Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13.60 લાખની છેતરપિંડી કરનાર વલસાડનો ઠગ ઝડપાયો:કેશોદની ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ નામની પેઢીને વલસાડના વેપારીએ સિંગદાણાના સોદામાં છેતરી, જૂનાગઢના દલાલ મારફતે ઓળખાણ કરી

    12 hours ago

    ​કેશોદ શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતી ટોળકી ફરી એકવાર સક્રિય થઈ હોય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની સિવિલ કોર્ટ પાછળ ફાગરી રોડ પર આવેલી 'ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ' નામની પેઢી ધરાવતા મનસુખભાઈ પરસોત્તમભાઈ ધોળુ સાથે રૂપિયા 13,60,485ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015થી સિંગદાણા અને મગફળીના વ્યવસાય સાથે સંકળાયેલા મનસુખભાઈને વલસાડના એક કથિત મોટા વેપારીએ દલાલની ઓળખાણનો લાભ લઈ શીંગદાણાના સોદામાં લાખોનો આર્થિક ફટકો માર્યો છે. આ મામલે કેશોદ પોલીસે તપાસ તેજ કરી આરોપીને ટ્રાન્સફર વોરંટથી કસ્ટડીમાં લીધો છે. જૂનાગઢના બે દલાલો મારફતે આ સોદો નક્કી થયો હતો આરોપી કિશન મનોજભાઈ સવસાણી જે વલસાડમાં 'મધુસૂદન ટ્રેડિંગ' ના નામે પેઢી ચલાવતો હોવાનું જણાવી વેપારીઓના સંપર્કમાં આવ્યો હતો. જૂનાગઢના ભાનુ બ્રોકર અને રાકેશભાઈ કારિયા નામના દલાલો મારફતે આ સોદો નક્કી થયો હતો. દલાલોએ ભરોસો આપ્યો હતો કે કિશન વલસાડનો મોટો કારખાનેદાર છે અને તેની સાથે વ્યવહાર કરવામાં કોઈ જોખમ નથી. આ વિશ્વાસના આધારે મનસુખભાઈએ દૈનિક બજાર ભાવ મુજબ કુલ 13.60 લાખથી વધુની કિંમતના ખારી સિંગના દાણાનો માલ કિશનને મોકલી આપ્યો હતો. જોકે માલ મળ્યા બાદ આરોપીએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. કેશોદ સિવાય ગોંડલ-રાજકોટના વેપારીઓને પણ ચૂનો લગાડ્યો ​માલની રકમ ચૂકવવા બાબતે જ્યારે મનસુખભાઈએ ઉઘરાણી શરૂ કરી ત્યારે આરોપી કિશન દ્વારા સતત વાયદાઓ કરવામાં આવતા હતા. 'આજે પેમેન્ટ થઈ જશે, કાલે ચોક્કસ મળી જશે' તેવા બહાના હેઠળ લાંબો સમય પસાર કર્યા બાદ આરોપીએ વેપારીનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું સમજાતા મનસુખભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આરોપીએ માત્ર કેશોદ જ નહીં પરંતુ જૂનાગઢ, ગોંડલ, રાજકોટ અને જેતપુરના અન્ય અનેક વેપારીઓને પણ આ જ પધ્ધતિથી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી ​આ ગંભીર છેતરપિંડી અંગે એસપી બી. સી. ઠક્કરે જણાવ્યું હતું કે, ગત 17 માર્ચ, 2024ના રોજ નોંધાયેલી આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપી કિશન સવસાણી અગાઉ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગુનામાં પકડાયેલો હતો અને જેલમાં હતો. જેથી કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો જેલમાંથી કબજો મેળવી આ ગુનામાં તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આરોપીએ અન્ય કયા કયા વેપારીઓને નિશાન બનાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સેલિના જેટલી કહ્યું- મહિનાઓથી દીકરાઓનો અવાજ સાંભળ્યો નથી:બાળકોના 14મા જન્મદિવસ પર ઈમોશનલ પોસ્ટ કરી; પતિ પર ટોર્ચરના ગંભીર આરોપો લગાવી ચૂકી છે
    Next Article
    પશુ અત્યાચાર કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો:પંચમહાલ LCB એ ગોધરામાંથી ફરાર આરોપીને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment