Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 14 નિવૃત પ્રોફેસરોને પ્રમોશનનો મુદ્દો ગાજ્યો:એક્ઝિયુક્ટિવ કાઉન્સિલ, BoM ની બેઠકમાં રહેમરાહે નોકરી કરતા 18 કાયમી કર્મીઓનો ડેટા સરકારને મોકલવાનો નિર્ણય

    6 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 30 સપ્ટેમ્બરના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના ડૉ. બારોટે નિવૃત પ્રોફેસરોને સિનિયર પ્રોફેસર તરીકેનું પ્રમોશન આપવા મામલે સવાલ ઉઠાવ્યો હતો. જોકે તેમાં કુલપતિએ કહ્યું કે, વર્ષ 2025 માં સિનિયર પ્રોફેસર તરીકે પ્રમોશન માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી અને તે અરજીઓના આધારે પ્રમોશન અપાયું જોકે ફાઇનલ મંજૂરી રાજ્ય સરકારની રહેશે. જ્યારે રહેમરાહે 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોકરી કરતા 18 કાયમી કર્મચારીઓને નોકરી અને બઢતી મામલે રાજ્ય સરકારે વિગતો મંગાવતા હવે તેઓની વિગતો સરકારને મોકલવાનું નક્કી કરાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ અને ત્યારબાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક હતી. 8મી ઓક્ટોબરે 61મો પદવીદાન સમારંભ યોજાશે. જેમાં 45,464 પદવીઓ આ વર્ષે આપવામાં આવશે. જેમાં 132 ગોલ્ડ મેડલ અને 150થી વધુ પારિતોષિક આપવામાં આવશે. 18 કાયમી કર્મચારીઓને રહેમરાહે નોકરી આપવા બાબતે સરકાર તરફથી એવું પૂછવામાં આવ્યું હતું કે આ કર્મચારીઓને રેગ્યુલર માં કઈ રીતે સમાવશો? જોકે આ તમામ નિમણૂકો અગાઉ સત્તા મંડળ અને સરકારની મંજૂરી બાદ થયેલી છે ત્યારે તેનો સમગ્ર ડેટા સરકારને મોકલી આપવામાં આવશે તે બાદ સરકારના આદેશ મુજબ નિર્ણય થશે. જ્યારે 32 પ્રોફેસરોને સિનિયર પ્રોફેસર તરીકેનું પ્રમોશન આપવા બાબતમાં 14 નિવૃત પ્રોફેસરોને પણ તેનો લાભ આપવામાં આવ્યો છે તે બાબતે કહેવાનું કે તેઓ જ્યારે અહીં ફરજ બજાવતા હતા ત્યારે CAS એટલે કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત પ્રમોશન આપવામાં આવ્યું ન હતું. જે બાદ તેઓ નિવૃત થઈ ગયા તો તેમાં અધ્યાપકની વ્યક્તિગત કોઈ ભૂલ ન હોવાથી નિયમ મુજબ સિનિયર પ્રોફેસર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે જોકે તેની ફાઈનલ મંજૂરી તો રાજ્ય સરકાર જ આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે 30 મી સપ્ટેમ્બરના મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિવૃત પ્રોફેસરોને સિનિયર પ્રોફેસર તરીકેનું પ્રમોશન આપવા મામલે કોંગ્રેસના નિદત બારોટે સવાલ ઉઠાવ્યો હતો. જોકે તેમાં કુલપતિએ કહ્યું કે, રાજ્ય સરકારના નિયમો મૂજબ આ પ્રોફેસરોને સિનિયર પ્રોફેસર તરીકેનું પ્રમોશન આપવા માટે વર્ષ 2025 માં અરજીઓ મંગાવવામાં આવી હતી અને તે અરજીઓના આધારે નિવૃત્ત સહિતના તમામ પ્રોફેસરોને સિનિયર પ્રોફેસર તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે તેઓના પ્રમોશનને આખરી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત રહેમરાહે નોકરી કરતા 18 કાયમી નોન ટીચીંગ કર્મચારીઓ પર લટકતી તલવાર છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે લાલઘૂમ થઈ આ અંગેની તમામ ફાઇલો મંગાવવામાં આવી છે તે મુદ્દો ગાજ્યો હતો. જોકે તે મામલે આ કાયમી કર્મચારીઓની નિમણૂક બાબતની તમામ વિગતો રાજ્ય સરકારને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 29 માંથી 8 ભવનમાં કોન્ટ્રાક્ટ આધારિત જગ્યા પર ભરતી માટે પ્રક્રિયા કરવામાં આવી છે. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી સિવાયના 6 ભવનમાં પ્રતિ માસ રૂ.40,000 માસિક પગારની જોગવાઈ છે. જોકે આ કરાર આધારિત અધ્યાપકોની ભરતી કેન્દ્રીયકૃત કરવાને બદલે તેની સત્તા ભવન અધ્યક્ષોને આપી દેવાતા ભવનના હેડના માનીતાઓને સ્થાન મળ્યાનો આંતરિક રોસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત યુનિવર્સિટીના ફાર્મસી ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સચિન પરમારની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે સીધી ભરતી થતા તેઓ એક માસનો પગાર આપી નોકરીમાંથી મુક્ત થયા. આ ઉપરાંત ડી. આર. એન્ટરપ્રાઇઝનો મેન પાવરનો કોન્ટ્રાક્ટ તા.01/09/2026 થી 31/08/2027 એમ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ 18 કર્મચારીઓની રહેમરાહે નોકરી મામલે સરકારમાં વિગતો મોકલાશે 1.એન.પી.ઈટોરીયા 2.આર.જે.ચાવડા 3. એ.એન.ચોવટીયા 4. ટી.પી.ભટ્ટ 5. એચ.કે.આચાર્ય 6. પી.એમ.વાઘેલા 7. જે.એન.ટેવાણી 8. ડી.બી,માંકડ 9. વી.એચ.કોડીયાતર 10. એન.વી.ટાંક 11. ડી.ડી.મકવાણા 12. આર.એન.ચાવડા 13. પી.આર.ભામાણી 14. એન.સી.ગુરુગ 15. એમ.એચ.તેરૈયા 16. એચ.એન.એરડા 17. એચ.વી.રાઠોડ 18. જે.આર.લાઠીયા કયા ભવનમાં કેટલી કોન્ટ્રાક્ટ આધારિત જગ્યા ભરાશે ? ભવન - જગ્યા આંકડાશાસ્ત્ર - 04 કેમેસ્ટ્રી - 04 બાયો કેમેસ્ટ્રી - 02 બાયો સાયન્સ - 06 શારીરિક શિક્ષણ ભવન - 02 સંસ્કૃત - 01 ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી - 01 MBA - 01 14 નિવૃત સહિત 32 પ્રોફેસરોને સિનિયર પ્રોફેસરના પ્રમોશન અપાયા ડૉ.સી.કે.કુંભારણા, ડૉ.એ.એમ.ગોંસાઈ, ડૉ.એન.આર.દવે, ડૉ.એચ.ડી.જોષી, ડૉ.આર.કે.કોઠારી, ડૉ.આર.એસ.કુંડુ, ડૉ.વી.એસ.ઠાકર (નિવૃત), ડૉ.એન.વી.ઉદાણી, ડૉ.એસ.જે.પરમાર, ડૉ.એ.કે. ચક્રવાલ, ડૉ.કે.પી.ડામોર, ડૉ.ડી.પી.ચૌહાણ (નિવૃત), ડૉ.એસ.જે.ભાયાણી, ડૉ.એચ.જે.શુકલ, ડૉ.પી.એલ.ચૌહાણ (નિવૃત), ડૉ.એચ.એસ.જોશી (નિવૃત્તિ), ડૉ.એ.કે.શાહ (નિવૃત), ડૉ.વી.એચ.શાહ (નિવૃત), ડૉ.પી.એચ.પરસાણીયા (નિવૃત), ડૉ.શિપ્રા બાલુજા (નિવૃત), ડૉ.એમ.એસ.મોલિયા, ડૉ.બી.બી.રામાનુજ (નિવૃત), ડૉ.જી.સી.ભીમાણી (નિવૃત), ડૉ.કે.એચ.આટકોટીયા, ડૉ.એમ.એન.જીવાણી, ડૉ.એચ.એન.પંડ્યા (નિવૃત), ડૉ.ડી.જી.કુબેરકર (નિવૃત), ડૉ.એન.એ.શાહ, ડૉ.કે.બી.મોદી, ડૉ.એચ.એચ.જોષી (નિવૃત), ડૉ.એમ.જે.જોષી (નિવૃત) અને ડૉ.વી.જે.કનેરીયા.
    Click here to Read More
    Previous Article
    મોતીબાગ ટાઉનહોલ ખાતે સફાઈ મિત્ર સુરક્ષા એવમ સન્માન શિબિર યોજાઈ:શ્રેષ્ઠ સફાઈ કામદારો અને મનપાના સ્ટાફનું સન્માન કરી PPE કીટનું વિતરણ કરાયું
    Next Article
    કલોલમાં લઘુશંકા કરવા ગયેલો યુવાન ઊંડા કૂવામાં ગરકાવ:24 કલાકે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment