Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર નજીક વોટરપાર્કમાં 14 વર્ષીય કિશોરનું ડૂબવાથી શંકાસ્પદ મોત:કેકડા રાઈડમાંથી બહાર નીકળતા શ્વાસ લેવામાં તકલીફ થઈ, CPR અપાતા રિસ્પોન્સ આપ્યો, હોસ્પિટલ પહોંચતા પહેલા મોત

    21 hours ago

    જામનગર નજીક આવેલા જાંબુડા ગામ પાસેના 'વેલકમ વોટરપાર્ક'માં એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે. શનિવાર-રવિવારની રજાની મજા માણવા પરિવાર સાથે વોટરપાર્ક ગયેલા 14 વર્ષના એક કિશોરનું કેકડા રાઈડમાં શંકાસ્પદ રીતે ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રાઈડમાંથી બહાર નીકળી શ્વાસ લેવા તકલીફ થઈ હતી, ત્યારબાદ પરિવારજનોએ CPR આપતા રિસ્પોન્સ આપ્યો હતો. જોકે, તેની હાલત ખરાબ જણતા હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, સારવાર મળે એ પહેલા તેનું મોત થયુ હતું. આ અકસ્માતને પગલે હસતા-રમતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. કિશોરના પિતા કુવૈતમાં રોજગારી અર્થે ગયા છે. એકના એક પુત્રનું અકાળે મોત મળતી માહિતી મુજબ, મૃતક કિશોરની ઓળખ 14 વર્ષીય આરવ સુવર્ણકર તરીકે થઈ છે. આરવનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે અને સોની વ્યવસાય સાથે સંકળાયેલો છે. આરવના પિતા હાલ રોજગારી અર્થે કુવૈત ગયા છે અને ત્યાં નોકરી કરે છે. શનિ-રવિની રજા હોવાથી આરવ પરિવારના અન્ય સભ્યો સાથે જાંબુડા સ્થિત વેલકમ વોટરપાર્કમાં ફરવા અને નાહવા માટે ગયો હતો. ​રાઈડમાં અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી ​મળતી માહિતી મુજબ,આરવ વેલકમ રિસોર્ટમાં રાઈડનો આનંદ માણી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા લાગી હતી. બાળકની સ્થિતિ બગડતી જોઈ પરિવારે તેને તાત્કાલિક રાઈડમાંથી બહાર કાઢ્યો હતો અને પ્રાથમિક સારવારના ભાગરૂપે CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપવાનો પ્રયાસ કર્યો હતો. ​હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો ​પરિવારજનો કિશોરને તાબડતોબ સારવાર માટે જાંબુડા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (CHC) સેન્ટર લઈ ગયા હતા. જ્યાં તેની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ સારવાર મળે તે પૂર્વે જ આરવે દમ તોડી દીધો હતો. હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ​પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ ​આ ઘટનાની જાણ થતાં જ પંચકોશી 'એ' ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે એટલે કે વેલકમ રિસોર્ટ ખાતે પહોંચ્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તારણમાં બાળકને આંચકી (ખેંચ) આવી હોવાનું સામે આવ્યું છે. જો કે, મોતનું સાચું અને સચોટ કારણ પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ગત સપ્તાહે પણ 3-3 માસૂમો સ્વિમિંગ પુલ-વોટરપાર્કમાં મોતને ભેટ્યા જૂનાગઢ: કિંગડમ વોટર પાર્કમાં 8 વર્ષના બાળકનું ડૂબવાથી મોત પ્રથમ ઘટનાની વાત કરીએ તો, ભાવનગરમાં રહેતો પરિવાર વેરાવળ મામાના ઘરે આવ્યો હતો. ત્યાંથી 6 જૂને બપોરે માતા-પિતા અને સગા વહાલાઓ સૌ સાથે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલા 'કિંગડમ વોટર પાર્ક'માં નાહવા ગયા હતા. જ્યાં 8 વર્ષના આદિત્ય કુમારભાઈ વેન્સીમલાણીકનું વોટર પાર્કના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જામનગર: જાંબુડાના હોલીડે રિસોર્ટમાં 9 વર્ષના હર્ષનું કરૂણ મોત બીજી હૃદયદ્રાવક ઘટના વિશે વાત કરીએ તો, જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટિયા નજીક આવેલા હોલીડે રિસોર્ટમાં પરિવાર સાથે રવિવારની રજા માણવા ગયેલા પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જામનગરનો 9 વર્ષનો માસૂમ બાળક હર્ષ કિરીટભાઈ પરમાર પરિવાર સાથે ગત 5 જૂને સાંજે આશરે 5:30 વાગ્યે રિસોર્ટ ગયો હતો. પરિવાર સાથે ઉત્સાહભેર સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલો હર્ષ અચાનક પાણીના ઊંડા ભાગમાં ગરકાવ થઈ ગયો હતો. ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે તે પૂલની અંદર જ બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) કામરેજ: માતા કપડાં બદલવા ગઈ ને એકના એક પુત્રનું ડૂબી જવાથી મોત સૌથી વધુ કાળજું કંપાવનારી ઘટના સુરતના કામરેજ તાલુકાના હલધરૂ ગામે આવેલા 'ઈકો વિલેજ ફાર્મહાઉસ'ના ફાર્મ નં. 02માં ઘટી છે. 5 જૂને ખોલવડ ગામની સ્ટાર પવિત્રનગરી સોસાયટીની મહિલાઓ સવારે એક ટેમ્પો ભાડે કરીને અહીં વન-ડે પિકનિક માટે આવી હતી. કેમેરા ફિટિંગનો વ્યવસાય કરતા પરશોત્તમભાઈ તળાવીયાનો ધોરણ-3માં ભણતો 8 વર્ષનો એકનો એક દીકરો ધર્મ તળાવીયા પણ તેની માતા સાથે ગયો હતો. ધર્મને પાણીમાં ડૂબેલો જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ સવારે આશરે 9:30 વાગ્યે જ્યારે સોસાયટીની મહિલાઓ સ્વિમિંગ પૂલમાં નહાતા પહેલાં કપડાં બદલવા ગઈ, ત્યારે ધર્મે અન્ય બાળકો સાથે બાજુમાં હિંચકા પાસે રમતો હતો. માસૂમ ધર્મ રમતાં-રમતાં અચાનક સ્વિમિંગ પૂલના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. થોડી જ મિનિટોમાં મહિલાઓ બહાર આવી ત્યારે, ધર્મને પાણીમાં ડૂબેલો જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. સ્થાનિક રેશ્માબેને પૂલમાં કૂદીને તેને બહાર કાઢ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચતાં સુધીમાં માસૂમે દમ તોડી દીધો હતો. એકના એક વહાલસોયા પુત્રના મોતથી માતાપિતા પર આભ તૂટી પડ્યું છે. કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    મોદી સરકારના 12વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી:વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધી; દેશહિતમાં લેવાયેલા નિર્ણયોની પ્રશંસા કરી
    Next Article
    Monsoon Updates | સ્થિર થયેલા ચોમાસાએ ખેડૂતોના મન કર્યાં અસ્થિર | Rains | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment