Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જંગલેશ્વરમાં બોમ્બ ફેંકી દો એટલે જીવવું નહીં કે જોવું નહીં':હાઈકોર્ટના આદેશ બાદ 1358 મિલકત તોડી પાડવાનો રસ્તો ખુલ્લો થતા સ્થાનિકોમાં રોષ, એક પરિવારમાં 21 એપ્રિલે દીકરાના લગ્ન

    10 hours ago

    રાજકોટના જંગલેશ્વરમાં હવે ડિમોલિશન પાર્ટ - 2 માટેનો રસ્તો ખૂલી ગયો છે. અહીં રૂ.400 કરોડની 1,05,800 ચોરસ મીટર જમીન ઉપર 1358 પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતુ. જે બાદ જિલ્લા વહીવટી તંત્ર હેઠળના પૂર્વ મામલતદાર દ્વારા કલમ 61 હેઠળ નોટિસ આપી દબાણકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા. તેઓને 3 મુદ્દતમાં સાંભળ્યા બાદ ડિમોલિશન માટેની કલમ 202 હેઠળની નોટિસ આપવામાં આવતા અરજદારો હાઈકોર્ટમાં ગયા હતા અને તે બાદ હવે રાજ્ય મહેસૂલ પંચે 720 અરજદારોની અપીલ રદ કરી નાખતા સરકારી જમીન પરની દબાણ હટાવવા માટેનો રસ્તો ખુલી ગયો છે. જોકે તેની સામે લોકોમાં રોસ ફેલાયો છે. અહીંના એક રહેવાસીના પરિવારમાં તો 21 એપ્રિલે દીકરાના લગ્ન છે તો અન્ય 10 વ્યક્તિઓનો પરિવાર પણ નોંધારો બની ગયો હતો. આ ઉપરાંત એક મહિલાએ રોસ ઠાલવતા કહ્યુ કે, સરકાર અમને હેરાન કરવા માંગે છે તો અહીં બોમ્બ ફેંકી દે. જેથી રસ્તો જ સાફ થઈ જાય અને આગામી ચૂંટણીમાં અમે ભાજપને મત આપવા જવાના નથી. જે મત આપવા જશે તેને પણ માર મારીશ. 21 તારીખે મારા દીકરાના લગ્ન છે, હવે શું કરવું?- રાયધનભાઈ શહેરના ગોવિંદનગર મેઇન રોડના છેડે રહેતા રાયધનભાઈએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, અમે એવા કોઈ વ્યક્તિ નથી કે અમે કોઈ એવા વ્યક્તિ નથી કે આગળ કેસ લડી શકીએ. અમારી પાસે એવા કોઈ નાણા નથી કે લડત ચલાવી શકીએ. મજૂરી કરીને અમારુ ગુજરાન ચલાવીએ છીએ. સરકાર અમને મારવા તૈયાર થઈ છે તો અમે સહન કરવા તૈયાર છીએ. 21 એપ્રિલના મારા દીકરાના લગ્ન છે. અમે પરિવારમાં પતિ -પત્ની અને દીકરો રહીએ છીએ. અમે અહીં 30 વર્ષથી રહીએ છીએ. સરકારને કહો કે બોમ્બ ફેંકી દે એટલે જીવવું નહીં કે જોવું નહીં- દેવકુબેન જ્યારે સ્થાનિક દેવકુબેન લાવડીયાએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર શેરી નંબર 18 માં રહીએ છીએ. અહીં અગાઉ રસ્તા ખોલવા હતા તો મકાનો પાડવામાં આવ્યા. અમારે એક વર્ષનો પુત્ર અને અઢી વર્ષનો પુત્ર છે. સરકારને કહેવા માંગીએ છીએ કે બોમ્બ ગોળા ફેંકી દે એટલે આ રસ્તો સાફ થઈ જાય. જેથી અમારે જીવવું નહીં અને જોવું નહીં. અહીં ગેસની લાઇન નથી મળતી અને લાકડા મળતા નથી. રસોઈ કઈ રીતે કરવી. અહીં 50 વર્ષથી રહીએ છીએ તો અત્યાર સુધી સરકાર ક્યાં ગઈ હતી. આગામી ચૂંટણીમાં અમે મત આપવા જવાના જ નથી. જે મત આપવા જશે તેને હું મારીશ. જે અમારા મકાન પાડી નાખે એ ભાજપ સરકારને મત ન અપાય. કેસ લડવા માટે પરિવાર દીઠ 5000-5000 હજાર રૂપિયા આપ્યા હતા આ ઉપરાંત સ્થાનિક વજુભાઈ જળુએ જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં શક્તિ કૃપા મકાનમાં રહીએ છીએ. મકાન પાડવા માટે કલમ 202 હેઠળ દબાણ દૂર કરવા નોટીસ ફટકારવામાં આવી છે. આગામી મહિને 3 મહિના પૂર્ણ થશે. નાના માણસોને સરકાર રહેવા દે તો એમનો આભાર. અત્યાર સુધીમાં ત્રણ વખત સામાન ફેરવ્યો છે. આ ઉપરાંત અત્યારે ભાડે મકાન લેવા જઈએ તો કોઈ આપતું નથી. બધાએ પરિવાર દીઠ હાઇકોર્ટમાં કેસ લડવા રૂ.5000 આપ્યા હતા. જોકે હાઈકોર્ટ દ્વારા રાજ્ય મહેસૂલ પંચને 90 દિવસમાં ચૂકાદો આપવા આદેશ આપ્યો હતો. જોકે તે અપીલ રદ થઈ છે. અમે પરિવારમાં 10 વ્યક્તિઓ રહીએ છીએ. હવે અમારે ક્યાં રહેવા જવું. કોઠારીયા વિસ્તારમાં સામાન લઈ ગયા હતા. 2 દિવસ પહેલા જ અમે અહીં રહેવા આવ્યા છીએ. હવે ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આગામી નિર્ણય લેવાશે- મામલતદાર જ્યારે રાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યુ હતુ કે, જંગલેશ્વરમાં રૂ.400 કરોડની સરકારી જમીન પર રહેલા 1358 બાંધકામોને દૂર કરવા અગાઉ 61 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. જે બાદ દબાણકર્તાઓ હાઈકોર્ટમાં જતા હાઇકોર્ટે 90 દિવસનો સ્ટે આપી રાજ્ય મહેસૂલ પંચને ચૂકાદો આપવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય મહેસૂલ પંચે અરજદારોની અપીલ રદ કરી રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેથી હવે આ ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં યુવક પર લાકડી લઈ તૂટી પડ્યા, વીડિયો વાઈરલ:નિંગાળા ગામમાં યુવતીને હેરાન કરવાના મુદ્દે મારપીટમાં 3 શખસ સામે ફરિયાદ, એક આરોપીની ધરપકડ
    Next Article
    Ahmedabad Blast Incident | અમદાવાદના નારણપુરામાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment