Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 13.46 કરોડના 414 વિકાસ કામો મંજૂર:પ્રભારીમંત્રી મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

    2 weeks ago

    જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે આ બેઠક મળી હતી. જેમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટે કુલ રૂ. 1346.35 લાખના 414 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ કામોમાં જામનગર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર અને જામજોધપુર તાલુકાઓ તેમજ ધ્રોલ, કાલાવડ, સિક્કા અને જામજોધપુર નગરપાલિકાઓના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયા ઓનલાઈન માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. તેમણે જિલ્લાના વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીએ માર્ગ અને મકાન, પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ અને શહેરી સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા કાર્યોની સ્થિતિ જાણી સમયબદ્ધ અને ગુણવત્તાસભર કામગીરી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમને અનુરૂપ જિલ્લાના દરેક વિસ્તારમાં વિકાસના લાભો પહોંચે તે માટે સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે. તેમણે જનહિતને કેન્દ્રમાં રાખી વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને લોકોની અપેક્ષાઓ સંતોષાય તે રીતે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી નિશા, અગ્રણીઓ બીનાબેન કોઠારી, ડો. વિનોદ ભંડેરી, જામનગર જિલ્લા આયોજન અધિકારી અને લગત વિભાગના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લકઝુરિયસ કારમાં સવાર ફાઈનાન્સરે નશાની હાલતમાં અકસ્માત સર્જયો, VIDEO:ખટોદરાના ઓલિવ સર્કલ પાસે એક બાદ એક ત્રણ વાહનોને ટક્કર મારી, લોકોએ ઘેરી પોલીસને હવાલે કર્યો
    Next Article
    બે માસથી ગોરખધંધા ચલાવતા'તા:રાજકોટ એસટી બસપોર્ટમાં ત્રીજા માળે ગોલ્ડ સ્પાના નામે કુટણખાનું ચલાવતા મેનેજર અને સંચાલકની ધરપકડ, ગ્રાહક પાસેથી 5000 મેળવી લલનાને 1000 આપતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment