Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 વાર વહીવટદારનું શાસન:પાટણ પાલિકામાં 97 વર્ષના સત્તાના સિંહાસન પર 27 પ્રમુખોએ ગાદી સંભાળી

    5 days ago

    પાટણ નગરપાલિકાનો ઇતિહાસ વર્ષ 1927 થી શરૂ થાય છે. આશરે એક સદીના આ સફરમાં પાલિકામાં 35 વખત પ્રમુખ પદની સોપણી થઈ જેમાં આ સમયગાળા દરમિયાન પાટણની રાજનીતિ માત્ર વહીવટી પ્રક્રિયા નથી રહી, પરંતુ જ્ઞાતિ સમીકરણો, મહિલા સશક્તિકરણ અને લાંબા ગાળાના નેતૃત્વની સાક્ષી બની છે. ચાલો જાણીએ આ સત્તાના શિખર પર કોણ અડીખમ રહ્યું અને કોણે ઇતિહાસ રચ્યો તેવી અનેક ચડ ઉતર અને સત્તા માટે સંગ્રામની રસપ્રદ ભૂતકાળ રહ્યો છે. કુલ 27 રાજકીય નેતાઓએ પ્રમુખ પદ સંભાળ્યું છે. જેમાં 8 મહિલા પ્રમુખો બની પાટણનું નેતૃત્વ કર્યું છે. પ્રથમ મહિલા પ્રમુખ બનવાનું બહુમાન મેનાબેન પટેલ (1974) માં બન્યા હતા. આઝાદી પહેલાના "શેઠ" અને "વકીલો"ના શાસનથી શરૂ થયેલી આ સફર આજે "ટેકનોક્રેટ્સ" અને શિક્ષિત પુરુષો અને મહિલાઓ સુધી પહોંચી છે. પાટણના ઇતિહાસમાં મનસુખભાઈ પટેલ (BE Civil) અને વિવિધ ડૉક્ટરોનું પ્રમુખ પદે હોવું એ દર્શાવે છે કે પાટણે હંમેશા બૌદ્ધિક નેતૃત્વને સાથે દરેક જ્ઞાતિને પણ આવકાર્યું છે. 2026 સુધીમાં પાટણ નગરપાલિકાનો આ વારસો લોકશાહીના વિવિધ રંગોને પ્રતિબિંબિત કરે છે. રેકોર્ડ: કાંતિલાલ પટેલ 5 વાર પ્રમુખ બન્યા‎ પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં કાંતિલાલ નાનાલાલ પટેલ સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેઓ 5 અલગ-અલગ ટર્મમાં પ્રમુખ પદે રહ્યા હતા.જેમાં 1972 થી લઈ 93 સુધીના સમય ગાળામાં તેઓ પાંચ વખત પ્રમુખ પદ ઉપર રહ્યા છે તો આ સમયગાળા દરમિયાન 1974 થી 76 દરમિયાન તેમની પત્ની મીનાબેન પટેલ સૌપ્રથમ મહિલા પ્રમુખ બની ચાર વર્ષ પ્રમુખ પદે રહ્યા હતા. કુલ 17 વર્ષનો પ્રમુખ પદનો કાર્યભાર તેમને સંભાળ્યો હતો. કઈજ્ઞાતિને કેટલી વાર પ્રમુખ પદ મળ્યું : પટેલ સમાજ: 17 વખત વાણિયા/જૈન/શાહ: 07 વખત બ્રાહ્મણ/મજમુદાર: 03 વખત પ્રજાપતિ/પરમાર અન્ય: 08 વખત
    Click here to Read More
    Previous Article
    કરપીણ હત્યાકાંડ:નિંગાળામાં પ્રેમસંબંધ મુદ્દે યુવકને માર મારતા વચ્ચે પડેલી માતા પર કાર ચડાવી દેતા મોત
    Next Article
    જીવલેણ હુમલામાં યુવકને આવ્યા 72 ટાંકા:ડેડાણ ગામમાં મસ્તી કરવાની ના કહેતા યુવાનને જાહેરમાં તલવારના ઘા ઝીંક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment