Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોમિનોઝ પિઝાના ડિલિવરી બોયનો 13મા માળથી મોતનો કૂદકો, CCTV:વલસાડની સરદાર હાઇટ્સના દમણગંગા વિંગમાં માનવ પટેલનો આપઘાત, આર્થિક સંકડામણે જીવ લીધો

    1 week ago

    વલસાડ શહેરમાંથી આજે (7 જૂને) રવિવારે બપોરે એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. વલસાડના જાણીતા સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં એક 22 વર્ષીય યુવક માનવ પટેલે તેરમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તે બિલ્ડિંગના 13મા માળથી કૂદતો સીસીટીવીમાં કેદ થયો હતો. દમણગંગા વિંગના 13મા માળથી ઝંપલાવતા જોરદાર અવાજ સાથે પટકાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ડોમિનોઝ પિઝામાં ડિલિવરી બોય હતો. તેણે આર્થિક સંકડામણથી કંટાળીને આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આખો બનાવી શું છે? ​મળતી વિગતો મુજબ, વલસાડના સરદાર હાઇટ્સ કોમ્પ્લેક્સમાં આવેલી દમણગંગા વિંગમાં આ ઘટના બની હતી. અહીં રહેતા 22 વર્ષીય માનવ પટેલે અચાનક જ ઇમારતના 13મા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. ૧૩મા માળેથી યુવક નીચે પટકાતાં જ પ્રચંડ અવાજ થયો હતો, જેને પગલે આસપાસના રહીશો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોતા જ લોકોના કાળજા કંપી ઊઠ્યા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જવાબદારીનો બોજ અને આર્થિક સંકડામણ ​સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક માનવ પટેલ ડોમિનોઝ પિઝામાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેની ફાઈનાન્સિયલ કન્ડિશન ખૂબ જ ખરાબ હતી. આર્થિક તંગી અને પરિવારની જવાબદારીઓના બોજ તળે તે સતત માનસિક તણાવમાં રહેતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આખરે આ આર્થિક ભીંસથી કંટાળીને માનવે મોત વહાલું કરવાનો આકરો નિર્ણય લીધો હતો. યુવકના આપઘાતને પગલે ટોળા ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સરદાર હાઇટ્સ અને આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ​વલસાડ સિટી પોલીસે વધુ તપાસ હાથધરી ​આ ગંભીર ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા વલસાડ સિટી પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક સરદાર હાઇટ્સ ખાતે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પંચનામું કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ સિટી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, યુવકના પરિવારજનોની પૂછપરછ અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    23 દિવસે પાર્થિવદેહ કેનેડાથી બોરસદ પહોંચ્યો:વિધિ મેઘાને ભારે હૈયે અંતિમ વિદાય અપાઈ, પરિવાર સાથે પંથક શોકમગ્ન; નિયાગ્રામાં છરી મારી હત્યા કરાઈ હતી
    Next Article
    સુરતમાં વિશ્વ સાયકલ સપ્તાહની ઉજવણી:2000થી વધુ સાયકલિસ્ટ જોડાયા, ત્રણ કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment