Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મે માસમાં 13,935 મિલકતોનું વેચાણ:શહેર-જિલ્લામાં દસ્તાવેજ નોંધણીની રુપિયા 87.26 કરોડની આવક,મિલકત વેચાણમાં 115 ટકાનો ઘટાડો

    12 hours ago

    રાજકોટ શહેર અને જીલ્લામાં ગત મે 2026માં 13,935 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોના રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થયા છે.આ દસ્તાવેજોની ફી અને સ્ટેમ્પ ડયુટી થકી રાજય સરકારને રૂ.87.26 કરોડની આવક થઈ છે. જોકે ગત માસની તુલનામાં મિલકતના વેચાણમાં 115 ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલની તુલનામાં મેમાં દસ્તાવેજ નોંધણીની આવકમાં 1.43 કરોડનો ઘટાડો મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ માસમાં 14,050 મિલ્કતોનું વેચાણ થયુ હતુ.એપ્રિલ માસમાં મિલકતોના દસ્તાવેજોની ફી અને સ્ટેમ્પ ડયુટીની સરકારને રૂ.85.83 કરોડની આવક થવા પામી હતી. આમ ગત એપ્રિલ માસની સરખામણીમાં દસ્તાવેજ નોંધણીની આવકમાં 1.43 કરોડનો ઘટાડો ગત માસે થયો છે. મોરબી રોડ વિસ્તારમાં 1720 મિલકતનું વેચાણ રાજકોટનો મોરબી રોડ વિસ્તાર મિલ્કતોના ખરીદ વેચાણમાં ફરી એક વખત એવરગ્રીન રહ્યો છે.મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1,720 મિલ્કતોનું વેચાણ થયું છે. જયારે મવા વિસ્તારમાં 784, મવડી વિસ્તારમાં 1442, કોઠારીયામાં 894, રાજકોટ રૂરલમાં 882, રતનપર વિસ્તારમાં 1180, રાજકોટ-1માં 827, રૈયા વિસ્તારમાં 1032 મિલ્ક્તોનું વેચાણ થયું છે. જયારે જીલ્લામાં લોધીકા તાલુકામાં 852, કોટડાસાંગાણી તાલુકામાં 466, જસદણ તાલુકામાં 500, જેતપુર તાલુકામાં 745, ઉપલેટા તાલુકામાં 510, ધોરાજીમાં 337, ગોંડલમાં 1248, પડધરી તાલુકામાં 281, જામકંડોરણા તાલુકામાં 126 અને વીંછીયા તાલુકામાં 109 મિલ્કતો મળી જીલ્લામાં 13,935 મિલ્કતોનું વેચાણ થયું છે.
    Click here to Read More
    Previous Article
    લગ્નના 20 દિવસ પહેલાં યુવતીનો ઝેર પી આપઘાત:રાજકોટમાં માતા કંકોત્રી બાટવા નીકળ્યા અને પાછળથી ઘરે એકલી રહેલી દીકરીએ અંતિમ પગલું ભરી લીધું
    Next Article
    7 Killed, 15 Injured As 2 Maharashtra Buses Collide Head-On In Surat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment