Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેદારનાથ રૂટ પર વરસાદ-ભૂસ્ખલન, એકનું મોત, યાત્રા અટકી:બિહારના 14 જિલ્લામાં પૂર, ગંગામાં 6 દિવસથી ફસાયેલું ક્રુઝ; MP-રાજસ્થાનમાં ભારે વરસાદ

    8 hours ago

    દેશના ઘણા રાજ્યોમાં વરસાદ હવે આફત બની રહ્યો છે. ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભૂસ્ખલન થઈ રહ્યું છે. કેદારનાથના ચીરબાસા હેલિપેડ પાસે રવિવારે પહાડ પરથી ખડકો પડતાં 65 વર્ષના એક વ્યક્તિનું મોત થયું હતું. કેદારનાથના પગપાળા માર્ગ પર પણ ભૂસ્ખલન થયું હતું, ત્યારબાદ યાત્રીઓ જીવ બચાવીને ભાગતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિને જોતા પગપાળા યાત્રા રોકી દેવામાં આવી છે. બિહારમાં 14 જિલ્લાના 2,360 ગામો પૂરની ઝપેટમાં છે અને 48 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. રાજ્યની 8 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ગંગાનું જળસ્તર વધવાને કારણે કોલકાતાથી વારાણસી જતું રાજમહેલ ક્રુઝ ભાગલપુરમાં છ દિવસથી ફસાયેલું છે. ક્રુઝ પર સવાર 9 વિદેશી સહિત 11 પ્રવાસીઓને રવિવારે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં આજે 36 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમની અસર 16 સપ્ટેમ્બર સુધી રહેવાનો અંદાજ છે. જ્યારે મધ્યપ્રદેશમાં ઇન્દોર, ઉજ્જૈન અને ગ્વાલિયરમાં ત્રણ મોનસૂની સિસ્ટમ એક્ટિવ છે. એમપીના ભોપાલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનો દોર ચાલુ છે. બડવાનીમાં નદી-નાળાં છલકાઈ રહ્યાં છે. મોરેનામાં ચંબલ નદીમાં નહાતી વખતે પિતા-પુત્રના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે ટીકમગઢમાં ભારે વરસાદ બાદ બાન સુજારા ડેમના ચાર દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો દેશભરમાં હવામાન-વરસાદ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    क्या ब्रिटेन से अलग हो जाएंगे स्कॉटलैंड, वेल्स और नॉर्दर्न आयरलैंड?
    Next Article
    ભુજમાં કેન્દ્ર સરકારે ઘોરાડ સંરક્ષણની સમીક્ષા કરી:200 ચો.કિમી આવાસ પુનઃસ્થાપન પર ભાર, ગુજરાત એક્શન પ્લાનનું વિમોચન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment