Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 મેનું અંકફળ:અંક 2 અને 9ના જાતકોને રોજગારીના સંકેત, અંક 8ના જાતકોને મનગમતી વસ્તુઓ પ્રાપ્ત થશે

    10 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. આવકની અછત રહેશે અને વિવાદની સ્થિતિ બની શકે છે. કાર્યમાં વિલંબ થશે, પરંતુ બપોરથી જ સ્થિતિ કાબૂમાં લેવામાં સફળ રહેશો. વિશેષ સફળતા અપાવનારો સમય રહેશે. પરિવારમાં પણ ઉત્સવનું વાતાવરણ રહેશે અને આવકમાં વૃદ્ધિ સંભવિત છે. વિરોધીઓને પરાજિત કરવામાં સફળ રહેશો અને નવા વાહનની પ્રાપ્તિ માટેના પ્રયાસો થશે. મિત્રો સાથે મુલાકાત થશે. કરિયર: નોકરી માટે નવા પ્રસ્તાવ મળી શકે છે. વેપાર માટે યાત્રાનો યોગ છે. લવ: જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં કટુતા આવી શકે છે. લકી નંબર: 3-6-7 લકી કલર: લાલ શું કરવું: મહાકાળી માતાને લાલ ફૂલ અર્પણ કરો અને ગોળ ધરાવો. સવારના સમયે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, બાકીનો સમય વધુ સારો રહેશે. કાર્યો પ્રત્યે રુચિ રહેશે અને પ્રસન્નતા જળવાઈ રહેશે. દૂરના સંબંધીઓ તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે. ધનનો લાભ પણ થશે. મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે. અપેક્ષિત કોઈ મોટું કાર્ય પૂર્ણ થઈ શકે છે. સાંજે ફરવા જવાની તક મળશે. આવક સારી જળવાઈ રહેશે અને કાર્યો સમયસર થશે. કરિયર: રોજગારની સમસ્યા દૂર થશે. સ્થાયી વેપારથી લાભ થવાની સંભાવના છે. લવ: પ્રેમ સંબંધોમાં તણાવ સમાપ્ત થશે. વૈવાહિક જીવન સામાન્ય રહેશે. લકી નંબર: 1-4-6 લકી કલર: કેસરી શું કરવું: લક્ષ્મી-નારાયણનું પૂજન અર્ચન કરો અને સફેદ ફૂલ અર્પણ કરો. સવારથી સંયમ રાખો અને સારા સમયની રાહ જુઓ. આ દિવસ સામાન્ય રહેવાની સંભાવના છે. કોઈ મોટો ફેરફાર થશે નહીં. હાથની આંગળીઓમાં ઈજા થવાનો ભય છે અને શરદી સંબંધિત સમસ્યાઓ થશે. બપોરે કાર્યમાં તેજી આવી શકે છે. ધન લાભ થશે અને સહયોગની પ્રાપ્તિ પણ થશે. પોતાના પ્રયત્નોથી સફળતા મળશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે. આવકમાં સુધારો થશે અને વિઘ્નો દૂર થશે. કરિયર: ઉદ્યોગસાહસિકોને સફળતા મળશે અને વેપારીઓએ સાવધ રહેવું પડશે. નોકરિયાતો માટે સામાન્ય સમય રહેશે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે અને સંશોધન કાર્યોમાં સફળતા મળશે. લવ: પ્રેમ સંબંધોમાં સદભાવ જળવાઈ રહેશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 5-6-9 લકી કલર: વાદળી શું કરવું: શિવલિંગ પર આંકડાના ફૂલ અર્પણ કરો. આત્મવિશ્વાસ વધેલો રહેશે. કોઈ અટકેલા કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લાલચ આપનારી યોજનાઓથી દૂર રહો. બપોરે ધનની અછત થઈ શકે છે પરંતુ તે ટૂંકા સમય માટે હશે. ભાડે રહેનારાઓને વિવાદ થઈ શકે છે. જૂના જખમ કે ઈજામાં તકલીફ થઈ શકે છે. બહારનું ખાવાનું ટાળો. સાંજનો સમય પક્ષમાં રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. કરિયર: ટૂંકી લાભદાયક વેપાર યાત્રા થઈ શકે છે. નોકરીમાં અનિચ્છનીય કાર્ય કરવું પડી શકે છે. સીનિયરોનો સહયોગ આગળ વધવામાં મદદરૂપ થશે. લવ: પ્રેમી સાથીનું વર્તન અયોગ્ય રહેશે. વૈવાહિક સંબંધોમાં સુધારો થશે. લકી નંબર: 6-8-9 લકી કલર: પીળો શું કરવું: મગ અને અડદના લોટનો બનેલો દીવો બનાવીને હનુમાનજી સમક્ષ પ્રગટાવો. શરૂઆતમાં સમય ધનની અછત લાવી શકે છે. કાર્યમાં વિલંબ થશે અને સહયોગ પ્રાપ્ત થશે નહીં. રહસ્યમય વિદ્યાઓ જાણવાની ઈચ્છા રહેશે. બપોરથી અનુકૂળ સમય શરૂ થશે. નજીકના લોકોનો સહયોગ મળશે અને વિશ્વાસ પણ વધશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને કોઈ બહુપ્રતિક્ષિત કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા મળશે. સાંજે ધન લાભનો યોગ છે. સફળતા પ્રાપ્ત થશે. કરિયર: નોકરીમાં અધિકારીઓ તરફથી અસહકાર મળશે. જવાબદારીઓમાં બિનજરૂરી વધારો થઈ શકે છે. વેપાર ઉત્તમ રહેશે. લવ: પ્રેમી સાથીની નારાજગી દૂર થશે અને નિકટતા વધશે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 2-6-7 લકી કલર: મરૂન શું કરવું: ગરીબ વ્યક્તિની આર્થિક સહાય કરો. સવારના સમયે મુશ્કેલીઓ આવી શકે છે. કાર્યમાં વિલંબ થશે અને સંતાનની ચિંતા પણ રહેશે. દરેક કાર્યમાં ધીમી ગતિ રહેશે. અવરોધ કરનારાઓ સક્રિય રહેશે. બપોરનો સમય પણ સમસ્યાઓ ઊભી કરનારો રહેશે. અજ્ઞાત ભય અને ચિંતા જળવાઈ રહેશે. સાંજનો સમય અનુકૂળ રહેશે. વિરોધીઓને નિયંત્રિત કરવામાં સફળ રહેશો અને કાર્યમાં તેજી આવશે. ધન લાભમાં પણ વૃદ્ધિ થશે. પ્રયત્નોમાં સફળતા મળશે. કરિયર: વેપારીઓ અને નોકરી કરનારાઓને સુધારો જોવા મળશે. સફળતા પ્રાપ્ત થશે. લવ: પ્રેમી સાથી સાથે વિવાદ થઈ શકે છે. લગ્ન પ્રસ્તાવોમાં અવરોધ આવી શકે છે. લકી નંબર: 3-6-8 લકી કલર: વાદળી શું કરવું: ગણેશજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. શરૂઆતનો સમય સારો રહેશે. સંભાળવાની તક છે. અગાઉના ઘણા નુકસાનની આ ભરપાઈ કરશે અને સમસ્યાઓનો ઉકેલ લાવવા સાર્થક પહેલ થશે તથા દેવા જેવી બાબતોને સમાપ્ત કરવામાં સફળ રહેશો. ખુશીના સમાચાર મળશે. બપોરે સફળતા મળશે. ધનની અછત દૂર થશે. મિત્રો તરફથી સહયોગ મળશે. સાંજે ઈજા થઈ શકે છે. ઊંચી જગ્યાએ ન ચઢવું. સાવધાન રહો. કરિયર: વેપારલક્ષી સફળતા મળશે પરંતુ જોખમી રોકાણ ન કરવું. નોકરીમાં લાભ મેળવવામાં સફળ રહેશો. લવ: જીવનસાથી તરફથી સુખ મળશે. પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર થઈ શકે છે. લકી નંબર: 1-6-9 લકી કલર: ગુલાબી શું કરવું: હનુમાનજીને ચણા-ગોળનો પ્રસાદ ધરાવો. મનગમતી વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. સમય નોંધપાત્ર સફળતા અપાવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે અને બાંધકામ સંબંધિત ખર્ચ થવાની સંભાવના છે. ધાર્મિક કાર્યક્રમોમાં જવાની તક મળશે અને સમાજમાં વર્ચસ્વ વધશે. સાંજે કાર્યસ્થળ પર સાવધાનીપૂર્વક કાર્ય કરવું પડશે, ભૂલ થવાની સંભાવના છે. કબજિયાત અને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. કરિયર: કારોબારમાં વ્યસ્તતા રહેશે. નોકરીમાં પ્રગતિની તકો મળશે. લવ: પ્રેમી સાથીની નારાજગી દૂર થશે. વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. લકી નંબર: 1-6-8 લકી કલર: લીલો શું કરવું: ગણેશજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. શરૂઆતી સફળતા મળશે, પરંતુ દિવસના મધ્યમાં કેટલાક અવરોધો ઊભા થઈ શકે છે. જોકે, ધન સંબંધિત સમસ્યાઓ નહીં આવે. પોતાની વિરુદ્ધ થઈ રહેલા વિરોધોને સમાપ્ત કરવામાં સફળ રહેશો. દિવસના અંતે ફરીથી અડચણો દૂર કરવામાં સફળ રહેશો. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને પરિવાર પણ અનુકૂળ રહેશે. મહત્વપૂર્ણ દસ્તાવેજ ખોવાઈ જવાનો ભય છે. વાહન ચલાવવામાં સાવચેતી રાખવી. પોતાના પર વિશ્વાસ રાખવો. કરિયર: બેરોજગારોને તકો પ્રાપ્ત થશે. કારોબારમાં તેજી રહેશે. કર્મચારીઓ તરફથી તકલીફ થઈ શકે છે. લવ: પ્રેમી સાથી તરફથી નિરાશાનો ભાવ રહેશે. અવિવાહિતોને લગ્ન પ્રસ્તાવ મળશે. લકી નંબર: 2-6-9 લકી કલર: સફેદ શું કરવું: ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો.
    Click here to Read More
    Previous Article
    14 મેનું ટેરો રાશિફળ:કુંભ જાતકોની તરફેણમાં ભાગ્યનું પૈડું ફરશે, કર્ક જાતકોના મનમાં વિચારોનું દ્વંદ્વ રહેશે
    Next Article
    ગુરુવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકો માટે સફળતાના પ્રબળ યોગ, ગુસ્સો અને ઉતાવળ કુંભ રાશિના લોકોનું કામ બગાડશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment