Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોની 14માંથી માત્ર 1 માગણી જ સંતોષાતા ખેડૂતોમાં રોષ:હવે PM સુધી લડત લઈ જવાની ભારતીય કિસાન સંઘની ચેતવણી, 3 મહિના પછી પણ સરકારના વચનો કાગળ પર જ

    16 hours ago

    રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ અસંતોષ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. સરકાર દ્વારા 3 મહિના પહેલા ખેડૂતોની 14 માંગણીઓ સ્વીકારીને તેને ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિએ માત્ર એક જ માંગણીનો અમલ થયો છે, જ્યારે બાકી 13 માંગણીઓ હજુ પણ વણઉકેલાયેલી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે આક્ષેપ કર્યો છે કે સરકારની ખાતરીઓ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. અનેક રજૂઆતો છતાં ખેડૂતોના મૂળ પ્રશ્નો હજી યથાવત છે. હવે ખેડૂતો સીધા વડાપ્રધાન સુધી મુદ્દો લઈ જવાની તૈયારીમાં છે. સરકારે સ્વીકારેલી ખેડૂતોની માંગણીઓ નીચે મુજબ છે, પરંતુ તેમાં અમલ ન થતા ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. (1) વડીલોપાર્જીત મિલકતમાં આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવી – આ માંગણી પર સરકારે જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેનો વ્યાપક લાભ હજી જમીન સ્તરે મળતો નથી. (2) ગૌચર અને સરકારી જમીનની માપણી કરીને દબાણો દૂર કરવી, ફેન્સીંગ કરાવવી તથા નગરપાલિકા-તાલુકા પંચાયત દ્વારા ડેવલોપમેન્ટ માટે ગ્રાન્ટ આપવી અને રી-સર્વેના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવો. (3) સૌની યોજના, સુજલામ સુફલામ અને અન્ય પાઈપલાઈન દ્વારા વધુમાં વધુ તળાવો ભરવા, હાઈકંટ્રોલ કેનાલને આગળ વધારવી, કચ્છના નખત્રાણા, લખપત, અબડાસા જેવા વિસ્તારોમાં પાણી પહોંચાડવું, મંજૂર થયેલા એમ.એફ. પાણીના કામમાં ગતિ લાવવી અને બાકી પાણીની વહીવટી મંજૂરી આપવી, તેમજ નદીઓ પર ચેકડેમ બનાવવો (જેમ કે બનાસ નદી પર દર 10 કિ.મી.). (4) ટોલટેક્સ બૂથ નજીક રહેતા લોકોને થતી હેરાનગતિ દૂર કરવી. (5) ફુવારા અને ડ્રીપ ઈરીગેશનમાં 80% સબસીડી આપવી. (6) ટ્રેક્ટરની ટ્રોલીને 5 વર્ષ સુધી પાસીંગમાંથી મુક્તિ આપવી. (7) વીજ ટાવર લાઈનના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવી જમીન માટે યોગ્ય વળતર ચૂકવવા પોલિસી બનાવવી. (8) રાસાયણીક ખાતરની વિતરણ વ્યવસ્થામાં સુધારા માટે નવી પોલિસી અમલમાં મૂકવી. (9) તાર ફેન્સીંગ સબસીડીમાં વધારો કરી વધુ ખેડૂતોને લાભ મળે તેવું કરવું. (10) દેશી બીજ અને દેશી કપાસના વાવેતરને પ્રોત્સાહન આપતી યોજનાઓ જાહેર કરવી. (11) વન વિભાગ દ્વારા રેવન્યુ જમીનને વનમાં સમાવેશ કરવાની પ્રક્રિયા અટકાવવી, ગીર સોમનાથના 14 સેટલમેન્ટ ગામોને રેવન્યુમાં સમાવેશ કરવો અને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથના ઈકોઝોન વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા બેઠક યોજવી. (12) ખાનગી કૃષિ કોલેજોમાં આઈ.સી.આર.ના નિયમોનું કડક પાલન કરાવવું અને નિયમોનું ઉલ્લંઘન કરતી કોલેજો બંધ કરવી. (13) 3 થી 5 લાખ સુધીના ધિરાણનો અમલ કેન્દ્ર સરકારની યોજના લાગુ થયા બાદ તાત્કાલિક કરવો. (14) બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓ અને ખેડૂતો વચ્ચેના ભાવ વિવાદ અંગે ઉચ્ચ કક્ષાએ બેઠક કરીને ઉકેલ લાવવો. ખેડૂતોનું કહેવું છે કે, એકાદ જાહેરાતોથી પ્રશ્નો હલ થતા નથી. બાકી રહેલી માંગણીઓ પર તાત્કાલિક અમલ જરૂરી છે, નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂતો હવે રાહ જોવાના મૂડમાં નથી. સરકાર સમયસર પગલાં નહીં ભરે તો આ મુદ્દો રાજ્યમાંથી કેન્દ્ર સુધી ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.
    Click here to Read More
    Previous Article
    વરુણની દીકરીને DDH નામની બીમારી થઈ હતી:ચાલવામાં તકલીફ થતી હતી, અઢી મહિના સુધી કમરથી પગ સુધી પ્લાસ્ટરમાં રહેવું પડ્યું
    Next Article
    SOGએ ડી.કે.વી. કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ કર્યો:વિદ્યાર્થીઓને નશાના દુષણથી બચાવવા સમજ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment