Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:નર્મદાની 137 માધ્યમિક શાળામાં માત્ર 5 ટકા શિક્ષકની ઘટ, ધો-10 માં અવ્વલ

    2 days ago

    ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ બે દિવસ પહેલાં જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. છેલ્લા 16 વર્ષથી નર્મદા જિલ્લાનું પરિણામ નીચું રહેતું હતું પણ આ વખતે તમામ વિક્રમો તોડી નાખવામાં આવ્યાં છે. નર્મદા જિલ્લાના ઉંચા પરિણામ માટે એક કારણ શાળાઓમાં ભરતી કરવામાં આવેલાં શિક્ષણ સહાયકો અને જ્ઞાન સહાયકો પણ છે. નર્મદા જિલ્લાએ ધોરણ-10ના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ રચી દીધો છે. આશ્ચર્યની વાત એ છે કે, જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને વિભાગમાં મળીને કુલ 69 શિક્ષકોની ઘટ હોવા છતાં પરિણામમાં કોઈ કચાશ રહી નથી. જિલ્લામાં માધ્યમિક વિભાગની 137 જેટલી શાળાઓ આવેલી છે. માધ્યમિક વિભાગમાં કુલ 321 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે, જેની સામે 306 શિક્ષકો કાર્યરત છે. એટલે કે 15 જગ્યાઓ ખાલી છે. માધ્યમિક વિભાગમાં શિક્ષકોની માત્ર 5 ટકા જ ઘટ રહી છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરવામાં આવે તો અહીં સ્થિતિ વધુ ગંભીર છે. 272ના મહેકમ સામે માત્ર 218 શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે.અહીં 54 શિક્ષકોની ઘટ છે. કુલ સ્થિતિ: જિલ્લામાં કુલ 593 શિક્ષકોની જરૂરિયાત સામે 524 શિક્ષકોથી ગાડું ગબડી રહ્યું છે. ઉચ્ચતર માધ્યમિકમાં અંદાજે 20% જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં ઉપલબ્ધ શિક્ષકોએ કરેલી મહેનત અને વિદ્યાર્થીઓના ઉત્સાહે જિલ્લાને રાજ્યમાં મોખરે લાવી દીધો છે. નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી કિરણબેન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઉંચા પરિણામ માટે છેલ્લા એક વર્ષમાં શાળાઓમાં ભરતી કરવામાં આવેલાં શિક્ષકો જવાબદાર છે. શિક્ષકોની ઘટ પુરાતાં તેઓ બાળકોના અભ્યાસ માટે પુરતો સમય આપી શકયાં હતાં. જિલ્લામાં શિક્ષકોની સ્થિતિ
    Click here to Read More
    Previous Article
    ઈરાનનો આરોપ- અમેરિકાએ સીઝફાયર તોડ્યું:ઓમાનની ખાડીમાં ઈરાની ઓઈલ ટેન્કરોને ટાર્ગેટ કર્યા
    Next Article
    એલસીબીની કાર્યવાહી:શામળાજીના ગુણીયાકૂવાથી 2.64 લાખનો દારૂ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment