ડેલીવાળાએ જણાવ્યું કે, અજરામાર દાદા જૈન પરિભાષામાં 'એકાવતારી' માનવામાં આવે છે. એટલે કે, તેઓ હવે માત્ર એક જ જન્મ લેશે અને મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીના શરણમાં મોક્ષ પ્રાપ્ત કરશે. આજે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે લીંબડી ખાતે સેંકડો યાત્રિકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ભક્તોમાં એવી મંગલ ભાવના જોવા મળી રહી છે કે ભગવાનનો એક પણ ગુણ જો જીવનમાં ઉતરે તો આ મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય.
    Click here to Read More
    Previous Article
    BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ બહાર તોડફોડ:બાપુનગરમાં અસામાજિક તત્વોએ વૃદ્ધને ઘરે જઈ માર માર્યો, બાઈક સહિતના વાહનોમાં નુકસાન કર્યું
    Next Article
    અમદાવાદમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ:ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝ્યાં, બાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા, ગેસ લીકેજથી બચવા આટલું કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment