Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    139 નવી બસોથી આદિવાસી વિદ્યાર્થીઓને ‘સલામત સફર’:CMએ લીલી ઝંડી આપી, કાર્યક્રમમાં નંબર પ્લેટ વગરની મંત્રીની કાર જોવા મળી; પાત્ર આદિવાસીઓને ખેતી માટે જમીન મળશે

    2 days ago

    આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજે જવા-આવવા માટે સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 'ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા' અંતર્ગત વધુ 139 નવી બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી આ બસોનું લોકાર્પણ કર્યું હતું. રૂ.33.84 કરોડના ખર્ચે શરૂ કરાયેલી આ સેવાઓથી અંતરિયાળ અને બોર્ડર વિલેજના હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મોટી રાહત મળશે. રૂ.72 કરોડના બજેટથી 250 બસોની ફાળવણીનું લક્ષ્ય પૂર્ણ રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારોમાં કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રૂ.72 કરોડના ખર્ચે કુલ 250 બસો ફાળવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 111 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે બીજા તબક્કામાં બાકીની 139 બસો ઉમેરાતાં કુલ 250 બસોનો સંકલ્પ પૂર્ણ થયો છે. આ બસોના કારણે વિદ્યાર્થીઓનો શાળા છોડવાનો દર ઘટી જશે અને દૈનિક હાજરીમાં મોટો વધારો જોવા મળશે. GPS પદ્ધતિ અને વેબ પોર્ટલથી રિયલ-ટાઇમ મોનિટરિંગ આ તમામ નવી બસોને આધુનિક GPS સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. સરકાર દ્વારા તૈયાર કરાયેલા વેબ પોર્ટલ મારફતે રોજબરોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓના નામ, બસ પાસ નંબર, રૂટ અને શાળાની વિગતો ઓનલાઈન ટ્રેક થશે. આ ઉપરાંત, શાળા અને કોલેજના સમય બાદ આ બસોને રેવન્યુ મોડલથી આદિજાતિ વિસ્તારોના સ્થાનિક નાગરિકોની સુવિધા માટે પણ દોડાવવામાં આવશે. વલસાડથી સાબરકાંઠા સુધીના બોર્ડર વિલેજને લાભ મળશે: નરેશ પટેલ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ઉમરગામથી અંબાજી અને મધ્યપ્રદેશ-રાજસ્થાન સરહદે આવેલા બોર્ડર વિલેજના આદિવાસી વિદ્યાર્થીઓ અગાઉ પરિવહનના અભાવે અભ્યાસ છોડી દેતા હતા. પરંતુ હવે વલસાડથી સાબરકાંઠા સુધીના છેવાડાના ગામોને આ બસ સેવા સાંકળી લેશે. સાગબારા-ઉમરપાડા આદિવાસી જંગલ જમીન વિવાદ અંગે મંત્રીનું નિવેદન આ ઉપરાંત, સાગબારા અને ઉમરપાડામાં જંગલ જમીન વિવાદ અંગે મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભાજપ સરકારે આદિવાસી સમાજના લોકોને જમીન આપી છે. ભૂતકાળમાં પણ જમીન આપવામાં આવી હતી અને આ વખતે પણ જે લોકો કાયદેસર રીતે પાત્ર હશે તેમને ખેતી કરવા માટે જમીન મળશે. કાર્યક્રમમાં નંબર પ્લેટ વગરની મંત્રીની ગાડી ચર્ચાનો વિષય બની ગાંધીનગર ખાતે આયોજિત આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના એક મંત્રીની ગાડી નંબર પ્લેટ વગર જ બિન્દાસ ફરતી જોવા મળી હતી. સામાન્ય નાગરિકો માટે વાહન વ્યવહારના કડક નિયમો હોવા છતાં સરકારી કાર્યક્રમમાં મંત્રીની આવી ગાડી જોવા મળતાં આ વિષય સમગ્ર પરિસરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    AAP છોડી BJPમાં જોડાયા પણ સ્પીચમાં ફાંફા પડ્યા:સુરતી પૂરની માછલીનું નવું નામ ‘SMC’; રાજભાને રિસોર્ટમાં પણ નેસ દેખાયો
    Next Article
    DGP જી. એસ. મલિક વડોદરાની મુલાકાતે, કાયદો-વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી:સુરક્ષા, ટ્રાફિક અને ગુનાખોરી નિયંત્રણ રાખવા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment