Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 સ્થળોએ ઠંડા પાણીની પરબ અને 5000 ORS પેકેટનું વિતરણ:હીટ વેવ સામે ગાંધીનગર મનપાનું પ્લાનિંગ, મે માસમાં પારો 39 ડિગ્રી વટાવવાની ભીતિ

    8 hours ago

    પાટનગરમાં ઉનાળાની શરૂઆતે જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારે નાગરિકોને લૂ અને હીટ વેવથી બચાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મે માસના મધ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર જવાની શક્યતાને જોતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 14 વ્યસ્ત વિસ્તારોમાં છાંયડા માટે મંડપ અને પીવાના પાણીની પરબો હવામાન વિભાગની આગાહી મુજબ મે માસના મધ્યમાં તાપમાનનો પારો 39 સેન્ટીગ્રેડને પાર જવાની શક્યતાના પગલે મનપા તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના 14 વ્યસ્ત વિસ્તારોમાં છાંયડા માટે મંડપ અને પીવાના પાણીની પરબો ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અન્ય 50 જેટલી પરબો કાર્યરત કરી દેવાઈ છે. 5,000થી વધુ ORS પેકેટનું વિતરણ કરાયું આ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ અને ટ્રાફિક સિગ્નલ જેવા પોઈન્ટ્સ પર અત્યાર સુધીમાં 5,000થી વધુ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતા ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવવાનું પણ આયોજન છે. હીટ સ્ટ્રોકના લક્ષણો જાણો મનપા તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને સુતરાઉ કપડાં તેમજ છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. આરોગ્ય શાખાએ ખાસ તાકીદ કરી છે કે જો માથું દુખવું, ઉલટી-ઝાડા કે ચક્કર આવવા જેવા હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર 108 એમ્બ્યુલન્સ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. વધુમાં પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અને ભારે શારીરિક શ્રમ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજકોટ આવશે:AIIMS ખાતેની પ્રથમ બેચના પદવીદાન સમારોહમાં હાજરી આપશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે
    Next Article
    On Camera, Flames Leap Into The Air As Fire Breaks Out In Srinagar Mosque

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment