Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે શરૂ‎:1.31 લાખ પૈકી 92 હજારથી વધુ પ્લોટનો સર્વે હાથ ધરાયો

    1 day ago

    રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બોટાદ જિલ્લામાં ''ડિજિટલ ક્રોપ સર્વે'' ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગત તા.16 ઓગસ્ટ 2026 થી શરૂ થયેલી આ સર્વે કામગીરી આગામી તા10 ઓક્ટોબર 26 સુધી કાર્યરત રહેશે. બોટાદ જિલ્લામાં ખેતી વિષયક સચોટ આંકડાકીય માહિતી એકત્રિત કરવાના હેતુથી હાથ ધરાયેલી આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. બોટાદના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના જણાવ્યા અનુસાર જિલ્લામાં નોંધાયેલા કુલ 1,31,922 સર્વે પ્લોટમાંથી અત્યાર સુધીમાં 92,893 પ્લોટની સર્વે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકી રહેલા ખેતરોમાં સર્વે કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી સઘન બનાવાઈ છે. વધુમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ટેકાના ભાવે થતી ખરીદી માટે ડિજિટલ ક્રોપ સર્વે કરાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જે ખેડૂતો પાસે ''ફાર્મર આઈડી'' ઉપલબ્ધ હોય, તેઓ પોતાની જાતે જ મોબાઈલ એપ મારફતે પોતાના ખેતરનો સર્વે કરી શકે તેવી સરળ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગામડાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે માટે આવતા પ્રાઇ વેટ સર્વેયરને જરૂરી વિગતો પૂરી પાડી યોગ્ય સહકાર આપવા માટે તમામ સરપંચો, ખેડૂત આગેવાનો તેમજ ખેડૂત ભાઈઓ-બહેનોને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ભારત વિકાસ પરિષદે હાલરડા સ્પર્ધા યોજી:ભારતીય સંસ્કૃતિ અને માતૃશક્તિના સંવર્ધન માટે 18 બહેનોએ ભાગ લીધો
    Next Article
    'Thought He Doesn't Like Me': Rashmika Recalls Being Hurt By Vijay

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment