Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં તણાવાથી બેના મોત, ડાંગમાં મેઘતાંડવ:વઘઈમાં 14 ઈંચ તો માળિયા હાટીનામાં 12 ઈંચથી નદીઓ ગાંડીતૂર, જાફરાબાદ-વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

    2 days ago

    ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 5 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 14 ઈંચ તો સુબીર તાલુકામાં 12 ઈંચ વરસાદ ખબાકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નદીઓ ગાંડીતૂર બની છે અને જિલ્લાના 16 ગ્રામ્ય માર્ગો બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે સુરતના અંબિકા તાલુકામાં 13 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળ તાલુકામાં 12-12 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. આ ભારે વરસાદને કારણે માળિયા હાટીના ગામ નજીકથી પસાર થતી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તાપીના ડોલવણ તાલુકામાં પણ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી વાલોડ ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી બે મજૂરો મોત નિપજ્યાં છે. ભારે વરસાદ વચ્ચે જાફરાબાદ અને વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન અને ઊંચા મોજાની શક્યતાને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કડી શહેરમાં રાત્રે 1 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે માત્ર બે જ કલાકમાં આશરે 8 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી. 25થી વધુ સોસાયટીઓમાં ઘૂંટણથી લઈને કમર સુધીના પાણી ઘસી ગયા હતા, જેના લીધે અડધી રાત્રે સ્થાનિકોમાં સામાન બચાવવા દોડધામ મચી હતી. આ પણ વાંચો... હાર્ટ-એટેક આવે કે ઝેરી જીવજંતુ ડંખ મારે તો મોત નિશ્ચિત, માંગરોળ-કેશોદમાં 12 ઇંચ વરસાદમાં ખેડૂતો ત્રાહિમામ આ પણ વાંચો… વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ વરસાદથી જળબંબાકાર, છીપવાડમાં ગોઠણથી કમર સુધીના પાણી ભરાયા આ પણ વાંચો… કડીમાં રાતથી સવાર સુધીમાં 9 ઈંચ વરસાદ, અંડરબ્રિજ સ્વિમિંગ પૂલ બન્યા; ન.પા પ્રમુખે કહ્યું - લોકોની બેદરકારીથી પાણી ભરાયા વેરાવળ અને પ્રભાસ પાટણમાં મેઘતાંડવથી રસ્તાઓ બન્યા સરોવર, 500થી વધુ ઘરો પાણીમાં ગરકાવ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ જોડિયા શહેરોમાં સતત ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેણે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. વેરાવળના હૃદય સમાન ગાંધીચોક, રાજેન્દ્ર ભુવન રોડ અને ખુદ નગરપાલિકા કચેરીનું કમ્પાઉન્ડ કમર અને ગોઠણસમા પાણીમાં ડૂબી જતાં બજારો ટાપુમાં ફેરવાઈ ગઈ છે. અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન અને ઊંચા મોજાંની શક્યતાને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ, પ્રભાસ પાટણના વોર્ડ નંબર-2 ના ગુલાબનગર, લખાતવાડી અને સાઈન કોલોની જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં 500થી વધુ રહેણાંક મકાનો પાણીની ચપેટમાં આવી ગયા છે. પાણી ભરાવવાને કારણે 10 હજારથી વધુની વસાહત સીધી રીતે અસરગ્રસ્ત થઈ છે. સ્થાનિક નગરસેવક અને રોષે ભરાયેલા નાગરિકોના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા સમયસર ગટર અને ડ્રેનેજની સફાઈ ન થવાના કારણે દર વર્ષે આ જ આફતનું પુનરાવર્તન થાય છે અને લોકો હાલ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક રાહત કામગીરી અને પાણીના નિકાલની માગ કરી રહ્યા છે. માળિયા હાટીનાની મેઘલ નદીમાં ઘોડાપૂર જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ભારે વરસાદને કારણે માળિયા હાટીના ગામ નજીકથી પસાર થતી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વોકળા અને નાળાઓનું વરસાદી પાણી મેઘલ નદીમાં ભળતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. તો બીજી તરફ ઉપરવાસમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વચ્ચે વાંદરવડ ગામ પાસે એક એસટી બસ અચાનક પાણીમાં ફસાઈ ગઈ હતી. જેસીબીની મદદથી બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. નવસારીમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી સોસાયટીઓ અને સ્ટેટ હાઇવે જળમગ્ન નવસારી જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ વચ્ચે ચીખલીમાં માત્ર 2 કલાકમાં 8 ઇંચ અને ગણદેવીમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં તારીજીની સ્થિતિ સર્જાઈ છે. દેવસર વિસ્તારની વેંકતેશ્વર નગર સોસાયટી અને વાંસદાના ગાંધીનગર ફળિયામાં કમર સુધીના પાણી ભરાઈ જતાં 30થી વધુ ઘરોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે, જ્યારે ગણદેવી-નવસારી સ્ટેટ હાઇવે અને વાંસદાથી ડાંગ તરફ જતો માર્ગ વૃક્ષ ધરાશાયી થવાથી બંધ થયો છે. યાત્રાધામ ઉનાઈના રસ્તાઓ નદીમાં ફેરવાયા છે, જોકે આ નિયમિત વરસાદથી ખેડૂતોએ ડાંગરની રોપણીના કાર્યો વેગવંતા બનાવ્યા છે. વલસાડ બેટમાં ફેરવાયું, 4 કલાકમાં 7 ઇંચ વરસાદ બાદ 500 લોકોનું સ્થળાંતર અને 27 રસ્તા બ્લોક વલસાડ શહેરમાં સવારે 6થી 10 વાગ્યાના માત્ર 4 કલાકના ગાળામાં 7 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેર બેટમાં ફેરવાઈ ગયું છે અને મુખ્ય બજારો તથા નીચાણવાળા છીપવાડ વિસ્તારમાં ગોઠણથી કમર સુધીના પાણી ભરાયા છે. પૂરની ગંભીર સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 500 જેટલા લોકોનું શેલ્ટર હોમમાં સુરક્ષિત સ્થળાંતર કરાયું છે, જ્યાં તેમના રહેવા, જમવા અને તબીબી સારવારની વ્યવસ્થા કરાઈ છે. ભારે જળભરાવના કારણે જિલ્લાના સ્ટેટ હાઈવે સહિત 27 જેટલા આંતરિક રસ્તાઓ બંધ કરી દેવાયા છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે NDRFની ટીમો તૈનાત કરીને ઔરંગા નદીના જળસ્તર પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. કડીમાં મધરાત્રે આકાશી આફત, 25 સોસાયટીઓમાં પૂરના પાણી ઘૂસ્યા અને 3 અંડરબ્રિજ બંધ કડી શહેરમાં ગુરુવારે મધરાત્રે 2 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે તૂટી પડેલા માત્ર બે જ કલાકના મુશળધાર વરસાદમાં આશરે 8 ઇંચ જેટલું પાણી ખાબકતાં નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. કરણનગર અને સુજાતપુરા રોડ પર આવેલી જય ગુરુદેવ અને એટલાન્ટા પાર્ક સહિતની 25થી વધુ સોસાયટીઓમાં કમર સુધીના પૂરના પાણી ઘૂસી જતાં અડધી રાત્રે લોકો સામાન બચાવવા દોડતા થયા હતા. શહેરના થોળ રોડ, મામલતદાર કચેરી અને સુજાતપુરા રોડ પરના ત્રણેય અંડરબ્રિજો સ્વિમિંગ પૂલની જેમ ભરાઈ જતાં બંધ કરાયા છે, તેમજ માર્કેટ યાર્ડ અને સર્વ વિદ્યાલય કેમ્પસ પાણીમાં ગરકાવ થતાં ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું રાજ્યમાં હવે ચોમાસુ કવર થવામાં ફક્ત 5 જિલ્લાઓ બાકી રહ્યા છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા જિલ્લાઓ જ્યાં સત્તાવર ચોમાસાનું આગમન થયું નથી. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રિઝન માટે આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી (રેડ એલર્ટ) આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે વધીને 60 કિમી સુધી પહોંચી શકે છે. પોર્ટ પર LC-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં વરસાદ લાવનારી 5 મુખ્ય સિસ્ટમ સક્રિય છે. સીઝનલ ટ્રફ, શિયર ઝોન, ઑફ-શોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન. બેથી ત્રણ દિવસમાં ચોમાસું સમગ્ર ગુજરાતને કવર કરી લેશે…
    Click here to Read More
    Previous Article
    ઓપ્પો રેનો 16 સિરીઝ ભારતમાં લોન્ચ:50MP ટેલિફોટો કેમેરા સાથે 7000mAh બેટરી, દેશમાં પહેલીવાર સ્માર્ટફોનમાં હોલોવર્સ 3D ડિઝાઇન; કિંમત ₹46,999થી શરૂ
    Next Article
    નેશનલ હાઈ-વે 48 પર મોટા ફેરફારો:ચિલોડા વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન અને વાહન પ્રતિબંધ અંગેનું જાહેરનામું, વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment