Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લાના 13 PSIની બદલી:જુઓ કોને ક્યાં મૂકાયા?, તમામને નવી જગ્યાએ તાત્કાલીક હાજર થવા આદેશ

    1 day ago

    મહેસાણા જિલ્લામાં શાંતિ અને સુરક્ષાની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા વહીવટી સરળતા અને જાહેરહિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા એક સાથે 13 બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અધિકારીઓની સાગમટે બદલી કરવાનો કચેરી હુકમ બહાર પાડવામાં આવ્યો છે. વહીવટી સરળતા ખાતર બદલી કરવામાં આવી મહેસાણા જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત ખેરાલુ પો.સ્ટે.માંથી કે.ઓ. રબારીને ઊનાવા પો.સ્ટે., ઊનાવા પો.સ્ટે.માંથી એસ.વી. પઢારીયાને એલ.સી.બી. શાખા, અને ખેરાલુ પો.સ્ટે.ના એ.આર. ચૌધરીને ઊંઝા પો.સ્ટે. ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, ઊંઝાના ડી.પી. ભાટીને વિજાપુર પો.સ્ટે., વિજાપુરના એન.પી. પરમારને જન સંપર્ક અધિકારી, અને જન સંપર્ક અધિકારી આર.બી. દવેને કડી પો.સ્ટે. ખાતે મુકવામાં આવ્યા છે. રીડર ટુ SC/ST સેલના બી.કે. ભરવાડને બેચરાજી પો.સ્ટે., નંદાસણના પી.એન. સોલંકીને વડનગર સ્માર્ટ પો.સ્ટે., મહેસાણા બી ડિવિઝનના એમ.બી. સિંઘવને વિસનગર શહેર પો.સ્ટે., મહેસાણા તાલુકાના આર.કે. મીરને એસ.ઓ.જી. શાખા, લાંઘણજના એસ.એમ. પરમારને મહેસાણા એ ડિવિઝન પો.સ્ટે., વસાઈના વી.એ. સિસોદીયાને ખેરાલુ પો.સ્ટે. તથા રીડર શાખાના એમ.એ. જોશીને જિલ્લા ટ્રાફિક શાખા ખાતે બદલી કરવામાં આવી છે. આ આદેશમાં વધારાની સૂચના મુજબ એમ.એ. જોશી, પીએસઆઈ જિલ્લા ટ્રાફિકને તેમની મૂળ કામગીરી ઉપરાંત રીડર શાખા, મહેસાણાનો વધારાનો ચાર્જ સંભાળવાનો રહેશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સઘન બને તે હેતુથી તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ છુટા થઈ, બદલી વાળી જગ્યા પર હાજર થઈ રીપોર્ટ કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ તંત્રમાં કરાયેલા આ મોટા પાયે ફેરફારથી આગામી દિવસોમાં કામગીરી વધુ ઝડપી અને સુદ્રઢ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિર દાન ચોરીના 2 મહિના પછી ચંપત રાય દેખાયા:અયોધ્યામાં આંગળી ચીંધીને કેમેરા બંધ કરાવ્યા, કહ્યું- અંતિમ શ્વાસ સુધી હું અહીં જ રહીશ
    Next Article
    Pakistan Army Dumps WhatsApp For China's WeChat Over Spying, Hacking Fears

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment