Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબે સુરેન્દ્રનગરમાં 14 વોટર કૂલર સ્થાપિત કર્યા:₹6 લાખના ખર્ચે શુદ્ધ અને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી

    1 week ago

    રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા તાજેતરમાં એક જળસેવા પ્રકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામો, શાળાઓ અને સામાજિક સંસ્થાઓમાં કુલ 14 વોટર કૂલર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹6,00,000 નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ્ય કાળઝાળ ગરમીમાં લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી પૂરું પાડવાનો છે. ગ્રામીણ અને શૈક્ષણિક ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સામાન્ય નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી તેમના આરોગ્યનું રક્ષણ કરવાનો ક્લબનો હેતુ છે. રોટરી ક્લબ દ્વારા ધાંધલપુર, નડાળા, ગુંડીયાળા, માણોડ, ખોડુ વૃદ્ધાશ્રમ, રસાલા શાળા (વઢવાણ), અનીન્દ્રા, કોઠારી બાલમંદિર, ઓમકાર વિદ્યાલય, વહાણવટી (દૂધરેજ), ઝરવાલા, સોમાસર, ઇન્દિરા નગર પ્રાથમિક શાળા અને કોઠારિયા સહિતના વિવિધ સ્થળોએ વોટર કૂલર્સ અર્પણ કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ સંસ્થા દ્વારા અંદાજે ₹6,00,000 (છ લાખ રૂપિયા) નો ખર્ચ કરવામાં આવ્યો છે. સ્વચ્છ પાણી પૂરું પાડીને આરોગ્ય અને શિક્ષણને વેગ આપતો આ પ્રોજેક્ટ રોટરીના વૈશ્વિક સૂત્ર “Service Above Self” (પોતાના પહેલા સેવા) ના મૂલ્યોને સાર્થક કરે છે. આ સફળ પ્રોજેક્ટ બદલ રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરના હોદ્દેદારોએ તમામ સહયોગીઓ, દાતાઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ટિફની ટ્રમ્પના સ્વાગત માટે 50થી વધુ ગાડીઓનો કાફલો:ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પતિ માઈકલ બોલોસ સાથે જામનગર પહોંચી, વનતારામાં રાત્રી રોકાણ કરશે
    Next Article
    Gujarat Weather Forecast | છ દિવસ રાજ્યના મહેમાન બનશે મેઘરાજા | Monsoon 2026 | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment