Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના જાહેર પરિવહનમાં ઈ-ક્રાંતિ:પ્રધાનમંત્રી ઈ-બસ સેવાના પ્રારંભે શહેરીજનોને 14 દિવસ ફ્રીમાં મુસાફરીની ભેટ, લઘુત્તમ ભાડું 5 અને મહત્તમ 30 રુપિયા

    8 hours ago

    ગાંધીનગરને દેશનું સૌથી વધુ ગ્રીન અને સ્માર્ટ સિટી બનાવવાના અભિયાન હેઠળ મહાનગરપાલિકાએ પરિવહન ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરની માલિકીની સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની ગાંધીનગર ગ્રીનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડની બીજી બોર્ડ મીટિંગમાં લઘુતમ મહત્તમ ભાડું નક્કી કરી પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભિક 14 દિવસ સુધી એક પણ રૂપિયો ખર્ચ્યા વિના નગરજનો મફત લાભ લઈ શકશે.આ બસ સેવા આગામી મહિનાથી શરૂ કરવામાં આવી શકે છે. લઘુતમ 5 અને મહત્તમ ભાડું 30 રુપિયા આ નવી પરિવહન સેવા માત્ર પાટનગરના સેક્ટરો પૂરતી મર્યાદિત ન રહેતા શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ સીધી રીતે સાંકળી લેશે. મહા નગરપાલિકાના વિસ્તરણ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર પરિવહનની જે માગ હતી તેને સંતોષવા માટે તંત્રએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ યોજનાના ભાગરૂપે લઘુત્તમ ભાડું માત્ર રૂ 5 અને મહત્તમ ભાડું રૂ.30 નક્કી કરવામાં આવ્યું છે.જે ખાનગી પરિવહન કરતા ઘણું સસ્તું અને આરામદાયક સાબિત થશે. 5 વર્ષથી નાના બાળકો માટે ફ્રીમાં મુસાફરી ખાસ કરીને મધ્યમ અને નોકરિયાત વર્ગ માટે આ સેવા આશીર્વાદરૂપ બનશે.આ બસ સેવાના માળખામાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 5 વર્ષથી ઓછી વયના બાળકો માટે મુસાફરી સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. જ્યારે દરેક બસમાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે બેઠકો અનામત રાખવામાં આવશે. બસમાં હાઇડ્રોલીક પ્લેટફોર્મની વ્યવસ્થા ઉપરાંત અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ બસોમાં દિવ્યાંગ મુસાફરો માટે હાઇડ્રોલીક પ્લેટફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી તેઓ કોઈપણ મુશ્કેલી વિના બસમાં ચઢી અને ઉતરી શકે. તો ડિજિટલ ઈન્ડિયાના વિઝનને વેગ આપવા માટે પ્રીપેઈડ સ્માર્ટ કાર્ડ સિસ્ટમ પણ દાખલ કરવામાં આવી છે. જે મુસાફરો આ સ્માર્ટ કાર્ડ અથવા પ્રમોશનલ પાસનો ઉપયોગ કરશે તેમને નિયત ભાડામાં 10 ટકાની વિશેષ રાહત આપવામાં આવશે. ગાંધીનગર ગ્રીનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા લેવાયેલા આ તમામ નિર્ણયો પાટનગરના પર્યાવરણને જાળવવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મહત્વરૂપ સાબિત થશે.આગામી દિવસોમાં આ સેવાના વિધિવત લોન્ચિંગ સાથે ગાંધીનગરના રસ્તાઓ પર પ્રદૂષણમુક્ત અને અવાજ રહિત ઈ બસો દોડતી જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ઓઇલ કાર્ટેલમાં ફાટ:UAEના એક નિર્ણયથી રશિયા સુધી ભૂકંપ, પાકિસ્તાન-સાઉદીને તગડો ઝટકો, OPEC છોડતાં ભારતને લોટરી લાગી શકે
    Next Article
    NDTV Exit Poll LIVE Updates: TVK Shock, NDA Sweep In Assam, LDF Upset In Kerala: NDTV Axis My India Exit Poll

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment