Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેચ્યુ ઓફ યુનિટી પરેડની પ્રેક્ટિસ બની જોખમી:14 BSF જવાનોને ડેન્ગ્યુ, 34 હોસ્પિટલમાં દાખલ; આરોગ્ય તંત્ર દોડતું થયું

    9 hours ago

    આગામી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ પ્રેક્ટિસ માટે દેશના જુદા-જુદા રાજ્યોમાંથી પરેડમાં ભાગ લેવા ગાંધીનગર આવી પહોંચેલા હજારો જવાનો પૈકી અસંખ્ય જવાનો અચાનક બીમાર પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કડક શિસ્ત અને સખત પરિશ્રમ વચ્ચે પ્રેક્ટિસ કરી રહેલા જવાનોમાં તાવ, શરદી, ઉધરસ અને અસહ્ય શારીરિક નબળાઈના લક્ષણો દેખાતા છેલ્લા બે દિવસમાં 60થી વધુ જવાનો સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પહોંચ્યા હતા. જેમાંથી ગંભીર હાલત ધરાવતા 34 જવાનોને ત્વરિત ધોરણે ઇનડોર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં 14 જવાનોનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તમામ દાખલ જવાનોના લોહીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવતા પ્રાથમિક તપાસમાં 14 જવાનોનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના 20 જવાનોમાં વાતાવરણના પલટાને કારણે વાયરલ ઇન્ફેક્શન અને તાવ હોવાનું સામે આવ્યું છે, જેમાં કેટલાકના વધારાના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં હોસ્પિટલ તંત્ર અને તબીબોની ખાસ ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે અને દર્દી જવાનોના પ્લેટલેટ્સ તેમજ સ્વાસ્થ્ય પર ચોવીસ કલાક સતત નજર રાખી રહી છે. હાલ તમામ જવાનોની પ્રકૃતિ સ્થિર હોવાનું અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું સિવિલ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. BSF અને આરોગ્ય વિભાગ હરકતમાં આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને BSF તંત્ર અને ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તુરંત હરકતમાં આવ્યું છે. ગિફ્ટ સિટી નજીક જવાનો માટે ઊભી કરાયેલી અસ્થાયી રહેઠાણ વસાહત અને પરેડ ગ્રાઉન્ડ પરિસરમાં મચ્છરોના ઉપદ્રવને ડામવા યુદ્ધના ધોરણે ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરાયો છે. સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે પાણીના ભરાવા દૂર કરવા તેમજ સફાઈની કામગીરી અત્યંત કડક બનાવી દેવાઈ છે. સેક્ટર-28 અને 29માં 660 રહેણાંક યુનિટ્સમાં ઇન્ડોર ફોગિંગ કરાયું બીજી તરફ મહાનગરપાલિકાની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ અને વેક્ટર કંટ્રોલ ટીમની 6 વિશેષ ટીમોએ સેક્ટર-28 અને 29 ના 20 બ્લોકના અંદાજે 660 રહેણાંક યુનિટ્સમાં ઇન્ડોર ફોગિંગ કર્યું છે. આ વસાહતોના પાણીના કુંડ, પાત્રો અને ધાબા પરની ટાંકીઓ સહિત કુલ 538 પાત્રોનું ઝીણવટભર્યું સર્વેલન્સ કરી મચ્છર બ્રીડિંગ ધરાવતા 6 પાત્રોનો સ્થળ પર નાશ કરાયો છે. લાર્વા નિયંત્રણ માટે ઓઇલ છંટકાવ અને ગપ્પી માછલીઓ મુકાઈ જ્યારે લાર્વા નિયંત્રણ માટે 6 લીટર મોસ્કિટો લાર્વીસાઇડલ ઓઇલનો છંટકાવ અને કુદરતી જૈવિક નિયંત્રણાર્થે ગપ્પી માછલીઓ મુકવામાં આવી છે. ઉપરાંત આ વસાહતની 500 મીટરની ત્રિજ્યામાં રીંગ સર્વેલન્સ હાથ ધરી સેક્ટર-29 શોપિંગ વિસ્તાર, જલારામ મંદિર, વંદેમાતરમ્ પાર્ક, બગીચો, પ્રાથમિક શાળા અને ચિલ્ડ્રન યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં 378 પાત્રોની તપાસ કરાઈ હતી. બ્રીડિંગના સ્થળોનો નાશ, આર્મી મેડિકલ સર્વિસ ઉપલબ્ધ કરાઈ તપાસ દરમિયાન 8 સ્થળોએ બ્રીડિંગ મળતા તેનો નાશ કરાયો હતો અને ટેમીફોસ લાર્વીસાઇડિંગ કરાયું હતું. સ્થળ પર જવાનો માટે આર્મી મેડિકલ સર્વિસની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે અને પરેડની પૂર્વ તૈયારીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સઘન આરોગ્ય અભિયાન સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડ મામલે વધુ એક આરોપી ઝડપાયો:SMCએ રાજસ્થાન એટીએસ સાથે મળી ભીલવાડાના શખસને ઝડપી પાડ્યો, રિમાન્ડ મંજૂર
    Next Article
    flydubai Co-Pilot Who Stabbed Indian Captain May Be Linked To Iran: Trump

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment