Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની ગુરુકુલનું ઝળહળતું પરિણામ:વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલના 132 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું

    10 hours ago

    સુરતના વેડરોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયે ધોરણ 10ના પરિણામમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ અવસરે યોજાયેલા કાર્યક્રમમાં મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, "જીવનમાં સફળતા મેળવવા માટે પુરુષાર્થ અને પ્રાર્થના બંને અનિવાર્ય છે. વિદ્યાર્થીઓનું લક્ષ્ય અને શિક્ષકોની પોતાના કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે જ આજે આ શાનદાર પરિણામ પ્રાપ્ત થયું છે." ટોપર વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અનેક વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જેમાં મુખ્યત્વે (1) જાજડીયા દિપ અલ્પેશભાઈએ 600 માંથી 584 ગુણ (99.92 PR), (2) વાનાણી સ્વયં જીગ્નેશભાઇએ 583 ગુણ (99.90 PR), (3) સુતરીયા જલ અરવિંદભાઈએ 582 ગુણ (99.87 PR) અને (4) હિહોરીયા પ્રથમ અનિલભાઈએ 582 ગુણ (99.87 PR) મેળવીને સ્કૂલ ટોપર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ગ્રેડ મુજબ જોઈએ તો, 132 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 173 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે. વિષયવાર 100 માંથી 100 ગુણની વણઝાર ગુરુકુલના કુલ 78 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં 100 માંથી 100 પૂરેપૂરા ગુણ મેળવીને આશ્ચર્ય સર્જ્યું છે. જેમાં વિજ્ઞાનમાં 32, ગણિતમાં 18, સામાજિક વિજ્ઞાનમાં 15 અને સંસ્કૃતમાં 13 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે, 7 જેટલા વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના ટ્યુશન વગર મહેનત કરીને A1 ગ્રેડ અને વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. ઉત્સાહભર્યું સન્માન અને આશીર્વાદ સફળતાના આ અવસરે સંતોએ તેજસ્વી વિદ્યાર્થીઓને લાડુ ખવરાવી મોઢું મીઠું કરાવ્યું હતું. મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, ભક્તિ સ્વામી તથા છાત્રાલય સંચાલક નિર્મલદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્ય અરવિંદભાઈ ઠેશીયા તથા ધર્મેશભાઈ સલીયાને પુષ્પોથી વધાવી આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના પ્રાંગણમાં ઢોલ-ત્રાંસાના નાદ સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    12 free websites that let you read books anytime, anywhere
    Next Article
    સુરેન્દ્રનગરમાં 64 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ:રિવરફ્રન્ટ ફેઝ-3 અને ટાઉન હોલનું નવનિર્માણ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment