Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીની ફરિયાદ:136 લોકોને 2 કરોડ વ્યાજે આપ્યા, 375 કોરા ચેક મળી આવ્યા, સરકારી જમીન પર ફાર્મહાઉસ બનાવ્યું

    12 hours ago

    રાજકોટ જિલ્લામાં સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અસ્ફાક મેમણ સહિત બે લોકો સામે વ્યાજખોરી કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી અસ્ફાક સલાટ અને કાળું સલાટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા તેમના કબ્જામાંથી વધુ 375 કોરા ચેક મળી આવતા તમામ 136 ભોગ બનનારને પોતાના ચેક પરત અપાવ્યા છે. આરોપીઓએ 136 લોકોને અંદાજિત 2 કરોડ રૂપિયા 3 થી 10 ટકાના વ્યાજે આપ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા વાસાવડ ગામ ખાતે 6 વીઘા સરકારી જમીન પર દબાણ કરી ફાર્મ હાઉસ બનાવ્યું હોવાનું સામે આવતા જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી છે. વ્યાજ અને મુદલની ઉઘરાણી કર્યા બાદ પણ કોરા ચેક પરત ન કર્યા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ફરિયાદી જીતેશભાઈ સતાણીએ જણાવ્યું હતું કે તેમને અસ્ફાક સલાટ પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા જે પૈકી 70,000 ચૂકવી આપ્યા હોવા છતાં અસ્ફાક સલાટ જાનથી મારી નાખવા ધમકી આપતો હતો આ પછી પોલીસે તપાસ કરતા તેના કબ્જામાંથી 375 ચેક મળી આવ્યા હતા જે 136 લોકોના હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામ 136 લોકોનો સંપર્ક કરી 375 ચેક પરત અપાવવામાં આવ્યા છે. આરોપી દ્વારા 3થી 10% વ્યાજ વસુલવામાં આવતું હતું અને મોટા ભાગે તેમના ગામના અને નજીક આસપાસના લોકોને રૂપિયા વ્યાજે આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે અને આ પછી ત પોતે કોરા ચેક મેળવી પરત કરતા ન હતા. આથી આજ રોજ આરોપીની ધરપકડ કરી તમામ 375 ચેક 136 લોકોને પરત કરવામાં આવ્યા છે. 6 વીઘા સરકારી જમીન પર ગેરકાયદે ફાર્મહાઉસ બનાવ્યાનું સામે આવ્યું પોલીસ તપાસમાં આરોપી દ્વારા વાસાવડ ગામ ખાતે સરકારી જગ્યા પર 6 વીઘા જમીનમાં એક ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે જેથી આ દબાણ દૂર કરવા અને અલગથી તેમના વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે જે મંજૂરી મળ્યા બાદ લેન્ડ ગ્રેબિંગ હેઠળ પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આરોપી વિરુદ્ધ અગાઉ અલગ અલગ ત્રણ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. વ્યાજખોરી અટકાવવા પોલીસ અધિકારીઓએ નંબર જાહેર કર્યા વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ લોકોને ખાસ અપીલ કરી હતી કે, લોકો ક્યારે પણ કોઈ વ્યકતિને કોરા ચેક આપવા ન જોઈએ કારણ કે કોરા ચેકનો દુરુપયોગ કરી ખોટી રીતે પરેશાન કરવામાં આવી શકે છે અને ખોટી ફરિયાદ પણ કરી શકે છે માટે કોઈને કોરા ચેક ન આપવા અને વ્યાજખોરો પરેશાન કરતા હોય અથવા ધાક ધમકી આપતા હોય તો સીધા પોલીસ સ્ટેશન, અથવા SP ઓફિસ રૂબરૂ જિલ્લા પોલીસ વડા તેમજ DYSP કક્ષાના અધિકારીને રજુઆત કરી શકે છે. આ માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને સીધો સંપર્ક આ નંબર પર કરવા જાણ કરવામાં આવી છે. (1) વિજયસિંહ ગુર્જર, જિલ્લા પોલીસ વડા મોબાઈલ નંબર 9978405080 (2) સિમરન ભારદ્વાજ, ASP ધોરાજી મોબાઈલ નંબર 9213000434 (3) નવીન રેપુડી, ASP જસદણ મોબાઈલ નંબર 9494965259 (4) કે જી ઝાલા, DYSP ગોંડલ મોબાઈલ નંબર 9978407095 (5) આર એ ડોડીયા, DYSP જેતપુર મોબાઈલ નંબર 9978408188 થોડા દિવસ અગાઉ મારામારી અંગે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી અકીલભાઈ અખ્તરભાઈ અલાણી (ઉં.વ.25)એ જણાવ્યું હતું કે, અશફાકભાઈની 'ટાઈગર ફાઇનાન્સ' નામની ઓફિસમાં મજૂર અને હિસાબનીસ તરીકે કામ કરતા હતા. ફરિયાદી જ્યારે નોકરી છોડવા માંગતો હતો ત્યારે આરોપીએ હિસાબમાં રૂ.2.20 લાખની ભૂલ કાઢી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ રકમની વસૂલાત માટે ફરિયાદીના માસિક પગારમાંથી રૂ.8000 લેખે ત્રણ વર્ષ સુધી કુલ રૂ.2,88,000 કાપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અકીલ પાસેથી બળજબરીપૂર્વક 3 કોરા ચેક પડાવી લેવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ કરી બાદમાં રૂ.8.50 લાખની ખોટી નોટિસ અપાવી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Bengal News: बंगाल में ABVP का ‘गंगाजल’ से शुद्धिकरण!
    Next Article
    બોડકદેવના બે પ્લોટના વેચાણથી 365 કરોડની આવક:કોર્પોરેશનની માલિકીના પ્લોટની જાહેર હરાજીથી AMCની તિજોરી છલકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment