Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 IASની બદલી અને 3ને વધારાના હવાલા સોંપાયા:વાઇબ્રન્ટ સમિટમાં રોકાણ લાવવું જરૂરી છતાં iNDEXT-B ઇન્ચાર્જથી ચલાવાશે, ગૌરાંગ મકવાણાને વધારાનો ચાર્જ સોંપ્યો, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    16 hours ago

    રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 17 IASની બદલી અને વધારાના હવાલા સોંપવાનો આદેશ થયો છે. જેમાં 14ની બદલી અને 3 અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં અલોક કુમાર પાંડેથી લઈને ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અનેક જિલ્લાઓમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર થયો છે. સાથે જ માહિતી વિભાગ, ગ્રામ વિકાસ, રમતગમત અને ઔદ્યોગિક વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટ માટે રોકાણ લાવવું જરૂરી છતાં iNDEXT-B ઇન્ચાર્જથી ચાલશે બીજી તરફ, ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને રાજ્ય સરકાર રોકાણકારોને આકર્ષવા માટે સક્રિય છે, ત્યારે ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપતી iNDEXT-B કચેરીની જવાબદારીને લઈને પણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત કેડરના 2012 બેચના IAS અધિકારી ગૌરાંગ એચ. મકવાણા હાલમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ iNDEXT-Bના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્યમાં નવા ઉદ્યોગો, મૂડીરોકાણ અને રોજગારીની તકો ઊભી કરવા માટે મહત્વપૂર્ણ હોવાથી iNDEXT-Bની ભૂમિકા પણ મહત્ત્વની છે. આવી સ્થિતિમાં આ કચેરીમાં પૂર્ણ સમયના બદલે વધારાના ચાર્જની વ્યવસ્થા થતાં વહીવટી વર્તુળોમાં ચર્ચા છે કે મહેસાણા અને ગાંધીનગર વચ્ચે બંને જવાબદારીઓનું સંચાલન કેવી રીતે થશે અને રોકાણકારોને લગતા નિર્ણયો તથા પ્રોજેક્ટ્સની કામગીરી પર તેની શું અસર પડશે. નેતાઓ સાથેના મતભેદોને કારણે મહેસાણા કલેક્ટર બદલ્યા? મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિને ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ગૃહ વિભાગના અધિક સચિવ ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. પ્રજાપતિ રજા પર હતા અને ગઈકાલે જ હાજર થયા હતા અને આજે તેમની બદલી થતાં વહીવટી વર્તુળોમાં સવાલો ઊઠ્યા છે. સરકાર તેમની કામગીરીથી નારાજ હોવાની અને સ્થાનિક સ્તરે રાજકીય પ્રતિનિધિઓ સાથે મતભેદ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામની ગૌચર જમીનમાં કથિત ગેરકાયદેસર ખનન અને માટી ચોરીનો મુદ્દો મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયો હોવાની ચર્ચા અગાઉ સામે આવી હતી. આ કેસમાં ભૂસ્તરશાસ્ત્રી પ્રતીક શાહની બદલી અંગે પણ અહેવાલો પ્રકાશિત થયા હતા. હવે કલેક્ટરની બદલી થતાં બંને ઘટનાઓને જોડીને ચર્ચા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મારો આ વિડીયો નરેન્દ્ર મોદી સાહેબ, હર્ષ સંઘવી સુધી પહોંચાડજો:તાપીમાં ત્રણ ઓડિયો વાયરલ કરી મકાન-સંપત્તિ વિવાદમાં યુવકનો આપઘાત, પાંચ શખ્સો સામે ગુનો
    Next Article
    વલસાડના નવા DDO વંદના મીના:વલસાડ DDO અતિરાગ ચપલોતની બદલી કરી કચ્છ-ભુજના DDO બનાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment