Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની 14મી સદીની જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો:જૈનોએ કોર્ટમાં અરજી કરીને ભગવાન મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી, આજે વધુ સુનાવણી

    18 hours ago

    14મી સદીની ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ અંગેનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. પાંચ સ્થાનિક અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાંથી મળી આવેલી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિની તાત્કાલિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જૈન સમુદાયના સભ્યોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવા માગ કરી છે. અરજદારોએ આશંકા વ્યક્ત કરી છે કે, ચાલી રહેલા તણાવના કારણે આ પવિત્ર મૂર્તિને નુકસાન પહોંચાડી નષ્ટ કરવામાં આવી શકે છે. ASI સંરક્ષિત સ્મારકની સુરક્ષા અંગે અરજદારોની ચિંતા અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જામા મસ્જિદ વર્ષ 1909થી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું સંરક્ષિત સ્મારક છે અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અધિનિયમ, 1958 હેઠળ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. કાયદા મુજબ સ્મારકના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી શકાતો નથી. વર્તમાન વિવાદ વચ્ચે ભગવાન મલ્લિનાથની મૂર્તિ જૈન સમાજ માટે અત્યંત પવિત્ર હોવાથી તેની સુરક્ષા માટે તાકીદના નિર્દેશો આપવા વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સરકારે વલણ દાખવ્યું, આજે સુનાવણી આ મામલે રાજ્ય સરકાર અને ભરૂચ કલેક્ટર તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારોની દલીલોમાં તથ્ય જણાય છે. હાઈકોર્ટે તમામ પક્ષકારોની રજૂઆતો ધ્યાને લઈ વધુ સુનાવણી આજે (9 ઓક્ટોબર) મુલતવી રાખી છે. ઉલ્લેખનીય છે કે, અરજદારોએ કેન્દ્ર સરકાર, ASI, રાજ્ય સરકાર અને જામા મસ્જિદ પ્રબંધક સમિતિને આ કેસમાં પક્ષકાર બનાવ્યા છે. ભોંયરામાંથી મૂર્તિ મળ્યા બાદ વિવાદ અને રેલી યોજાઈ હતી ચાલુ વર્ષની શરૂઆતમાં જામા મસ્જિદના ભોંયરામાંથી તપાસ દરમિયાન ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવતાં આ વિવાદ શરુ થયો હતો. ગિયાસુદ્દીન તુઘલકના શાસનકાળ દરમિયાન બનેલી આ મસ્જિદમાં મૂર્તિ મળતાં સ્થાનિક હિન્દુ અને જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય બનાવ ના બને તે માટે ASI એ ભરૂચ કલેક્ટરને સ્મારકની સઘન સુરક્ષા સુનિશ્ચિત કરવા અગાઉથી જ વિનંતી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    તહેવારોની ખરીદીમાં બચશે હજારો રૂપિયા:ઓનલાઇન-ઓફલાઇન માટે અલગ લિસ્ટ બનાવો; એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અને ફ્રોડથી બચવા માટેની ચેકલિસ્ટ
    Next Article
    આણંદના હિતેષ ગઢવીને મુખ્યમંત્રીના હસ્તે GPI એવોર્ડ મળ્યો:માર્ગ અને મકાન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડિવિઝન સ્તરે બીજો ક્રમ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment