Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં રૂ. 13.59 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે બલીઠા બ્રિજ પાસે નાકાબંધી કરી ટેમ્પોમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો

    12 hours ago

    વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સૂચના બાદ તહેવારોને ધ્યાનમાં રાખીને હાઈવે પર ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત, વાપી ટાઉન પોલીસે બલીઠા બ્રિજ પાસે નાકાબંધી દરમિયાન રૂ. 13.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વાપી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે GJ-15-AT-1797 નંબરના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બલીઠા બ્રિજ નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. થોડા સમય બાદ બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈ ટેમ્પો ચાલક ગભરાઈ ગયો હતો અને વાહન રસ્તા પર જ મૂકી અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પોની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 8,352 બોટલો મળી આવી હતી. પોલીસે આ કાર્યવાહીમાં આશરે રૂ. 13,59,600 કિંમતનો દારૂ અને લગભગ રૂ. 6 લાખ કિંમતનો ટેમ્પો મળી, કુલ રૂ. 19,59,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. વાપી ટાઉન પોલીસે હાલ દારૂનો જથ્થો અને ટેમ્પો જપ્ત કરી ફરાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 7 લાખના ખર્ચે વાળીનાથ પ્રકૃતિ ઉદ્યાનનું લોકાર્પણ:જનભાગીદારીથી ઉકરડાની જગ્યાએ નંદનવન બન્યું, ચીફ ઓફિસરે ઉદ્ઘાટન કર્યું
    Next Article
    16 વર્ષીય સગીરાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી:દુષ્કર્મ પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ, પેનલમાં સિનિયર ડોક્ટરો હશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment