Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધેડને 13 સેકન્ડમાં દંડાના 9 ફટકા માર્યાં, VIDEO:જમીન પર પટકાતા જ બે શખસો લાકડી-લાતોથી તૂટી પડ્યા, મેમનગરમાં જાહેરમાં ફિલ્મી સીન

    7 hours ago

    અમદાવાદ શહેરના મેમનગર ફાયર સ્ટેશન પાસે એક આધેડ વયના વ્યક્તિને કેટલાક શખ્સોએ જાહેરમાં મારમાર્યો હતો. રસ્તાની વચ્ચે વાહનો રોકીને આધેડને દંડા અને લાતો વડે મારમારવામાં આવ્યા હતા. આધેડ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા બનાવ અંગે તપાસ કરવામાં આવી રહી છે. 13 સેકન્ડમાં 9 વખત દંડાના ફટકા માર્યાં મેમનગર ફાયર સ્ટેશનથી નવરંગ પોલીસ ચોકીના રસ્તા વચ્ચે એક સફાઈ કામદારને કેટલાક શખ્સો દ્વારા જાહેરમાં મારમારવામાં આવ્યો હતો.રસ્તાની વચ્ચે વાહનોની અવરજવર રોકીને જ શખ્સોએ આધેડને મારમારવાનું શરૂ કર્યું હતું.એક શખ્સ દ્વારા આધેડને દંડા વડે ઉપરાઉપરી મારવામાં આવી રહ્યા હતા તો બીજા શખ્સ દ્વારા લાતો વડે આધેડને મારવામાં આવી રહ્યો હતો. સતત મારમારતા આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. રોડ પરથી પસાર થતા કેટલાક લોકોએ આધેડને છોડાવ્યા હતા. ગંભીર ઈજા થતા સોલા સિવિલ ખસેડાયા આધેડ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી આધેડનું નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે હાલ આધેડ દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. 'આધેડે વકીલ સાથે આવીને ફરિયાદ કરવા કહ્યું' ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસ.આર બાવાએ જણાવ્યું હતું કે, બનાવ અંગે પોલીસની ટીમ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી હતી. પરંતુ આધેડે હમણાં ફરિયાદ નોંધાવવાનો ઈનકાર કર્યો છે. આધેડે વકીલ સાથે ફરિયાદ કરવા આવવાનું જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Why the Delhi Gymkhana eviction should terrify every housing society and hospital in India
    Next Article
    108 કળશ સાથે જળયાત્રા નીજ મંદિરે પરત ફરી:ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment