Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 વર્ષ જૂના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો:અમરેલી AHTUએ બાંસવાડાના જંગલમાંથી મહિલા અને 3 બાળકોને છોડાવ્યા

    1 day ago

    અમરેલી જિલ્લા પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા વધુ એક સનસનાટીભર્યા અને લાંબા સમયથી વણઉકેલાયેલા કેસમાં મોટી સફળતા મેળવવામાં આવી છે. પોલીસે 14 વર્ષ જૂના અપહરણ કેસનો ભેદ ઉકેલીને રાજસ્થાનના બાંસવાડાના દુર્ગમ જંગલ વિસ્તારમાંથી અપહૃત મહિલા અને તેના ત્રણ બાળકોને સફળતાપૂર્વક મુક્ત કરાવ્યા છે. 2013માં નોંધાયો હતો ગુનો પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસ વર્ષ 2013માં બગસરા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 363, 366 અને POCSO એક્ટની કલમ 18 હેઠળ નોંધવામાં આવ્યો હતો. તે સમયે એક સગીર બાળકીનું અજાણ્યા ખેતમજૂર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમય સુધી આરોપી કે ભોગ બનનારનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ કેસમાં અગાઉ 16 થી 17 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી, છતાં આરોપી પકડાયો નહોતો. 600 કિલોમીટર દૂર બાંસવાડાના જંગલમાંથી મળી કડી AHTU ની ટીમ દ્વારા આ કેસમાં સતત ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચલાવવામાં આવી હતી. બગસરાથી આશરે 600 કિલોમીટર દૂર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા બાંસવાડાના ડુંગરાળ તથા અંતરિયાળ બાદરા જંગલ (ચિકલી વિસ્તાર) માં આરોપી છુપાયેલો હોવાનું સામે આવ્યું હતું. અમરેલી પોલીસ અધિક્ષક (SP) ના જણાવ્યા અનુસાર, AHTU ના PI અને તેમની ટીમે છેલ્લા 4 મહિનાથી આ કેસ પર સઘન મહેનત કરી હતી. તે સમયના આશરે 300 જેટલા વાડી માલિકો અને મજૂરોની પૂછપરછ બાદ આરોપી અબજી હકરા પારગીની ઓળખ થઈ હતી. પોલીસે બાંસવાડાના દુર્ગમ જંગલ વિસ્તારમાં સાહસ અને કુશળતા દાખવીને દરોડો પાડી મહિલા અને તેના ત્રણ સંતાનોને મુક્ત કરાવ્યા હતા. અપહરણ વખતે ભોગ બનનાર સગીરાની ઉંમર માત્ર 14 વર્ષ હતી, અને આજે તેણીના ત્રણ બાળકો છે (જેમાં સૌથી મોટા બાળકની ઉંમર 13 વર્ષ છે). 14 વર્ષ સુધી પરિવારને આ અંગે કોઈ જ માહિતી નહોતી. 3 મહિના પહેલાં પણ 13 વર્ષ જૂના કેસમાં મળી હતી સફળતા અમરેલી AHTUની આ જ ટીમે આશરે ત્રણ મહિના અગાઉ પણ આવા જ એક જૂના કેસમાં સફળતા મેળવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં નોંધાયેલા અપહરણ અને POCSO ના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીની મોરબી જિલ્લાના હળવદના અંતરિયાળ વિસ્તારમાંથી ભાળ મેળવીને, ભોગ બનનાર મહિલા અને તેના ચાર સંતાનોને મુક્ત કરાયા હતા. પોલીસ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી આ બંને જટિલ અને સંવેદનશીલ કેસોમાં અમરેલી AHTU ના PI વી.પી. ગોલના માર્ગદર્શન હેઠળ ASI પ્રકાશભાઈ ટાપાણીયા અને મહિલા કોન્સ્ટેબલ નીતાબેન કુંડલીયા સહિતની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. જિલ્લા પોલીસ વડાએ આ સફળ કામગીરી બદલ पूरी ટીમને બિરદાવી છે. વધુમાં, જિલ્લા પોલીસે વર્ષ 2026 માં 10 ઓક્ટોબર સુધીમાં રાજ્ય બહાર કે અન્ય જગ્યાએથી ગુમ થયેલ/અપહરણ થયેલ કુલ 232 લોકો (જેમાં 18 વર્ષથી વધુ ઉંમરની 169 સ્ત્રી-પુરુષો અને 18 વર્ષથી નાના 63 બાળકોનો સમાવેશ થાય છે) ને શોધીને તેમના પરિવારજનોને પરત સોંપવામાં મોટી સફળતા મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    માતાના મઢ માર્ગે નખત્રાણા પોલીસની કાર્યવાહી:મોડીફાઈડ સાઈલેન્સર, નંબર પ્લેટ અને લાઈસન્સ વગરના વાહનો સામે કડક કાર્યવાહી, 40 બાઈક ડિટેઈન, 15 હજારનો દંડ વસૂલ્યો
    Next Article
    મમતા બેનર્જી સહિત 3 પૂર્વ મુખ્યમંત્રીની અટકાયત:જંતર-મંતર જઈ રહેલા પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડ્યા, પોલીસે 1000 લોકોને કસ્ટડીમાં લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment