Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ચપ્પુની અણીએ દંપતીને બંધક બનાવ્યા, 14 લાખની લૂંટ:મકાનની રેકી કરી, મતદાન કર્યું છે કે નહીં? પૂછી અંદર ઘૂસ્યાના CCTV, સોનાના દાગીના અને રોકડ લૂંટનાર 3 ઝડપાયા

    9 hours ago

    વડોદરાના સમા વિસ્તારની સંતોષીનગર સોસાયટીમાં ગત 27 એપ્રિલના રોજ બપોરે એક વૃદ્ધ દંપતીને ચપ્પુની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવનાર ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ ₹14.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શું છે સમગ્ર મામલો? બનાવના દિવસે ફતેગંજ પોલીસ મથકની હદમાં આવતા સમા વિસ્તારમાં બે લૂંટારાઓ દંપતીના ઘરમાં ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ "તમે મતદાન કર્યું છે કે નહીં?" તેમ પૂછીને દંપતીનો વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ ચપ્પુ બતાવી તેમને બંધક બનાવી દીધા હતા. લૂંટારાઓ પત્નીના ગળામાંથી સોનાની ચેઈન, બંગડીઓ, વીંટીઓ તથા પતિની વીંટીઓ સહિત આશરે 10 તોલા સોનાના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન મળી અંદાજે ₹87 હજારની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસ અને આરોપીઓની ધરપકડ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે છાણી કેનાલ પાસેથી બલકારસિંહ હરભજનસિંહ અને બલવીંદર સંધુને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં આ ગુનાના મુખ્ય સૂત્રધાર મુદ્દસીરઅહેમદ ઉર્ફે વાહિદ મીરનું નામ ખૂલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. આરોપીઓનું પૂર્વ આયોજિત કાવતરું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ અગાઉથી જ દંપતીના મકાનની રેકી કરી હતી. દંપતી ઘરમાં એકલું રહેતું હોવાની અને તેમની પાસે મોટી રકમ હોવાની માહિતીના આધારે આ લૂંટનું આયોજન કરાયું હતું. ગુનામાં બલવીંદર ઘરની બહાર મોપેડ સાથે વોચ રાખતો હતો, જ્યારે મુદ્દસીર અને બલકારસિંહે ઘરમાં પ્રવેશીને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા સોનાના દાગીના, રોકડ, મોબાઈલ અને ગુનામાં વપરાયેલી મોપેડ સહિત કુલ ₹14,93,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં ત્રણેય આરોપીઓને વધુ તપાસ અર્થે ફતેગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    5 હજારની લાંચ લેતા ગ્રામસેવક ગાંધીનગર ACBના સકંજામાં:વિજાપુરમાં પીએમ આવાસ યોજનાના હપ્તા પાસ કરાવવા માંગી હતી લાંચ
    Next Article
    MI vs SRH LIVE Score, IPL 2026: Mumbai Indians Make 2 Massive Blunders, Sunrisers Hyderabad Start Strongly In Chase

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment