Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇણાજમાં ટ્રસ્ટ પ્રમાણપત્ર માટે 5 હજારની લાંચ:કરાર આધારિત પ્યુન ACBના છટકામાં ઝડપાયો

    5 days ago

    ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ખાતે આવેલી મદદનીશ ચેરિટી કમિશ્નરની કચેરીમાં લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રસ્ટ નોંધણીનું પ્રમાણપત્ર આપવા માટે રૂ. 5,000ની લાંચ લેતા કરાર આધારિત પટાવાળા રાહુલભાઈ પુંજાભાઈ વંશને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક ફરિયાદીએ પોતાના ટ્રસ્ટની નોંધણી માટે નિયમ મુજબ અરજી કરી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટ્રસ્ટની નોંધણી મંજૂર થઈ હતી. જોકે, નોંધણી પ્રમાણપત્ર આપવા માટે કચેરીના કરાર આધારિત પટાવાળા રાહુલભાઈ વંશે રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB અધિકારીઓએ પ્રાથમિક ચકાસણી કરી લાંચની માંગણીની હકીકત સ્થાપિત કરી હતી. ત્યારબાદ, ACB દ્વારા એક ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન મુજબ, ફરિયાદીએ લાંચની રકમ આપવા આરોપીનો સંપર્ક કર્યો હતો. ACBની ટીમે વોચ ગોઠવી હતી. રાહુલભાઈ વંશે ફરિયાદી પાસેથી રૂ. 5,000ની લાંચ સ્વીકારતા જ ACB અધિકારીઓએ દરોડો પાડી તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને કામગીરી માટે લાંચની માંગણી જેવા મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. ACB દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    IFSની વિદ્યાર્થીઓને દારૂ-કુપોષણ સામે સત્યાગ્રહની સલાહ:નસવાડીના પ્રવેશોત્સવમાં ડૉ. ગંગાશરણ સિંઘે કહ્યું- વાલીઓ માવા ખાય કે દારૂ પીતા હોય, 'પપ્પા ન કહો' જ્યાં સુધી છોડે નહીં
    Next Article
    સુરેન્દ્રનગરમાં ડોળીયા ઓવરબ્રિજ પર મોટું ગાબડું:તાત્કાલિક સમારકામ શરૂ કરાયું, વાહનવ્યવહાર એક લેન પર ડાયવર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment