Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી:બાપુનગરમાં 137ના બસ સ્ટેન્ડે જ કાટમાળ નાખતા મુસાફરોને હાલાકી

    21 hours ago

    શહેરના બાપુનગરમાં 137ના છેલ્લા બસ સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી સામે આવી છે. કેટલાક લોકો બાંધકામનો કચરો અને કાટમાળ બસ સ્ટેન્ડના મુખ્ય ભાગ પર જ ઠાલવી દે છે. જેના લીધે ડેપો પર આવતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે કોમર્શિયલ એકમો સામે કચરો પડ્યો હોય તો તંત્ર દ્વારા જવાબદાર દુકાનદારને દંડ ફટકારવા સહિત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. પંરતુ અહીં તો ખુદ મ્યુનિ.ના બસ સ્ટેન્ડે જ કાટમાળ નાંખવામાં આવે છે છતાં કાર્યવાહી કરવામાં તંત્ર કેમ ઉદાસીનતા દાખવી રહ્યું છે તે સવાલ ઉઠ્યો છે. સ્થાનિક રહીશો અને પેસેન્જરોના જણાવ્યા મુજબ, બસ સ્ટેન્ડ પર કચરાના ઢગલા ખડકાયાને એક સપ્તાહ થયું છે. જ્યારે પણ અહીં બસો આવે છે ત્યારે કચરા અને માટીની ધૂળ ઉડે છે, જેના કારણે પેસેન્જરો તેમજ આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આટલી ગંભીર સમસ્યા હોવા છતાં, મ્યુનિસિપલ તંત્ર હજુ સુધી સફાઈ કરાવવા કે જવાબદારો સામે દંડાત્મક પગલાં લેવા ફરક્યું પણ નથી. મુસાફરોની ઉગ્ર માંગ છે કે આ કચરો તાકીદે હટાવી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    આજે રથયાત્રા:પહેલીવાર વાંચો... ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષા બ્લૂપ્રિન્ટ
    Next Article
    સંવેદનશીલ વિસ્તાર હવે કોમી એકતાનો પ્રતીક બન્યો:દરિયાપુરમાં રથયાત્રાના દિવસે 3 મસ્જિદ સ્વૈચ્છિક રીતે બંધ રખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment